________________
छठु परिशिष्ट अने स्वर्गलोकनी सिद्धि
३७५
श्रीकलिकुण्डपार्धनाथ स्वामिने नमः
# વોથી વૈમનસ્ક્રનિહાથથી છઠું શિદ (૬) જ સ્વર્ગલોક છે ખરો?
આજની સુધારેલી કહેવાતી, બુદ્ધિપ્રધાન હોવાનો દાવો કરતી માનવજાત જેટલું પ્રત્યક્ષ દેખાય કે પ્રયોગથી સિદ્ધ થાય તેના જ અસ્તિત્વને માનવા ટેવાયેલી છે. એમાં પશ્ચિમના શિક્ષણ સંસ્કારોએ પણ ભાગ ભજવ્યો છે, પણ જેટલું પ્રત્યક્ષ દેખાય છે તેટલું જ સાચું અને બાકીનું બધું ખોટું, આવી માન્યતા તો, એવું માનનારને પણ અનેક પ્રસંગે બાધક થાય તેમ છે, એમ છતાં ખાસ કરીને ધાર્મિક બાબતોમાં આ માન્યતાને મહત્વનું સ્થાન આપે છે અને તેની આડ ધરે છે, પણ ઊંડાણથી વિચાર કરવામાં આવશે તો આત્મહિતાહિતની બાબતમાં આ માન્યતા ખરેખર આત્મઘાતક જ દેખાશે.
ભારતીય-જૈન, વૈદિક અને બૌદ્ધ આ ત્રણેય પરંપરામાં પરલોકનું અસ્તિત્વ સ્વીકારાયેલું છે, તો શું ત્રણેય સંસ્કૃતિના પ્રણેતાઓ, વારસદારો અને વાહકો બધાય વિચારશૂન્ય હશે? નહીં જ. આજની દુનિયાના ભેજાં જ બુદ્ધિશાળી છે ને ભૂતકાળના ન હતાં એમ કોઈ કહી શકશે ખરું? હરગીજ નહીં. અસ્તુ.
બીજી વાત તેઓ એ કરે છે કે–નરક અને સ્વર્ગ એ તો શાસ્ત્રો કે ધર્મગુરુઓએ ઊભી કરેલી કલ્પિત બાબતો છે. તેઓએ “નરક' બતાવવા દ્વારા લોકો સમક્ષ મોટો હાઉ (ભયંકર ભય) ઊભો કર્યો છે અને સ્વર્ગ બતાવવાદ્વારા મોટું પ્રલોભન બતાવ્યું છે. આ તો જનતાને ધર્મમાં ખેંચવા માટેની તેઓની એક ચાલ છે. બાકી. વાસ્તવિક રીતે જોઈએ તો સ્વર્ગ કે નરક જેવી કોઈ ચીજ છે જ નહીં. જે છે તે આ બધું સગી આંખે દેખાય છે તે જ છે. તે સિવાયની બીજી સૃષ્ટિ જ નથી અને તેથી પરલોકની જે વાતો છે તે મિથ્યા છે.
પરંતુ આ ધર્મશાસ્ત્ર તત્ત્વજ્ઞાન કે વાસ્તવિક વિચારણાથી અનભિજ્ઞ તથા સંસારરસિકોની કલ્પનામાત્ર છે.
સર્વજ્ઞોએ ચાર ગતિ બતાવી છે. ૧ મનુષ્ય. ૨ તિર્યંચ, ૩ દેવ, ૪ નારક. એમાં પ્રથમની બે પ્રત્યક્ષ છે અને પછીના બે પરોક્ષ છે. પ્રથમની બે માટે આ લોક શબ્દ વપરાય છે અને પછીની બે માટે * શબ્દ વપરાય છે. - વિશ્વના પ્રાણીઓની તમામ પ્રવૃત્તિને અંતે એમને સુખ અને દુઃખ એ બેનો જ અનુભવ થતો નજરે પડે છે, અને એ સુખ-દુઃખના અસંખ્ય પ્રકારો પડી શકે, પણ તેને બે કે ત્રણ વિભાગમાં વહેંચીએ અને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ રીતે વહેંચાય. જઘન્ય સુખનું સ્થાન તિર્યચોમાં, મધ્યમ મનુષ્યોમાં અને ઉત્કૃષ્ટ દેવલોકમાં રહેલું છે. - હવે ચારે ગતિના જીવો હંમેશા શુભાશુભ, પુણ્ય–પાપ, ધર્મ કે અધર્મ, સારી કે નરસી બંને પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો તેનાં ફળો ભોગવવાનાં સ્થાનો પણ જોઈશે જ ને ! (અહીં નરકની સિદ્ધિની વાત નથી તેથી તેને છોડી દઈને માત્ર દેવલોકની સિદ્ધિ અંગે જ વિચાર કરીશું.)
એક જીવે જઘન્ય યા ઉત્કૃષ્ટ શુભ કે સુકત કર્મ કર્યું. તો તેનાં ફળો ભોગવવાનાં સ્થાનો અવશ્ય હોવાં જ જોઈએતો જઘન્ય ફળ ભોગવવાનું સ્થળ મનુષ્ય તથા તિર્યંચ ગતિ છે અને પ્રકૃષ્ટ ફળ ભોગવવાનું સ્થળ દેવગતિ છે.
પ્રબ—તો શું આ લોકમાં ચક્રવત્યદિની સાહ્યબીને ભોગવનારા પ્રકૃષ્ટ સુખી ન કહેવાય કે જેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org