________________
देवो सम्बन्धी संक्षिप्त समजण
३७६ આ જાણીને તેઓ ભારે ઉદ્વેગ પામે છે. સતત ચિંતાતુર રહ્યા કરે છે. અહો ! શું આ લબ્ધિ, વિપુલ વૈભવ, અપાર સુખો, દિવ્યકામ–ભોગો છોડીને મરવું પડશે ? અરે ! માતાના ઉદરમાં માતાનું ઓજ અને પિતાનું વીર્ય એ બને મિશ્રિત આહાર કરવો પડશે? અહો ! અશુચિ અને મહાત્રાસના સ્થાનરૂપ ગભવિાસમાં રહેવું પડશે! આવી ચિંતા કરી કરીને ઝૂરે છે.
૫. દેવલોકમાં સુંદર દેવાંગનાઓના હરણ કરવા વગેરે પ્રસંગે કોઈ કોઈ વખતે ભીષણ સંગ્રામો પણ, ઉદ્દભવે અને ત્યારે પરસ્પર ખૂબ જ તાડના તર્જના થાય છે, પરંતુ દેવો વૈક્રિય શરીરી હોવાથી નિરુપક્રમાયુપી) તેઓનું મૃત્યુ થતું નથી પણ પીડાનો દુઃખદ અનુભવ તો જરૂર થાય જ છે.
. એક ઈન્દ્ર અવે મરે અને તે સ્થાને બીજો તરત જો ઉત્પન્ન ન થાય તો ઇન્દ્ર સરખા સમૃદ્ધ ગણાતા સામાનિક જાતિના દેવો ત્યાંનું શાસન વ્યવસ્થિત રીતે ચલાવે છે.
૭. સમ્યગૃષ્ટિ દેવો ઉત્તમ કુલમાં જન્મ લે છે અને મિદષ્ટિ પ્રતિકૂલ પ્રવૃત્તિના કારણે નીચ કુલમાં જન્મ લે છે.
૮. વર્તમાનમાં દેવ-દેવીઓની જે આરાધના થાય છે તે મોટા ભાગે ભવનપતિ, વ્યત્તર નિકાયના છે, યક્ષ-યક્ષિણીઓ, દિકુમારીઓ, વિદ્યાદેવીઓ, હીં-શ્રી આદિ ષટુ દેવીઓ, સરસ્વતી, ઘંટાકર્ણ, ક્ષેત્રપાલો બધા એ જ નિકાયના છે.
૯. વ્યત્તર ને ભવનપતિના ઇન્દ્રાદિક દેવ-દેવીઓની માલિકીની નગરીઓ આનંદપ્રમોદ કરવાનાં સ્થળો મનુષ્યક્ષેત્ર બહારનાં દ્વીપોને વિષે છે.
૧૦. વર્તમાન દશ્ય પૃથ્વી નીચે બીજી એક અદ્ભુત સૃષ્ટિ રહેલી છે જ્યાં ભવનપતિ અને વ્યસ્તર દેવો વગેરેનાં સ્થાનકો છે.
૧૧. દેવશયાની ઉપર જે દેવદૂષ્ય ચાદર અને તેની ઉપર રહેલાં અને નીચે રહેલા પુદ્ગલોને વૈક્રિયરૂપે પરિણમાવવા તેને દેવ સંબંધી ઉપપાત જન્મ કહેવાય છે.
૧૨. ઇન્દ્રો, ત્રાયશ્ચિંશકો, લોકપાલો, અગ્રમહિષીઓ એ પૂર્વભવમાં કોણ હતા, કેવાં સુકૃત કાર્યોથી તે સ્થાન પામ્યા. તેમની ઉત્પત્તિ, તેમની વિકૃણા શક્તિઓ, તેમની પર્ષદા અને સભાનું વિશદવર્ણન, વિષયસુખોની માદકતા અને ભોગવટાની વ્યવસ્થા, તેમનાં વિમાનો અને પ્રાસાદોની રચના, તેનાં નામો, વિમાનોનું બાહ્યાભ્યન્તર સ્વરૂપ, કલ્યાણકોના પ્રસંગે કેવી રીતે આવે છે? તેમજ તેઓની આંતરિક વ્યવસ્થા અને મયદાઓ ઇત્યાદિ સ્વરૂપ આગમાદિક ગ્રન્થોથી જાણી લેવું.
समाप्तं षष्ठं परिशिष्टम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org