________________
३३६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શંકાના સમાધાનમાં જણાવવાનું કે–તે ક્રિયા અવશ્ય હોય; સ્પશદિ વિષયમાં વૈક્રિય શુક્રપુદ્ગલોનું સંક્રમણ દિવ્યપ્રભાવથી જરૂર થાય છે.
બીજી શંકા એ ઉભવે છે કે સૌધર્મ ને ઇશાનદેવોની તાબાની દેવાંગનાઓ શું ઉપરના કલ્પમાં રહેતાં દેવોના સ્પશદિદ્વારા મૈથુનાભિલાષને સંતોષવા જઇ શકે ખરી ? આ શંકા સંબંધી જણાવવાનું કે–પોતપોતાની તાબાની દેવાંગનાઓ ત્યાં જતી નથી. કારણકે તે પર Jદીતા કહેવાય છે. પણ મનુષ્યલોકની ગણિકાની જેવી દેવીઓ પ્રથમના બે દેવલોકમાં પણ હોય જ છે, જેને અપરિગૃહીતા કહેવાય છે અને તે દેવીઓ મૈથુનાભિલાષી દેવોની વિષયવાસનાને જ્ઞાનથી જાણીને પોતાના તરફ આકર્ષાએલા દેવો પ્રત્યે દોડી જાય છે. વિશેષ વ્યાખ્યા ૧૭૨ થી ૧૭૫ ગાથામાં કહેવાશે.
બ્રહ્મ–લાંતક કલ્પના દેવો રૂપ પ્રવિચારક એટલે કે તેમને વિષયની ઈચ્છા થતાં ઉત્તમશૃંગારયુક્ત રૂપોને ઉત્તરવૈક્રિય શરીર બનાવવા દ્વારા વિકુર્તીને દેવીઓ તે અભિલાષી દેવોની પાસે આવે છે ત્યારે તે દેવો કે દેવીઓ સાથે પરસ્પર ક્રીડાયુક્ત તેના વદન, નેત્ર ઉપર એકસરખી દ્રષ્ટિ સ્થાપીને તેના ઉદરાદિ અંગોપાંગનું સારી રીતે નિરીક્ષણ કરતા, પરસ્પર પ્રેમ દશાવતા, વળી અનેક પ્રકારની ચેષ્ટાવાળી તે દેવીના સુંદર, મનોવેધક, કામોદ્દીપક મોહક રૂપને જોઈ દેવીના શરીરમાં શુકસંચય કરતા કામલાલસાની તૃપ્તિ અનુભવતા અત્યન્ત સુખને પ્રાપ્ત કરી, વેદોપશાન્તિને પામે છે.
મહાશુક સહસ્ત્રાર કલ્પના દેવો શબ્દપ્રવિચારક એટલે તે દેવોને વિષયની ઇચ્છા થતાં પૂર્વોક્ત રીતે સુંદર વૈક્રિયરૂપ વિકુવને ઇચ્છિત દેવીઓ પાસે આવીને સર્વનાં મનને આનંદ આપનારાં, અત્યન્ત મોહક અને કામોત્તેજક મધુર ગીત, હાસ્ય-વિકારયુક્ત વચનો બોલે છે. ઝાંઝર આદિ શબ્દપૂર્વક થતા નૃત્યથી પરસ્પર વાણીવિલાસના શબ્દ દ્વારા આ દેવો અત્યન્ત વિષયસુખની વાસનાતૃપ્તિ અનુભવે છે. તે વખતે દેવીના શરીરમાં દિવ્ય પ્રભાવથી શુક્ર સંક્રમણ થઈ જાય છે.
આનત-પ્રાણત-આરણ અશ્રુત કલ્પના દેવો મન:પ્રવિચારી એટલે મનથી-ચિંતન માત્રથી વિષયસુખની ઇચ્છાને તૃપ્તિ કરવાવાળા છે. તે દેવો સૌધર્મ–ઇશાનકલ્પવર્તી અદ્ભુત શૃંગારવાળી દેવીઓ સ્વસ્વસ્થાનમાં રહી થકી, પોતાના સુંદર સ્તનાદિ અવયવોને ઊંચા-નીચા હલાવતી, અંગભંગ કરતી, હાવ-ભાવ દર્શાવતી, પરમ સન્તોષજનક અભિનય કલા વગેરે કરતી. એવી તે દેવીઓને મનચક્ષુથી જોઈને આનતાદિ પ્રમુખ દેવો તૃપ્ત થઈને પરમ વેદોપશાન્તિ મેળવે છે.
પ્રશ્ન –જેમ દેવોને કામતૃપ્તિનો સંતોષ થાય તેમ તે વખતે દેવીઓને પણ તેવો અનુભવ થાય ખરો?
૩૧૮, આ હકીકત એક મહત્ત્વનું સૂચન કરી જાય છે કે વગર સ્પર્શે દૂરથી પણ શુક્રપુગલોનું સંક્રમણ સ્ત્રી શરીરમાં થાય છે. આયુર્વેદ અને આજનું વિજ્ઞાન આ વાતને ટેકો આપે છે.
૩૧૯. કારણકે ક્ષીણકામી અય્યતાન્ત દેવો દેવીનો સ્પર્શ કરતા નથી, આ નિયમ દેવી સંબંધ માટે જ સમજવો; પરંતુ તેઓ પૂર્વભવના સ્નેહવાળી મનુષ્ય સ્ત્રી સાથે તો કદાચિત્ કર્મ–વિચિત્રતાથી લપટાઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org