________________
३७२
સાદું–સીધું તરવાનું ત્રિકોણાકાર—જલયાન સાધન.
ભવનપતિનો ‘પલ્યાકારે’ તે લાટ દેશમાં વપરાતું ધાન્ય માપવાનું પાસું સાધન વિશેષ. જે ઊંચું હોવા સાથે નીચેથી જ વિસ્તારવાળું અને ઉપર ભાગે કંઈક માંકાં હોય છે.
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
વ્યન્તરહેવનો અવધિક્ષેત્રાકાર પડહાકારે, તે એક જાતનો લાંબો ઢોલ, જે ઉપર નીચે બંને ભાગે સરખા પ્રમાણનો, બન્ને બાજુ ગોળ ચામડાથી મઢેલો દેશીવાદ્ય વગાડનારાઓ વગાડે છે તે.
બ્યોતિનો ૩૪૯ઝલ્લર્યાકારે—બન્ને બાજુ વિસ્તીર્ણ વલયાકારે ચામડાથી મઢેલી, વચ્ચે સાંકડી ‘ઢક્કા’ ના ઉપનામથી ઓળખાય છે તે. આથી મારીઓ જે ડમરૂ વગાડે છે તે સમજાય છે, પણ નિશાળમાં રહેતી ચપટી કાંસાની ઘંટા ન સમજવી.
ત્ત્વોપપન્ન (બાર દેવલોક)નો મૃદંગાકારે’ આ પણ દેશી વાઘ છે. તે એક બાજુનું મુખ વિસ્તીર્ણ ગોળાકારે, બીજી બાજુ સંકીર્ણ પણ ગોળાકારે ચામડાથી મઢેલું મુખ હોય છે અને વચમાં તેની પીઠ ઊંચી હોય તે.
નવદૈવેયનો આકાર પુષ્પગંગેરી' ગુંથેલાં પુષ્પોથી શિખાપર્યંત ભરેલી ચંગેરી (પરિધિસહ છાબડી) તે.
અનુત્તલેવોનું અવધિક્ષેત્ર યવનાલક અપરનામ કન્યાચોલકના આકારે છે, એટલે કે કન્યાએ કંચુક સહિત પહેરેલ અધોવસ્ત્ર જેવા આકારે હોય તેવો આકાર તેમના અવધિક્ષેત્રનો પડે છે. આથી સાબિત એ થયું કે સ્ત્રીના મસ્તકનો ભાગ છૂટી ગયો, બાકી ગળાથી લઈ પગ સુધીનું વસ્ત્ર આમાં આવી ગયું, અને આ ઉપમા આપી છે તે બરાબર છે, કારણકે અનુત્તરના દેવો પુરુષાકૃતિ લોકના ભાલ મસ્તક સ્થાને છે. તે દેવો ત્યાંથી લઈને ઠેઠ સાતમી નરકના તળિયા સુધી જોઈ શકે છે. માત્ર શેષ રહ્યું તેની ઉપર રહેલું સિદ્ધક્ષેત્ર સ્થાન (જેમ ત્યાં મસ્તક બાકી રહ્યું તેમ) ત્યારે આ સમગ્ર ક્ષેત્રને ચૌદરાજલોકના ચિત્રમાં જોઈએ તો ઉપર કહ્યું તે દૃષ્ટાંત બરાબર ઘટમાન થશે.
ઉ૫૨ જે આકારો બતાવ્યા છે તે ચૌદ રાજલોકનું ચિત્ર સન્મુખ રાખી ઘટાવવાથી બરાબર સમજી શકાશે; કારણકે ક્ષેત્રાકાર જોઈને જ ઉપમાઓ આપી છે. જો કે આ ઉપમાઓ બધી સંપૂર્ણ રીતે ન ઘટે તે બનવાજોગ છે પણ લગભગ મળતી આવે ખરી.
આ પ્રમાણે દેવોના અધિક્ષેત્રોના આકાર કહ્યા. શેષ તિર્યંચ તથા મનુષ્યના અવધિજ્ઞાનના ક્ષેત્રાકારો અનેક પ્રકારના અનિયત ભિન્નભિન્ન યથાયોગ્ય હોય છે એટલે કે ગોળાકાર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્યજાતના મત્સ્યાકારો છે તેવા નાનાવિધ આકાર—સંસ્થાનવાળા હોય છે. [૧૯૯]
ગવતર— સંસ્થાનાદિ કહીને હવે કોને કઈ દિશાએ અધિક્ષેત્ર વધારે હોય ? તે જણાવે
છે.
૩૪૮. આ કથન ૫૦૦ ગાથાવાળી સંગ્રહણીના આધારે છે, બાકી અન્ય સ્થાનોમાં આ પ્યાલો નીચેથી વિસ્તીર્ણ અને ઉ૫૨ સંકીર્ણ એમ લખેલ છે.
૩૪૯. અહીં કાંસાની ઝાલર ન સમજતાં, ‘ડમરુકાકાર’ સમજવો યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org