________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | ક્રિયામાર્ગની જેઓ અવગણના કરે છે તેઓ મિથ્યા પણ ક્રિયા કેટલી ઉચ્ચગતિ પ્રાપ્ત કરાવી શકે છે તેનો ઊંડો વિચાર કરે અને મિથ્યા ક્રિયા આ ફલ આપે તો સમ્યફક્રિયા કેવાં ફળો આપે તે પણ વિચારે.
મિચ્છિિદ-મિથ્યાદષ્ટિ પણ નવ વૈવૈયક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
મિથ્યાદૃષ્ટિ એટલે શું? તો મિથ્યાત્વ મોહનીય નામના એક પ્રકારના સત સાચી દષ્ટિને આચ્છાદિત કરનારા કર્મવિશેષના ઉદયથી જીવની દૃષ્ટિ-વિચારણા-શ્રદ્ધા મિથ્યા એટલે અવળી થઈ જાય છે ત્યારે તેને મિથ્યાષ્ટિ' કહેવાય છે, જેમ ધતૂરાનાં બીજ ખાનારો મનુષ્ય સફેદ વસ્તુને જેમ પીળી દેખે છે, તેવી જ રીતે મોહનીય કર્મથી આચ્છાદિત દષ્ટિવાળો મનુષ્ય જેનામાં દેવનાં યથાર્થ લક્ષણ ન હોય, તેનામાં દેવત્વબુદ્ધિ કરે છે. જેનામાં ગુરુના સાચા લક્ષણ ન હોયે તેને ગુરુ તરીકે સ્વીકારે છે, જેનામાં ધર્મના વાસ્તવિક લક્ષણો ઘટતાં ન હોય તેવા ધર્મને ધર્મ તરીકે સ્વીકારે છે. આ વ્યવહારથી મિથ્યાષ્ટિની સ્થૂલ વ્યાખ્યા છે.
આનો સામાન્ય ફલિતાર્થ એ થયો કે–શ્રી સર્વજ્ઞ–વીતરાગ દેવકથિત જીવ–અજીવ–પુણ્ય–પાપાદિ તત્ત્વોને યથાતથ્યપણે તથા સંપૂર્ણપણે ન સ્વીકારે, એટલે કે ચૂનાધિકપણે સ્વીકારે તે મિથ્યાદૃષ્ટિ છે. વીતરાગનાં બધાય તત્ત્વો સ્વીકારે પણ પ્રસ્તુત ગાથામાં કહ્યા મુજબ સૂત્રોક્ત એકાદ પદ કે બાબતનો પણ જો અસ્વીકાર કરે તો તે ય મિથ્યાદષ્ટિ છે.
વિશેષ નોંધ–ઘણીવાર ઘણા આત્માઓ પોતાની અલ્પજ્ઞતાનો વિચાર કરતા નથી અને સર્વજ્ઞનાં વચનો કોઈવાર ન સમજાય, તેની ગહન વિચારણા, અથવા તેમના તત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યો સ્વબુદ્ધિથી ગ્રાહ્ય ન બને એટલે આત્મા ઘણીવાર તેમનાં યથાતથ્ય-સત્ય વચનોમાં શંકિત બની જાય છે ને આગળ વધીને આ વસ્તુ સર્વ કહી છે પણ તે સત્ નથી આવી શ્રદ્ધા કરી બેસે છે. પરિણામે એ આત્મા સર્વજ્ઞના જ્ઞાનનો પ્રત્યેનીક બની જાય છે. એક સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા એટલે અનંતા સર્વજ્ઞોની આશાતના, કારણકે સર્વજ્ઞોની અર્થ પ્રરૂપણા સમાન હોય છે. આથી મહાનભાવોએ આજની બદ્ધિ અનંતાંશ પણ નથી તેથી કોઈ વસ્તુ સ્વલ્પબદ્ધિના કારણે ન બેસે તો સમજવા કોશિષ કરવી–પ્રયત્નશીલ રહેવું. સમ્યગુર્દષ્ટિ ખીલવવા પ્રયાસ કરવો પણ ‘અસત્ છે’ એમ કદી માની લેવું નહિ. [૧૫૫]
અવતર-પૂર્વ ગાથામાં સૂત્રવચનની અસદુહણા ન કરવા જણાવ્યું તો સૂત્ર એટલે શું? તે કોનાં રચેલાં હોય તો તે પ્રમાણભૂત ગણાય ? તે જણાવે છે.
सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदसपुविणा रइयं ॥१५६॥
સંસ્કૃત છાયાसूत्रं गणधररचितं, तथैव प्रत्येकबुद्धरचितं च । श्रुतकेवलिना रचितं, अभिन्नदसपूर्विणा रचितम् ॥१५६।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org