________________
૨૭
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અદષ્ટ એવા સ્થાનની કલ્પના કરવા સુધી દોડવું પડે ?
ઉત્તર-ચક્રવર્તી આદિ મનુષ્યો ભલે સુખી છે પણ સર્વથા સુખી તો નથી જ. જ્યારે આપણે તો પ્રકૃષ્ટ પુણ્યનું ફળ માત્ર સુખ જ હોય એવું સ્થળ જોઈએ છે. ત્યારે ચક્રવર્તી એવા નથી કે જ્યાં દુઃખો ન હોય. માનવજાત ઈનિષ્ટના વિયોગ, સંયોગ, જરાવસ્થા, રોગ-શોકાદિકથી કંઈને કંઈ દુઃખી હોય જ છે. આયુષ્યથી પણ કંગાળ સ્થિતિ ભોગવે છે. ત્યારે એવી યોનિ-જન્મ કે સ્થાન અવશ્ય હોવું જ જોઈએ કે જ્યાં કેવળ સુખ જ વર્તતું હોય, તેવું સ્થાન દેવયોનિ જ છે. જ્યાં નથી રોગ, પ્રાયઃ નથી પ્રતિકૂલ સંયોગો, જ્યાં અપાર સમૃદ્ધિ અને અખૂટ વૈભવો ભય છે. નિત્ય યુવાવસ્થા ને પલ્યોપમ અને સાગરોપમકાળ જેવડાં દીર્ઘ આયુષ્યો છે. માનવસુલભ તુચ્છતા અને પામરતાનો તો જ્યાં સર્વથા અભાવ છે અને જ્યાં પૌગલિક સુખની પરાકાષ્ઠા વર્તે છે.
જગતમાં જેમ એક પાઈ સુખી, બે પાઈ સુખી, એમ એક આની સુખી, બે આની સુખી એમ વધતાં વધતાં સોગુણા, હજારગણા સુખી એમ પૌગલિક સુખની અંતિમ પરાકાષ્ઠાવાળા જીવો પણ હોંવા જ જોઈએ. અને એ જ્યારે દષ્ટ દુનિયામાં ન દેખાતા હોય ત્યારે તેઓનું કોઈ સ્થળ તો માનવું જ પડશે, અને તેવું જે સ્થળ, તે જ દેવલોક.
વળી સૂર્ય, ચન્દ્ર તો પ્રત્યક્ષ દેખાય જ છે અને એ શું છે? એ દેવનાં તેજસ્વી રત્નમય ગમનશીલ વિમાનો જ છે અને વિમાન છે તો તેનો વિમાની અવશ્ય હોય જ છે, ને જે વિમાની તે જ દેવ.
વળી કેટલાક તપસ્વીઓને તપોબળના પ્રભાવે દેવ પ્રત્યક્ષ થયાના ઘણા દાખલા સાંભળીએ છીએ, વિદ્યા મંત્ર-યંત્રના પ્રભાવથી પણ દેવ પ્રત્યક્ષ થયાના અને તે દ્વારા અનેક કાર્યસિદ્ધિઓ થયાના શતશઃ દાખલાઓ સંભળાય છે, ને વર્તમાનમાં પણ વિશુદ્ધ અનુષ્ઠાન-ક્રિયાનાં બળથી દૈવિક સહાય અને સિદ્ધિઓ મેળવ્યાના તથા સ્વપ્નમાં દર્શન કે વાતચીત કર્યાના દાખલા પણ સાંભળીએ છીએ. વળી મનુષ્યોમાં ભૂત-પ્રેત–જીન–ઝંડના વળગાડવાળાઓ જોઈએ છે, તો તે શું છે? તે દેવપ્રવેશ જ છે. અન્યથા જે વસ્તુનું મૂળ વ્યક્તિને જ્ઞાન નથી હોતું, એવી અજ્ઞાત વસ્તુઓ અને ગુપ્ત રહસ્યોને (વળગાડ બાદ) કયાંથી કહી શકે છે? વળી તપ-જ્ઞાનાદિક ધર્મની ક્રિયાનું ઉત્કૃષ્ટ ફળ ભોગવવા માટે પણ આવી ગતિનું અસ્તિત્વ સ્વીકારવું જ પડશે અને ‘સેવ' એ ઘટ પદની જેમ વ્યુત્પત્તિમાન વિશુદ્ધ પદ છે માટે દેવ’ જેવી વ્યક્તિઓ અદષ્ટ લોકમાં હોવી જ જોઈએ.
ઉપરનાં બધાં કારણો વિચારનાર આસ્તિક વ્યક્તિઓને દેવગતિના અસ્તિત્વ વિષે કશી શંકા રહેશે નહિ.
વૈમાનિકનિકાયવર્તી નવ લોકાન્તિક દેવો છે તે પાંચમા બ્રહ્મકલ્પવર્તી ત્રીજા રિઇ નામના પ્રતરે આવેલી અષ્ટકણરાજીઓના મધ્ય મધ્ય ભાગે આવેલાં વિમાનોને વિષે વસે છે. તેઓને ૩૫°એકાવતારી કહેલા છે ને તેથી જ તેઓનું લોકાન્તિક' નામ પણ સાન્તર્થક ગણાય છે. વળી વિષયવાસનારહિત હોવાથી તેમને ‘દેવર્ષિ શબ્દથી પણ સંબોધાય છે. આ દેવોમાં નાનામોટાનો વહેવાર ન હોવાથી સર્વ અહમિન્દ્ર છે. તેઓ તીર્થકરોના ગૃહત્યાગ કરવાના સમય અગાઉ આવી પ્રભુને વંદન કરી, ધર્મતીર્થપ્રવર્તન ૫૧ કરવાની વિનંતિ કરે છે. આ તેમનો શાશ્વતિક આચાર છે.
૩૫૦. મતાંતરે સાત-આઠ ભવ.
૩૫૧. બૌદ્ધોના વિનયપિટકમાં બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ બાદ સહપતિબ્રહ્મા આવીને લોકકલ્યાણાર્થે ઉપદેશ આપવાની પ્રાર્થના કરે છે એવું કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org