________________
कया जीवो कयो आहार ग्रहण करे??
३११
લોમાહાર– શરીરપયપ્તિ પૂર્ણ થતાં લોમાહાર ગ્રહણ યોગ્ય અમુક અંશે શરીર–શક્તિ ખીલી હોય છે, તેથી તે શરીરપયપ્તિએ પર્યાપ્ત થયા બાદ જીવો સ્પર્શેન્દ્રિય વડે જ લોમહારનું ગ્રહણ (જાણતાં અજાણતાં) કરે છે. આ આહાર પર્યાપ્ત અવસ્થામાં થતો હોવાથી માવજીવપર્યન્ત સતત હોઈ શકે છે.
વળી આ લોમાહાર (રોમ—રુંવાડા દ્વારા આહાર) શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા અને મતાંતરે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિય, નારક તથા દેવોને હોય છે, બાકીનાં શરીર પયપ્તિએ પર્યાપ્તા, સ્વયોગ્ય સર્વપતિએ પર્યાપ્તા વિકલેન્દ્રિયો અને પંચેન્દ્રિય સર્વ જીવો લોમાહારી તથા પ્રક્ષેપાહારી બને હોય છે. એમાં લોમાહાર સતત ચાલુ હોય અને પ્રક્ષેપાહાર એટલે કવલાહાર કદાચિત હોય અથવા ન પણ હોય (એટલે પ્રક્ષેપાહારનો ગ્રહણ કાલ પણ લોમાહારવત્ છે.)
ઉપર જણાવ્યા મુજબ લોમાહાર પર્યાપ્તાવસ્થામાં સઘળાએ જીવોને યાજજીવપર્યન્ત સમયે સમયે ચાલુ જ હોય છે. જો ત્રણમાંથી એક પણ આહાર સતત ન હોય તો જીવને સમયે “ સમયે આહારી કહ્યા તે ન રહે, અને તેથી મધ્યે મળે અનાહારકપણું આવી જાય; અને તે ઘટિત નથી.
શંકા- કોઈને શંકા થાય કે–દેવ–નારકાદિકને સમયે સમયે લોમાહારી કહ્યા તો દેવાદિકના આહારનું જે વિશિષ્ટ અત્તર પૂર્વે રાખવામાં આવ્યું છે તે કેમ ઘટશે?
સમાધાન-મનોમણી દેવોનો સતત જે લોમાહાર તે સામાન્ય અનાભોગપણે જાણવો. જ્યારે તેઓને જે અમુક દિવસ કે પક્ષાન્તિક આહાર તે વિશિષ્ટ અને આભોગ (ઇચ્છા) પૂર્વક જાણવો (જે હવે પછીની ગાથામાં જ કહેવાશે). દેવો મહાન પુણ્યોદયથી મનથી કલ્પિત સ્વશરીરપુષ્ટિજનક, ઈષ્ટ આહારના શુભ મુગલોનું સમગ્ર સ્પર્શેન્દ્રિય–કાયાથી ગ્રહણ કરી શરીરપણે પરિણમાવે છે. જ્યારે નારકોને તેવી જ રીતે પણ મહાપાપના ઉદયથી અશુભ મુગલોનું ગ્રહણ–પરિણમન હોય છે. આ પ્રમાણે એકેન્દ્રિયાદિકને વિષે આભોગ અનાભોગપણે સામાન્ય તથા વિશિષ્ટ આહાર ગ્રહણ વિચારી લેવું. આ પ્રમાણે દેવ–નારક-એકેન્દ્રિયો પ્રક્ષેપાહારી હોતા નથી.
પ્રક્ષેપાહાર દેવ–નારકી–એકેન્દ્રિય જીવ વિના, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ-મનુષ્ય એ સર્વ જીવોને ઇચ્છા થતાં પ્રક્ષેપાહાર (કવલ)નું ગ્રહણ હોઈ શકે છે. આ નિયમ નિશે ન સમજવો, પરંતુ કદાચિત હોય, કદાચિત ન પણ હોય, એમ સંભાવના સમજવી; કારણકે સર્વદા સતત પ્રક્ષેપાહાર ચાલુ હોય એમ બનતું જ નથી.
અહીં દેવ, નારકી અને એકેન્દ્રિય જીવોનો નિષેધ એટલા માટે છે કે આ પ્રક્ષેપ–કવલાહાર જેને મુખ હોય તેને અથવા ભવસ્વભાવે ઘટિત હોય તો સંભવે. એકેન્દ્રિયોને મુખ જ નથી ને દેવો અને નારકો વૈક્રિયશરીરી હોવાથી મુખ છતાં પરમપુન્યોદયે પામેલા ભવના કારણે મુખદ્વારા આહાર ગ્રહણ કરવાની ક્રિયાની ઉપાધિ હોતી જ નથી. આથી તે બધાય લોમાહારી જ છે. [૧૮૪]
અવતરણ—હવે કઈ કઈ જાતનો આહાર, કયા કયા જીવ ગ્રહણ યોગ્ય છે? તે જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org