________________
३४२
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પન્નાલા પચાસ
મહોય =એ પ્રમાણે
રૂપાન્ની પંચાવન જાથા– સૌધર્મદિવલોકને વિષે અપરિગ્રહીતા દેવીઓનાં છ લાખ વિમાનો છે. વળી એક પલ્યોપમની આદિથી સમય સમય અધિક કરતાં યાવત્ જેઓની દસ પલ્યોપમની (ત્યાં સુધીની ભિન્ન ભિન્ન આયુષ્યવાળી) સ્થિતિ હોય છે. તે દેવીઓ સનકુમાર દેવલોક ઉપભોગાથે જાય છે. પરંતુ આગળના કલ્યો માટે તે જતી નથી. વળી એ જ પ્રમાણે દસ પલ્યોપમથી આરંભી સમયાદિકની વૃદ્ધિએ દસ દસ પલ્યોપમ પ્રક્ષેપી વિચારતાં એટલે યાવત ૨૦ પલ્યોપમના આયુષ્ય સુધીની દેવીઓ બ્રહ્મદેવલોકને ભોગયોગ્ય જાણવી. એ જ પ્રમાણે યાવત ૩૦ પલ્યોપમના આયુષ્ય સુધીની દેવીઓ શુક્ર દેવલોક ભોગ્ય, ચાલીશ પલ્યોપમના આયુષ્ય સુધીની દેવીઓ આનત દેવોને ભોગ્ય અને ૫૦ પલ્યોપમાયુષી આરણ દેવભોગ્ય.
હવે ઇશાનકર્ભે અપરિગ્રહીતા દેવીઓનાં ચાર લાખ વિમાનો છે. એમાં જે દેવીઓની સાધિક પલ્યોપમાયુષ્યની સ્થિતિ છે તે તો ઇશાનદેવને જ ભોગ્ય છે. તેથી આગળ સમયાદિકની વૃદ્ધિથી થાવત્ પંદર પલ્યોપમાયુષ્યવાળી દેવીઓ માહેન્દ્રદેવભોગ્ય, ૨૫ પલ્યોપમવાળી લાંતકના, ૩૫ પલ્યોપમવાળી સહસ્ત્રારના, ૪૫ પલ્યોપમવાળી પ્રાણતના, અને ૫૫ પલ્યોપમાયુષી અશ્રુત કલ્પના દેવોને જ ભોગ્ય હોય છે. [૧૭૨–૧૭૫] .
વિરોષાર્થઅપરિગ્રહીતા એટલે પત્નીપણાએ કરીને જેનું ગ્રહણ હોતું નથી તેવી. આ દેવીઓની ઉત્પત્તિ સૌધર્મ અને ઇશાન બને કલ્પમાં જ છે. તેમાં સૌધર્મદેવલોકમાં અપરિગ્રહીતાદેવીનાં ઉત્પત્તિસ્થાનભૂત છ લાખ વિમાનો છે. એ વિમાનોને વિષે જે દેવીઓની પરિપૂર્ણ એક પલ્યોપમની સ્થિતિ છે તે સૌધર્મ દેવોને જ ભોગ્ય જાણવી. જેઓની પલ્યોપમથી માંડી એક, બે, ત્રણ સંખ્યાતા. અસંખ્યાતા સમયોવડે અધિક કરતાં પૂર્ણ દસ પલ્યોપમ સ્થિતિ સુધીની સર્વ દેવીઓ સનસ્કુમાર દેવોને ભોગ્ય જાણવી. તેથી આગળના આયુષ્યવાળા દેવોને તે ઇચ્છતી નથી. એ પ્રમાણે દશ પલ્યોપમમાં એક, બે સંખ્ય–અસંખ્ય સમયની વૃદ્ધિ કરતાં યાવત્ વશ પલ્યોપમની સ્થિતિ સુધીની દેવીઓ બ્રહ્મકલ્પના દેવોના ભોગને યોગ્ય જાણવી. એ પ્રમાણે સમયાદિકની વૃદ્ધિવડે યાવત્ (૨૦ થી લઈ) ત્રીશ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવીઓ શુક્ર દેવોને ભોગ્ય જાણવી. એ પ્રમાણે ત્રીસથી માંડી ચાલીશ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ (સ્વસ્થાને રહી થકી) આનત દેવલોકના દેવોને ભોગ્ય છે. એ જ પ્રમાણે (૪૦ પલ્યોપમથી) સમયાદિક વૃદ્ધિએ પચાસ પલ્યોપમ સુધીની દેવીઓ (સ્વસ્થાને રહી થકી) આરણ કલ્પના દેવોને ભોગ્ય જાણવી. એ પ્રમાણે છ કલ્પનો સંબંધ કહ્યો.
હવે ઇશાન કલ્પમાં અપરિગ્રહીતા દેવીઓનાં ચાર લાખ વિમાનો છે. તે વિમાનોને વિષે જે દેવીઓની કિંચિત, અધિક પલ્યોપમની સ્થિતિ છે તે ઇશાન કલ્પના દેવોને જ ભોગ્ય હોય છે. પૂર્વોક્ત ક્રમે સમયાદિકની વૃદ્ધિવડે યાવત્ પંદર પલ્યોપમની સ્થિતિ સુધીની સર્વ દેવીઓ માહેન્દ્ર દેવોને ભોગ્ય, સમયાદિકની વૃદ્ધિએ દસ દસ પલ્યોપમની વૃદ્ધિ કરતાં એટલે પૂર્વ સ્થિતિમાં દસની વૃદ્ધિ કરતાં પચીસ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ લાંતક દેવ ભોગ્ય, પાંત્રીસ પલ્યોપમ સુધીની દેવી સહસ્ત્રાર દેવ ભોગ્ય, પીસ્તાલીશ પલ્યોપમ સ્થિતિ સુધીની (સ્વસ્થાને રહી થકી) પ્રાણત દેવોને ભોગ્ય, પંચાવન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org