________________
૨૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વાદળું ન હોય, એ વખતે છત્રરહિત, અત્યન્ત પિત્તની વ્યાધિવાળા પુરુષને, ચોતરફ પ્રજ્વલી રહેલા અગ્નિના તાપ વચ્ચે જે પીડા ઉત્પન્ન થાય, એ કરતાં પણ અનન્તગુણી ઉષ્ણવેદના નરકમાં વર્તતા નારકના જીવોને થાય છે.
કદાચ જો એ વેદના સહતા નારકીઓને ત્યાંથી ઉપાડીને કિંશુક સરખા લાલચોળ જલતા એવા ખદિરના (ખેરના) અંગારાના ઢગલા ઉપર મૂકવામાં આવે અને ફરી પાછું તે અંગારાઓને ખૂબ તપાવવા ફુકવામાં આવે, તો પણ એ જીવો [ચંદનથી લિપ્ત થએલા, મૃદુ પવન ખાવાથી અનુપમ સુખને વેદનારા પુરુષની જેમ સુખ પામતા નિદ્રાવશ પણ થઈ જાય છે. એટલે કે નરકની અનુપમેય ગરમીના અનુભવ આગળ, ખદિર અંગારા તો (મહાગરમીથી રીઢી થએલી કાયાને) ઠંડા લાગે છે. વિચારો ! નારકજીવોને ભોગવવી પડતી એ ગરમી કેવી હશે? નારકોનું નરકમાં માત્ર પોતાનું (નરકાવાસાઓનું) ઉત્પત્તિસ્થાન જ હિમ જેવું શીતળ હોય છે. બાકીની સમગ્ર ભૂમિ ખદિરના અંગારા કરતાં પણ અત્યન્ત ઉષ્ણ હોવાથી તેની તીવ્ર વેદના અનુભવવી પડે છે.
પ્રથમ પ્રભામાં ઉsણવેદના અતિતીવ્ર છે, તેથી અધિક ઉણવેદના અતિતીવ્રતરપણે શર્કરપ્રભામાં, તેથી અધિક અતિતીવ્રતમપણે વાલક પ્રભામાં છે. ચોથી પંકપ્રભામાં ઉપરિતન ભાગે વર્તતા થોડા નરકાવાસાઓમાં ઉષ્ણવેદના અને નીચેના થોડા નરકાવાસાઓમાં શીતવેદનાનુભવ છે, પાંચમી ધૂમપ્રભામાં થોડા નરકાવાસાઓમાં શીતવેદના અને નીચે થોડામાં ઉષ્ણવેદના. આ વેદના ચોથી પૃથ્વીની અપેક્ષાએ ઉત્તરોત્તર અનંતગણી એટલે કે તીવ્ર તીવ્રતર તીવ્રતમપણે સમજવી–જાણવી. છઠ્ઠી તમ પ્રભામાં કેવલ મહાશીત વેદના જ, તે પણ પાંચમી કરતાં અતિતીવ્રતર જાણવી, તે કરતાં પણ સાતમી તમસ્તમાં પૃથ્વીમાં મહાશીતવેદના છે તે તેથી પણ અતિતીવ્રતમ છે.
રૂ. સુધા– ભૂખ તો પ્રતિક્ષણે જીવતી જાગતી જ બેઠી હોય છે. વળી એઓનો જઠરાગ્નિ એટલો બધો પ્રદીપ્ત હોય છે કે, વારંવાર નંખાતા, સૂકા કાષ્ઠો વડે પ્રજ્વલિત રહેતા અગ્નિની જેમ, અતિતીવ્ર સુધાગ્નિવડે સદા દહ્યમાન ઉદર–શરીરવાળા રહે છે. તેઓ સમગ્ર જગત્ વર્તી અન્ન-વૃતાદિ પુગલોનો આહાર કરે, તો પણ તેઓ તૃપ્તિ પામે જ નહિ, પણ ઉલટું અશુભકર્મના ઉદયથી અમનોજ્ઞ પુગલ ગ્રહણથી તેની ક્ષુધા વધતી જ જાય છે.
૪. વૃ – એમની તરસ તો સદેવ કંઠ, ઓષ્ઠ, તાળુ અને જિદ્વાદિકને શોષી નાંખનારી, સઘળાએ સમુદ્રના અગાધ જળનું પાન કરતાં પણ શાન્ત ન થાય એવી હોય છે.
૬. ર ()– એઓની દુઃખદાયી ખરજની ચળ એવી હોય છે કે તેને કરવત કે છરીથી ખણવા છતાં પણ શાન્ત થાય નહિ
૬. પરવશતા– એઓની પરાધીનતા આપણાથી અનન્તગુણી ત્રાસદાયક છે.
૭. ગર–એટલે એઓનો જ્વર-તાવ અત્યન્ત ઉગ્ર, પણ આપણાથી અનન્તગુણો દુઃખદાયક અને જીવિત પર્યન્ત રહેનારો છે.
1. સદ–૬. શોવ૧૦. મ– એટલે શરીરે દાહ, શોક વિલાપ અને ભય એ ત્રણે વેદનાઓ આપણા કરતાં તેઓને અનન્તગુણી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org