________________
ર૬ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પુનઃ પુનઃ ઉશ્કેરાઈ જઈશ, તેનો સામનો કરીશ તો તેવાં અતિ સંકિલષ્ટ પરિણામો દ્વારા પુનઃ ઝેરનાં વાવેતરો વવાશે ને પુનઃ તેનાં નવાં ઝેરી ફળો પેદા થશે, તેમજ તેનો પુનઃ ભોગવટો તારે કરવો પડશે. આ રીતે દુઃખની પરંપરાનું વિષચક્ર ભમ્યા જ કરશે. દુઃખની પરંપરાનો અન્ત નહીં આવે ને સાચી આત્મિક શાંતિ દૂર ને દૂર હડસેલાતી જશે, માટે ચેતન, તારો પોતાનો સ્વભાવધર્મ વિચાર, આવી વિચારણાથી સમ્યગુદૃષ્ટિ પોતે સજાગ બને છે ને પરિણામે ત્યાં આગળ મારન, કૂટન, ભેદન, છેદનમાં ઉચિત સંયમ રાખે છે, પાપપ્રવૃત્તિને હેય ગણતો હોવાથી પાપાચરણ થઈ જવા છતાં તેનો પશ્ચાત્તાપ રહે છે. આ બધી વિચારણા ત્યારે જ થઈ શકે કે મન મૂળલક્ષી
બનેલું હોય.
આનું જ નામ છે સિંહવૃત્તિ એટલે પ્રવૃત્તિના મૂળ તરફ જોવું તે. સિંહના સ્વભાવ પ્રમાણે, તે શિકારીના વાગતા એવા બાણ તરફ નજર નહીં નાંખે, એ તો બાણ કઈ દિશામાંથી આવ્યું તે તરફ જ નજર નાંખી, ફાળ મારશે જેથી બીજા બાણોના પ્રહારથી બચી જવાય.
આ કારણે સમ્યગુદષ્ટિ આત્મા સમજણના ઘરમાં આવ્યો હોવાથી પોતે જ વધુ દુઃખ, કષ્ટ સહન કરે છે. વ્યવહારમાં બોલીએ છીએ. “ડાહ્યાને ચિંતા, મૂખને શું? ભણેલાને બધી ઉપાધિ ! ન ભણેલાને શું ?” આ જ વાત અહીં લાગુ પડે છે અને તેથી જ મિથ્યાષ્ટિ કરતાં સમ્યગુદૃષ્ટિને ઊલટી વધુ માનસિક ચિંતા હોય છે જ્યારે મિથ્યાદષ્ટિને ચિંતા ઓછી હોય છે.
પરન્તુ સમ્યગદષ્ટિને બીજાએ આપેલાં દુઃખો સંબંધી તત્ત્વવિચારણા હોવાથી પોતે દુઃખ સહન કરી લે છે પણ બદલો વાળવા સામાને દુઃખ આપતો નથી તેથી તેને (મિથ્યાદષ્ટિ કરતાં) ઓછું દુઃખ ને ઓછો કર્મબંધ થાય છે જ્યારે મિથ્યાદષ્ટિને તેવી વિચારણા હોતી નથી તેથી ક્રોધ કરી સામાને મારી પોતે દુઃખી કરે છે. તેથી તે વધુ દુઃખી બને છે અને વધુ કર્મબંધ કરે છે.
પણ માનસિક દુઃખની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિઓ વધુ દુઃખી છે. દુર્ગતિના કટુ વિપાકો જોઈને જન્માન્તરમાં કરેલી પાપપ્રવૃત્તિઓનો ભારે અફસોસ કરતા હોય છે.
જેમ કૂતરો રામાન્તરના અથવા અન્ય વિભાગના શ્વાનને જોઈને અત્યન્ત ક્રોધાયમાન થતો ભસવા લડવા માંડે છે અને પરસ્પર પગાદિકના પ્રહારો શરૂ થાય છે તેમ તે નારકો વિર્ભાગજ્ઞાનના બલથી એકબીજાને જોઈ તીવ્ર ક્રોધવાળા થયા થકા, શ્વાનની જેમ વૈક્રિયસમુઘાતવડ મહાભયાનક રૂપોને વિમુર્તીને, પોતપોતાના નરકાવાસમાં ક્ષેત્રનુભાવજનિત, પૃથ્વીપરિણામરૂપ લોહમય ત્રિશૂલ, શિલા, મુગર, ભાલા, તોમર, અસિપટ્ટ, ખ, યષ્ટિ, પરશુ વગેરે વૈક્રિયજાતિનાં શસ્ત્રોથી તથા સ્વહસ્તપાદ–દેતદ્વારા પરસ્પર લડાઈઓ–પ્રહારો કરે છે, તેથી તે જીવો હણાયા થકા વિકત અંગોવાળા થઈને કસાઈખાનામાં પડેલા પાડાઓની સ્થિતિની જેમ ગાઢ વેદનાથી નિઃશ્વાસ લેતા, રુધિરના કીચડમાં આલોટતા મહાદુઃખ ભોગવે છે.
આ પ્રમાણે અન્યોન્યકૃત પ્રહરણવેદના સમજવી.
ઉપર કહેલી એ સર્વ વેદના મુખ્યત્વે શર-પ્રહારફત હોવાથી તે પ્રથમની પાંચ નારકીમાં જ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org