________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | चारे निकायाश्रयी लघुपरिशिष्ट
૧. દેવોનો જન્મ, મનુષ્ય વગેરેનો જન્મ જેમ ગભવિાસમાં રહીને થાય છે તેવી રીતે નથી હોતો પણ દેવલોકમાં દેવોનું જે જન્મસ્થાન છે જેને “ઉપપાતસભા” એ નામથી શાસ્ત્રકારો સંબોધે છે. તે સભામાં વસ્ત્રથી ઢાંકેલી જુદી જુદી અનેક શયાઓ હોય છે ત્યાં દેવ ઉત્પન્ન થાય છે. મનુષ્યની જેમ તેને બાલ્યકાળ, કિશોરકાળ, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા એવી કોઈ જ અવસ્થાઓ ભોગવવાની નથી હોતી પણ ત્યાં તો ઉત્પન્ન થતાં એક અંતર્મુહૂર્તમાં જ બધી પતિ પૂર્ણ કરી યુવા-તરુણ અવસ્થાવાળા બની જાય છે. આ અવસ્થા જીવન પર્યન્ત રહે છે. પછી પૂર્વોત્પન્ન દેવો તેમને સ્નાન કરાવવા માટે “અભિષેકસભા(સ્નાનાગાર)માં લઈ જાય છે. સ્નાનાદિક ક્રિયા પૂર્ણ થતાં તૂર્ત જ તેમને “અલંકારસભામાં લઈ જાય છે, ત્યાં દેવો સુંદરદિવ્ય વસ્ત્રો અને ઉત્તમ શ્રેષ્ઠ અલંકાર પહેરે છે. આમ વસ્ત્રાલંકારથી સુશોભિત બનતાં ચોથી વ્યવસાય” સભામાં લઈ જવામાં આવે છે, જ્યાં વિશાળ પુસ્તક સંગ્રહ હોય છે. તેમની આગળ તે રજૂ કરવામાં આવે છે એટલે બતાવવામાં આવે છે. તે વાંચીને દેવલોકને યોગ્ય વિધિ-નિયમો, આચારપરંપરા અને સ્વકર્તવ્યો અને ફરજોના જ્ઞાનથી દેવ સુમાહિતગાર બને છે. પછી કાર્યકાર્યના નિર્ણયો નક્કી કરે છે. વ્યવસાય સભામાંથી નન્દન વાવડીમાં જઈ સ્નાન કરી પવિત્ર બની, પ્રચૂર ભક્તિપૂર્વક જિનપૂજા કરે છે. ત્યારપછી છેવટે તે જ્યાં આગળ ભોગ–ઉપભોગની એટલે અશનપાનાદિકની તથા મોજશોખની અને દેવાંગનાઓને લગતી વિષયોપભોગની સંપૂર્ણ સામગ્રી તૈયાર હોય છે તેવી “સુધર્માસભામાં જાય છે ને દેવલોક સંબંધી દિવ્યભોગોમાં રત બની પોતાનો સમય પસાર કરે છે.
ઉપર કહેલી પાંચ પ્રકારની ૩પ સભાઓ અનેક દેવોની રાજધાનીઓમાં હોય છે. પરિષદો-દરેકને બાહ્ય, મધ્યમ અને આભ્યન્તર ભેદે ત્રણ ત્રણ પ્રકારની હોય છે. તથા જુદા જુદા દેવોની આ ત્રિપષદો જુદાં જુદાં નામથી અલંકૃત છે.
૨. ભવનપતિ તથા વૈમાનિકના ઇન્દ્રોને સ્વવિમાનરક્ષા માટે ચાર ચાર લોકપાલો હોય છે. તેઓ દેવના વિમાનની ચારે દિશામાં વર્તતા હોય છે. તેમાં વર્તતા લોકપાલોનાં નામો દરેકનાં ભિન્ન ભિન્ન શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યાં છે.
વ્યત્તર અને જ્યોતિષીમાં તો આ લોકપાલની જતિ જ નથી એટલે ત્યાંના ઇન્દ્રોને લોકપાલો કયાંથી હોઈ જ શકે?
૩. ભવનપતિથી લઈ ઇશાનેન્દ્ર સુધીના ઇન્દ્રોની તથા લોકપાલોની પટરાણીઓનાં તથા૫૪૮૮ ગ્રહોનાં અને ઇન્દ્રોના સેનાપતિઓનાં નામો શ્રી સ્થાનાંગસૂત્રમાંથી જાણી લેવાં.
૪. દેવો પોતાના અવનને એટલે મૃત્યુને, છ માસ બાકી રહે ત્યારે નીચેના કારણોથી જાણે છે. મૃત્યુકાળ નજીક આવે ત્યારે યુવાવસ્થા’ પલટાતી જાય છે તેથી બળ અને ક્રાંતિમાં હૃાસ અનુભવે છે. કલ્પવૃક્ષો જ્ઞાન અને કંપિત થતાં, સ્વતેજોલેશ્યાહીન થતાં, કંઠની અમ્લાન પુષ્પમાલા પ્લાન–કરમાતાં, દૈન્ય ને તન્દ્રાનો આવિભૉવ થતાં વારંવાર અરતિ થતાં નવીન દેવને દેખીને જે હર્ષ થતો તેને બદલે ખેદ થવા માંડતાં તેઓ શંકાશીલ બને છે અને અવધિજ્ઞાનના બળે સ્નાયુષ્યનો અત્તિમકાળ જાણે છે.
૩૫૩. અહીં સભા શબ્દ સ્થાનસૂચક છે પણ પરિવારસૂચક નથી, તેથી સભા અને પરિષદ બંને ભિનાર્થક સમજવા. પરિષદથી પરિવાર સૂચિત છે.
૩૫૪. અદ્યાશી ગ્રહોના નામોની મૌલિકતા માટે નિર્ણય થઈ શક્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org