________________
देवोनी तथाविध भवप्रत्ययिक संपत्ति
३६३
શબ્દાર્થ – સ=કેશ
વિયત્રનશે ક્રિઅસ્થિ હાડકા
તપાપુરિસંવાસાત્તરુણ પુરુષ સરખા. મંf=માંસ
સબંનમૂસળધરા સવાગે આભૂષણોને નનખ
ધારણ કરનારા રોમ રૂંવાટાં
કારકિજરાવસ્થા રહિત હિર=ઋધિર
નિયા રોગ રહિત વસં=શ્ચરબી
સમા=સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા Íચામડી ચમ
કમલનય અનિમેષ નયનવાળા મુ=મૂત્ર
મ સાહUTI-મનથી કાર્ય સાધનારા પુરિસેટિંતિષ્ઠા
પુવામMનેતાઅમ્લાન પુષ્પમાળાવાળા હિષા રહિત
હર ચાર અંગુલવડે નિર્મદા નિર્મળ દેહવાળા
ર વિંતિસ્પર્શતા નથી સુનિસાસુગંધી નિઃશ્વાસવાળા
નિ જિનેશ્વરી જયતેવા ગતલપા
વિંતિ બોલે છે. અંતમુહુર્ત અંતર્મુહૂર્તમાં થા–વિશેષાર્થવત . ll૧૮૯–૧૯૧
વિરોષાર્થ– સઘળા દેવો પૂર્વભવમાં સંચિત કરેલા શુભ કર્મોદયના પ્રભાવથી હંમેશા શરીરની આકૃતિમાં અતિશય સુંદર, શરીર–મસ્તક ઉપર કેશ, હાડકાં, માંસ, નખ, રુંવાટા, રુધિર, ચરબી, ચામડી, મૂત્ર, વિષ્ટા (ઝાડો), (સ્નાયુ) એટલી વસ્તુઓથી રહિત શરીરવાળાથે હોય છે. આવી કલુષિત વસ્તુથી સર્વથા રહિત હોવાથી તેઓ નિર્મલ દેહવાળા–ઉજ્વલ શરીરી પુદ્ગલોને ધારણ કરનારા, કપૂર, કસ્તુરી આદિ વિશિષ્ટ સુગંધી દ્રવ્યોથી યુક્ત સુગંધી શ્વાસોશ્વાસવાળા, જાત્યવંત સુવર્ણની જેમ ગયો છે લેપ જેનો એવા, રજ પ્રસ્વેદાદિ ઉપલેપ રહિત હોય છે. પ્રવાલવત્ રક્ત અધરવાળા, ચન્દ્ર જેવા ઉજ્વલ વૈક્રિયભાવી દાંતવાળા હોય છે. વૈક્રિયભાવી વિશેષણ આપવાનું કારણ એ છે કે-કેશ-નખાદિનું અસ્તિત્વ ઔદારિકભાવી છે, જ્યારે દેવો તો વૈક્રિયશરીરી જ હોવાથી તે વસ્તુ સ્વાભાવિક રીતે તો હોતી નથી પરંતુ જરૂર પડે તો ઉત્તરવૈક્રિય તરીકે કેશ, નખાદિ સર્વ સ્વરૂપ કરી શકે છે. આથી સમજવાનું કે–જ્યારે દેવોને સપ્તધાતુ નથી તો શરીર શેના આધારે રહે છે? જેમ ઔદારિક શરીરને બેસવું, ઉઠવું કે ફરવું કે તેની સ્થિતિ અસ્થિ, રુધિર, માંસાદિકની મદદને કારણે થાય છે, દેવોને તો તે નથી તો શું માંસના લોચા જેવું શરીર હશે? તો સમજવાનું કે–દેવોને સંઘયણ નથી જેથી અસ્થિરચના નથી. ઉપરાંત ગાથામાં જણાવેલ અન્ય વસ્તુઓ પણ નથી, કારણ કે વૈક્રિયત પુદ્ગલોથી દેવ શરીર બનેલું છે, જેથી ઔદારિકભાવી સપ્તધાતુઓ નથી પણ એનો અર્થ તેનું શરીર માંસના લોચા જેવું સમજવાનું નથી પણ જ્યાં જ્યાં કઠિનાઈ–કઠોરતા કે જૂજ કોમળતા જોઈએ ત્યાં ત્યાં તે પુદ્ગલો વધુ જથ્થામાં કે જથ્થામાં વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે.
૩૪૦. અર્થાત મનુષ્યજન્મનાં દુઃખ, ત્રાસ ને ભયરૂપ ગણાતી કોઈ પણ ચીજ તેમને હોતી નથી. ' ૩૪૧. ઉવવાઇસૂત્રમાં દત, કેશાદિનું અસ્તિત્વ જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org