________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાંધાર્થ— વિશેષાર્થવતું. ૧૫૧
વિશેષાર્થ– સંમૂચ્છિમતિર્યંચો ભવનપતિ તથા વ્યત્તરનિકાયને વિષે ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યોતિષ્ઠાદિ (સૌધર્મ-ઇશાન) નિકાયમાં ઉત્પન્ન થતા નથી; કારણકે તેઓનું ઉપજવું પલ્યોપમના અસંખ્યાતમાભાગ આયુષ્યવાળા દેવોમાં હોય છે. સંમૂચ્છિમ તિર્યંચની આથી આગળ ગતિ જ નથી. [૧૫૧]
_* अष्टमगतिद्वारे प्रकीर्णकाधिकारः । અવતરણ પૂર્વે ગતિ–સ્થિતિ આધારે તે તે જીવોની સ્થિતિ કહી. હવે અધ્યવસાયાશ્રયી થતી ગતિ જણાવે છે.
बालतवे पडिबद्धा, उक्कडरोसा तवेण गारविया । वेरेण य पडिबद्धा, मरिउ असुरेसु जायंति ॥१५२॥
સંસ્કૃત છાયાबालतपसि प्रतिबद्धा, उत्कटरोषास्तपसा गौरविताः । वैरेण च प्रतिबद्धा, मृत्वाऽसुरेषु जायन्ते (१५२।।
શબ્દાર્થ – વાતિ બાલતપમાં
રેપર્વરથી વિદ્વ=પ્રતિબદ્ધ
મરિd=મૃત્યુ પામીને ઉદ્ભરોસ=ઉત્કૃષ્ટ રોષવાળા
સુરસુ=અસુરોમાં તવે જાવિયાન્નપથી ગૌરવવાળા
નાતિ-જાય છે પથાર્થ વિશેષાર્થવત - ૧૫રા
વિશેષાર્થ વાત = બાલ (અજ્ઞાન) જે તપ, અર્થાત્ બાલ વિશેષણ આપી શું સમજાવે છે કે બાલકની બાલ્યાવસ્થા શૂન્ય છે તેમ આ તપ પણ અજ્ઞાનપણે કરાતો હોવાથી શૂન્ય ગણાય છે. એ બાલતા જિનેશ્વર ભગવંતના માર્ગથી વિપરીત, તત્ત્વાતત્ત્વ, પેયાપેય, ભક્ષ્યાભઢ્યના ભાન રહિત કરાય છે, એ મિથ્યા તપ કહેવાય છે, કારણકે તે તપ સમ્યકત્વ (સાચા શ્રદ્ધાન) રહિત હોય છે, એ તપથી આત્મા કદાચ સામાન્ય લાભ ભલે મેળવી જાય પણ અંતે આત્માને હાનિકારક હોવાથી નિષ્ફળ છે. જે તપમાં નથી હોતું ઇન્દ્રિયદમન, નથી હોતો વર્ણ—ગંધ-રસ–સ્પશદિ વિષયોનો ત્યાગ, નથી હોતું અધ્યાત્મ, નથી હોતી સકામ નિર્જરા, ઉલટું પુષ્ટિકારી અન્ન લેવું, ઇન્દ્રિયને સ્વેચ્છાએ પોષવી, વિષયવાસનાઓનું વધુ સેવન, હિંસામય પ્રવૃત્તિવાળા એવા “પંચાગ્નિ આદિ તપો એ બાળપ છે; તત્ત્વથી જીવહિંસાના હેતુરૂપ છે તથાપિ તેના ધર્મશાસ્ત્રાનુસાર બાહ્યદૃષ્ટિએ કિંચિત્ આત્મદમનને કરનારા તપરૂપ અનુષ્ઠાન હોવાથી સામાન્ય લાભને મળતાં તેઓ દ્વીપાયનષિની જેમ અસુરકુમારાદિ ભવનપતિનિકાર્યમાં ઉત્પન્ન થાય છે.
૨૯૮. સાચો પંચાગ્નિ તપ કોને કહેવાય? चतुर्णा ज्वलतां मध्ये यो नरः सूर्यपञ्चमः । तपस्तपति कौन्तेय! न सत्पञ्चतपः स्मृतम् ।।१।। पञ्चानामिन्द्रियाग्नीनां, विषयेन्धनचारिणाम् । तेषां तिष्ठति यो मध्ये, तद् वै पञ्चतपः स्मृतम् ||२|| [म. भा.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org