________________
३१५
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
anfartigiana ઓજ આહાર–દેવો સિવાયના જીવોને અનાભોગિક. લોમ આહાર–સર્વ જીવોને અનાભોગિક અને આભોગિક બેય પ્રકારે.
પ્રકોપ (કવલ) અને મનોભક્ષણરૂપ આહાર-બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વને આભોગિક જ હોય છે. જીવો અનાભોગિકપણે આહાર ગ્રહણ જીવનપર્યત અવિરતપણે કરતા જ હોય છે, જ્યારે આભોગિક માટે તેવું નથી હોતું. [૧૮૬]
અવતાર–પૂર્વે દેવગતિ આશ્રય આહારમાન કહ્યું. હવે આહારના પ્રકરણમાં જ રહેલી નરક, તિર્યંચ તથા મનુષ્યગતિ આશ્રયી આહારનું કાલમાન જણાવે છે.
तह विगलनारयाणं, अंतमुहत्ता स होइ उक्कोसो । पंचिंदितिरिनराणं, साहाविय छट्ठ अट्ठमओ ॥१८७॥
સંસ્કૃત છાયાतथा विकलनारकाणां, अन्तर्मुहूर्तास भवति उत्कृष्टः । पञ्चेन्द्रिय-तिर्यङ्नराणां, स्वाभाविकः षष्ठादष्टमात् ॥१८७||
શબ્દાર્થ તદ તેમજ
છઠ્ઠ છઠ્ઠથી બે દિવસે સાહવિયસ્વાભાવિક
મો=અષ્ટમથી–ત્રણ દિવસે વાયાર્થ– વિશેષાર્થવત્ સુગમ છે. ૧૮૭
વિશેષાર્થ બેન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય એ વિકસેન્દ્રિય જીવો તથા નારકો આહારના સતત અભિલાષી હોવાથી એક વાર આહાર ગ્રહણ કર્યા પછી બીજીવાર તેઓને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તને આંતરે વિશિષ્ટ આહારની ઇચ્છા થાય, (બાકી સામાન્ય આહાર તો જીવ માત્રને સમયે સમયે ચાલુ છે.) પંચેન્દ્રિય તિર્યંચને આહારેચ્છા સ્વાભાવિક રીતે ઉત્કૃષ્ટ છઠ્ઠ એટલે બે અહોરાત્રિ (૪૮ કલાક)ને આંતરે થાય, અને પંચેન્દ્રિય મનુષ્યને ત્રણ અહોરાત્રિને (૭૨ કલાકે) અન્તરે આહારેચ્છા થાય. પરંતુ આ ઉત્કૃષ્ટ આહાર અત્તર તે સુષમસુષમ કાલમાં ભરત ઐરાવત, દેવકુ ઉત્તરકુરુ ક્ષેત્રવત ત્રણ પલ્યોપમાયુષી મનુષ્ય તિર્યંચોનું જાણવું, પણ બીજાનું નહીં જાણવું. વળી છઠ્ઠ, અઠ્ઠમે જે આહારગ્રહણ કહ્યું તે સ્વાભાવિક રીતે એટલે જ્યારે તપ-રોગાદિનો અભાવ હોય તો જ સમજવું, પણ તપ-રોગાદિનો સંભવ હોય તો દિવસોના દિવસો સુધી આહારગ્રહણ હોતું નથી.
અત્યારના સામાન્ય તિર્યંચ મનુષ્યોને અંતમુહૂર્ત અથવા અનિયતપણે પણ આહારાભિલાષા થાય, પરંતુ તપ-રોગાદિ ન હોય તો; કારણકે તપાદિ કારણે તો છ છ માસ સુધી આહાર ગ્રહણ હોતું નથી.
૩૩૬. સ્વાભાવિકનો અર્થ સંગ્રહણી ટીકાકારે “તપ–રોગાદિનું કારણ ન હોય ત્યારે એવો કર્યો છે પરંતુ યુગલિક મનુષ્યતિર્યંચને તેવો તપ કે રોગનું કારણ હોતું તો નથી, તો તેઓનું આ લખાણ ક્યા પ્રબલ કારણે હશે ? તે જ્ઞાનીગમ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org