________________
देवोनुं भवधारणीय तथा उत्तरवैक्रिय शरीर
શબ્દાર્થ
ભવધાનિ=ભવધારણીય પ્રસા=પૂર્વે કહેલી એ વિવિ વૈક્રિય
મેવિ પુત્તરેલું—ત્રૈવેયક અનુત્તરમાં ઉત્તરવેડવિયા ઉત્તરવૈક્રિય નથી નથી
ગાથાર્થ— વિશેષાર્થવત્. ।।૧૪૨॥
વિશેષાર્થ એ પ્રમાણે દેવોનાં ભવધારણીય વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટમાન કહીને હવે દેહલીદીપક ન્યાયથી ઉદ્મોસ શબ્દથી તે દેવોનું ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિયદેહમાન કેટલું હોય ? તે કહે છે.
Jain Education International
३०३
ગ્રન્થકારે ગાથામાં જણાવ્યું કે–અમે ઉક્ત સ્થિતિ ભવધારણીય શરીરની કહી, તો એ ભવધારણીય એટલે શું ? તે સમજી લઈએ.
ભવધારણીય શરીર
સુરૈર્તવાળુઃસમાÄિ યાવતુ સતતં ધાર્યને અસૌ મવપર્યન્ત થાળીયું વેતિ મવધાળીયમ્ । પોતાનાં આયુષ્યની સમાપ્તિ સુધી દેવો સતત ધારણ કરી રાખે અથવા સમગ્ર ભવ સુધી જે રહેવાવાળું હોય તે ભવધા૨ણીય કહેવાય. દેવોનાં ભવપ્રત્યયિક (ભવધારણીય) શરીર અને ઉત્તરવૈક્રિય શરીર વચ્ચે તફાવત રહેલો છે. જો કે પૂર્વભવમાં બાંધેલા વૈક્રિય શરીરનામકર્મના ઉદયથી તેઓને પ્રાપ્ત થયું હોય છે તેથી ભવધારણીય વૈયિ શરીર એવી રીતે સંબોધી શકાય છે, પરંતુ ઉત્તરવૈક્રિય માટે તેમ થતું નથી, તે શરીર તો ભવપરત્ત્વ પ્રાપ્ત થયેલું હોય છે. વળી ભવધારણીય વિશેષણ આપી શું સમજાવે છે કે આ શરીર જન્મકાળના હેતુરૂપ છે, વળી તે તે દેવના યથાયોગ્ય આયુષ્યકાળ પર્યન્ત રહેવાવાળું છે. વધુમાં દેવે રચેલાં વૈક્રિયવર્ગણાનાં પુદ્ગલોથી બનેલાં ઉત્તરવૈક્રિય શરીરનો મર્યાદિતકાળ પૂર્ણ થયે તરત જ પુનઃ મૂલ શરીરમાં દાખલ થઈ જવું પડે છે અને દેવોનાં ચ્યવનકાળ પર્યન્ત પણ એ જ શરીર હોય છે. આ પ્રમાણે ભવાશ્રયી મુખ્ય પ્રધાન જે શરીર તે ભવધારણીય શરીર કહેવાય. આ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાઈ ગઈ છે. હવે ઉત્તરવૈક્રિયની વ્યાખ્યા સમજાવે છે. ઉત્તરવૈક્રિય શરીર–
वैक्रियमिति–विशेषा-विविधा क्रिया सहजशरीरग्रहणोत्तरकालमाश्रित्य क्रियते इति उत्तरवैक्रियम्। સ્વાભાવિક—ભવધારણીય શરીર ગ્રહણ સિવાયના સમયમાં વિવિધ પ્રકારની ક્રિયા–આકૃતિને કરવાવાળું હોય તેને ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે. દેવોને આ ઉત્તર વૈક્રિયશરીર લબ્ધિપ્રત્યયિક, તદ્ભવાશ્રયી પ્રાપ્ત શક્તિવાળું છે. પૂર્વે કરેલ વ્યુત્પત્તિ અનુસાર આ ઉત્તરવૈક્રિય શરીરની રચના અનેક પ્રકારે ઇચ્છાનુકૂલ થઈ શકે છે. એક હોઈ અનેક થાય છે,અનેક હોઈ એક થાય છે, ભૂચર હોઈ ખેચર થાય છે, ખેચ૨ થઈને ભૂચર પણ તરત થઈ શકે છે. નાનામાંથી મોટું—મોટામાંથી નાનું, ભારે હોઈ હલકું—હલકું હોઈ ભારે થાય, દૃશ્ય હોઈ અદૃશ્ય, અદૃશ્ય હોઈ દશ્ય થાય છે, એમ હરકોઈ પ્રકારની અદ્ભુત, જાતજાતની વિવિધ અને વિચિત્ર ક્રિયાઓરૂપે આકૃતિઓ કરવાવાળું આ શરીર હોય છે. અને તે વૈક્રિયવર્ગણાનાં પુદ્ગલોથી જ થઈ શકે છે. ઉક્ત બન્ને શરીરો સ્વસ્વકાળ પૂર્ણ થયે વિસ્રસા પુદ્ગલવત્ વિલય પામવાનાં સ્વભાવવાળાં હોય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org