________________
૨૪૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તથા વ્યન્તર દેવતાઓને પહેલી ચાર વેશ્યાઓ હોય છે. ત્રીજા જ્યોતિષીનિકાયમાં અને ચોથા વૈમાનિકનિકાયના પહેલા બે કલ્પોને વિષે એક તેજોલેશ્યા હોય છે. ત્યારપછીના ત્રણકલ્પોમાં પાલેશ્યા અને લાંતકાદિ ઉપરનાં સર્વકલ્પોના દેવો એક શુકલેશ્યાવાળા જ હોય છે. I/૧૭૬–૧૭૬
વિરોષાર્થ– લેગ્યા એટલે શું? નિ–ન્નિધ્યતે નીવઃ ર્મા સહપરિતિ જોડ્યા: | જીવ જે વડે કર્મ સાથે જોડાય તે વેશ્યા કહેવાય. તેમાં પણ જે કૃષ્ણાદિ દ્રવ્યોના સાહચર્યથી આત્મામાં પરિણામ ઉત્પન્ન થાય તે દ્રવ્યો દ્રવ્યલેશ્યા તરીકે ગણાય છે અને ઉત્પન્ન થતાં પરિણામને ભાવલેશ્યા કહેવાય છે. કર્મના સ્થિતિબંધમાં જેમ કષાય મુખ્ય કારણ છે તેમ કર્મના રસબંધમાં લેશ્યા મુખ્ય કારણ છે.
ગાથાથમાં ભવનપતિ તથા વ્યત્તરનિકામાં ચારે વેશ્યાઓ જણાવી છે, પરંતુ તેમાં વર્તતા પરમાધામી દેવો તો એક કૃષ્ણલેશ્યાવાળા જ હોય છે.
જ્યોતીષી દેવોમાં જે તેજલેશ્યા હોય તે કરતાં સૌધર્મમાંના દેવો વધુ વિશુદ્ધ, તેથી વળી ઈશાનની અધિક વિશુદ્ધિ સમજવી, સનસ્કુમાર–મહેન્દ્ર બાહ્મ કલ્પોના દેવો માત્ર પા લેશ્યાવાળા (પરંતુ ઉત્તરોત્તર વિશુદ્ધ), તેથી ઉપર લાંતકદિ રૈવેયક અને અનુત્તર વગેરે દેવો એક પરમશુકલ લેશ્યાવાળા (ઉત્તરોત્તર વિશુદ્ધિની વૃદ્ધિએ) જાણવા. એથી જ આ દેવોને વધુ નિર્મલ–ઉત્તમ કહેલા
આ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ બહુલતાએ–સામાન્ય કથન છે, અન્યથા તો દરેક નિકાયમાં ભાવના પરાવર્તનને લીધે છએ ભાવલેશ્યાઓ તો હોય છે.
આ લેગ્યાના ભાવો ૨ષપુરુષ યુક્ત જંબૂવૃક્ષના દષ્ટાંતથી જાણવા યોગ્ય છે. પ્રત્યેક લેશ્યા જુદા જુદા વર્ગો અને રસોની ઉપમાવાળી છે. તેમાં પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત, મલિન, દુર્ગંધયુક્ત છે. સ્પર્શથી સ્નિગ્ધોષ્ણ શીત-ઋક્ષ છે એથી તે કલેશ-કષાય કરાવી દુર્ગતિને આપનારી બને છે. જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાઓ ઉત્તરોત્તર અત્યન્ત સુવાસિત, પ્રશસ્ત, નિર્મલ, શુભસ્પર્શી,
૩૨૧. કોઈ છ માણસો અટવીમાં જઈ ચઢયા, ત્યાં ભૂખ્યા થયા. એવામાં એક જાંબુનું ઝાડ દૃષ્ટિએ પડ્યું, એને જોઈને છમાંથી એક કહેવા લાગ્યો કે–આ આખા ઝાડને મૂળમાંથી જ કાપી નાંખીએ તો સુખેથી આપણે શ્રમ વિના જાંબુડા ખાઈએ, એ સાંભળીને બીજો કહે છે કે એમ નહિ, ઝાડને કાપવું એના કરતાં આપણને જાંબુડાનું કામ છે તો એની મોટી મોટી શાખાઓ માત્ર કાપીએ, ત્રીજો કહે છે મોટી ડાળો શા માટે ? નાની ડાળીથી કામ ચાલે તેમ છે માટે નાની ડાળો કાપીએ, ચોથો કહે છે બધી ડાળીઓનો શા માટે નાશ કરવો? એનાં કરતાં જેમાં જાંબુ છે એ જ ડાળીઓ તોડીએ, પાંચમો કહે છે ફક્ત ફળોની જ ઇચ્છા છે તો એકલાં સારાં ફળો જ લઈએ, જ્યારે છઠ્ઠો કહે છે ભાઈ, આવા પાપના કુવિચારો કરી કષ્ટ કરવા કરતાં આ નીચે જ મઝાનાં ફળો પડ્યાં છે, ચાલો એને જ ખાઈએ.
આ દષ્ટાંતમાં પ્રથમના વિચારો તે કૃષ્ણ લેશ્યાના, બીજા વગેરેના અનુક્રમે નીલ, તેજો આદિ લેશ્યાના ભાવો જાણવા. પૂર્વપૂર્ણ પુરુષની અપેક્ષાએ ઉત્તર ઉત્તર પુરુષોના પરિણામ શુભ-શુભતર અને શુભતમ દેખાય છે અને તેથી તેમાં સંકલેશની ન્યૂનતા અને સુકોમળતાની અધિકતા દેખાય છે.
લેશ્યાઓનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાપના, આવશ્યક આદિ સૂત્રો, લોકપ્રકાશાદિક ગ્રન્થો, દિગમ્બરીય ગ્રન્થોમાં સર્વાર્થસિદ્ધિ, ગોમ્મદસાર, બૌદ્ધગ્રન્થ દીઘનિકાયાદિમાં છે. મહાભારત, પાતંજલ યોગદર્શનાદિમાં પણ તેની અમુક કલ્પના મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org