________________
त्रण प्रकारना आहार्नु स्वरूप
३५३ ટૂંકી વ્યાખ્યા એટલી જ કે ઉત્પન્ન થયા બાદ પ્રથમ જ ક્ષણે (એકેન્દ્રિય શરીર નથી માટે) કેવળ તેજસ –કામણ) શરીરવડે ગ્રહણ કરાય તે ઓજાહાર.
જીવ કોઈ પણ ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયે (પાંચ પ્રકારના શરીરમાંથી માત્ર) તૈજસ–કામણ આ બે જ શરીરવાળો હોય છે. ને ત્યારપછી બીજા સમયથી જે ભવમાં ઉત્પન્ન થયો છે તે ભવયોગ્ય શરીરની રચના શરૂ કરી દે છે ત્યારે ઔદારિક–વૈક્રિયાદિથી મિશ્રકા યોગવાળો બને છે. અર્થાત્ મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મ લેનારને ઔદારિકમિશ્ર અને દેવ-નારક તરીકે જન્મનારને વૈક્રિયમિશ્રયોગ હોય.
આ બંને તૈજસ–કામણ) શરીરો જેને ઇન્દ્રિયો કે હાથપગાદિ અવયવો કંઈ જ નથી તે ઉત્પત્તિ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડાં જ હોય છે. દેહધારી જીવ (પ્રાયઃ) પ્રત્યેક ક્ષણે સતત આહાર કરતો જ હોય છે, તેથી પૂર્વભવના શરીરને છોડીને ઋજુ કે વક્રાગતિવડે ઉત્પત્તિ પ્રદેશમાં જયાં ઉત્પન થયો તે જ ક્ષણે ત. કા.) બે શરીરો દ્વારા ઔદારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલોનું જે આહરણ–પ્રહણ કરે તે ઓજાહાર કર્યો કહેવાય.
વળી આહાર અને તદ્ભવયોગ્ય શરીરાદિક પર્યાપ્તિઓનો આરંભ તો બીજા સમયથી થયેલો હોવાથી જીવ બીજા સમયમાં અમુક અંશે ઔદારિકાદિ શરીરપણું પ્રાપ્ત કરતો હોવાથી, બીજા સમયથી બીજી શરીરપયપ્તિની નિષ્પત્તિ ન થાય એટલે કે અંતર્મુહૂર્તકાળ સુધીમાં જીવ ઔદારિકાદિ મિશ્ર (તૈજસ–કામણસહ ઔદારિક-વૈક્રિયાદિ) કાયયોગવડે સ્વશરીર યોગ્ય પુગલોનું ગ્રહણ કરે તે સર્વ ઓજાહાર જાણવો. આ ઓજાહાર શરીરપયપ્તિ સુધી ચાલુ રહેતો હોવાથી એક અંતર્મુહૂર્ત કાળનો છે.
નોમાહા-ત્વચા ચામડીના છિદ્ર દ્વારા ગ્રહણ કરાતો આહાર. આ આહાર શરીરપર્યાપ્તિ બાદ (અથવા સ્વયોગ્ય પયપ્તિ બાદ) માવજીવ હોઈ શકે છે.
પ્રક્ષેપાકી–મુખમાં ભોજન વગેરેના કોળિયા ૩૩મૂકવારૂપ આહાર છે. આનું બીજું નામ કવલાહાર' પણ છે. આ આહાર સ્વયોગ્ય પયપ્તિ પૂર્ણ થયા બાદ હોઈ શકે છે. [૧૮૩
અવતરણ–ત્રણ પ્રકારના આહાર પૈકી કયો આહાર કઈ અવસ્થામાં હોય? તે કહે છે. -- ओयाहारा सबे, अपजत्त पजत्त लोमआहारो ।
सुरनिरयइगिदि विणा, सेस भवत्था सपक्खेवा ॥१८४॥
૩૨૮. લોકપ્રકાશ સર્ગ ૩, શ્લોક ૨૫. ૩૨૯. અંગુલની લંબાઈ–પહોળાઈ બેયનો અસંખ્યાતમો ભાગ લેવો કે કેમ? ૩૩૦ દેહમુક્ત-અશરીરી આત્માના અસંખ્યાતમાન કરતાં (સશરીરી હોવાથી) આનું કંઈક મોટું સમજવું. ૩૩૧. કવળ પ્રક્ષેપ’ પૂર્વક થતો હોવાથી પ્રક્ષેપ આહાર કહેવાય છે. જીભ વડે જે પૂલ આહાર નંખાય તે
પ્રક્ષેપ.
૪પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org