________________
૨૬૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અપ્રશસ્ત રાગ તે અશુદ્ધ અશુભ છે. તેના મૂલ અર્થમાં તે ઘટમાન હોય ત્યારે જીવ તેથી અશુભ પાપ પ્રકૃતિઓનો બંધ કરીને ઉદયકાળે નરકાદિ અશુભ ગતિઓને મેળવે છે.
ઉપર જેમ ઈષ્ટસંયોગ વિષે કહ્યું તેવું જ અનિષ્ટસંયોગ માટે સમજવાનું છે. અનિષ્ટ વસ્તુના સંયોગ અંગે
૨. એટલે કે જ્યારે જીવને અનિષ્ટ વસ્તુના સંયોગો મળે છે ત્યારે ચિત્તમાં અપ્રસન્નતા ઉત્પન્ન થાય છે, તેમાંથી ખેદ જન્મે છે. તેમાંથી રોષ, ક્રોધ–કલહ બધાં જ મલિન તત્ત્વો જન્મ પામે છે. હૈયું દ્વેષબુદ્ધિનો આકાર લે છે. માનસ વિરોધી બને છે. મૈત્રીભાવના અને ક્ષમાના આદશ વિલય થાય છે. મન દ્રષબુદ્ધિમાં ઘેરાતું ઘેરાતું. અતિ દુઃખી થાય છે ને આત્માને સંતાપ અને આક્રન્દની કોટિએ ધકેલી દે છે. પરિણામે કેટલીકવાર ન બનવાની ઘટનાઓની દુષ્ટ અને ભયંકર પરંપરાઓ સર્જાય છે.
આ Àષ ભાવના સત્ અને અસત, યા સંસાર કે મુક્તિનાં સાધનો પરત્વે થાય છે. જેને ઉપર કહ્યું તેમ અપ્રશસ્ત અને પ્રશસ્ત બે નામથી ઓળખીશું.
શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વોની રક્ષા–પ્રચાર ખાતર અનિવાર્ય કારણે દ્વેષ કરવો તો તે પ્રશસ્તકોટિનો અને કુદેવ, કુગુરુ અને કુધર્મનાં તત્ત્વો ખાતર કરવો પડતો દ્વેષ તે અપ્રશસ્તકોટિનો ગણાય છે.
પ્રશસ્ત કોટિનો દ્વેષ અલ્પ કર્મબંધના કારણરૂપ હોવા છતાં વિશેષ પ્રકારે પુન્યબંધને કરાવતો હોઈ તેથી શુભફળની પ્રાપ્તિ અને અપ્રશસ્ત ષ તેથી વિપરીત ફળને આપતો હોઈ વિપરીત ફળની પ્રાપ્તિ કરાવે છે.
આ પ્રમાણે ઇષ્ટાનિષ્ટ વસ્તુના સંયોગ-વિયોગથી શુભાશુભ રાગ-દ્વેષ અધ્યવસાયો અને તેના મંદ, તીવ્ર, તીવ્રતરતમાદિક અનેક પ્રકારોથી જીવના સુખદુઃખ, સદ્ગતિ કે દુર્ગતિનો આધાર રહેલો છે. અધ્યવસાયની જનેતા મન છે તેથી સંસારમાં એ બધાં માટે બંધારણીય ચક્ર કોઈ પણ હોય તો મન જ છે, માટે જ આપ્ત પુરુષોએ કહ્યું છે કે “મન પર્વ મનુષ્યાપાં વાર વંધ_મોક્ષયોઃ”
દેવગતિ પ્રાયોગ્ય અધ્યવસાયો જો આગળ વધીને અતિ વિશુદ્ધતર—તમ દશાએ પહોંચી જાય તો કેવલજ્ઞાન, કેવલદર્શન (સંપૂર્ણ જ્ઞાન) પ્રાપ્ત કરી, સંસારનું પરિભ્રમણ દૂર કરી, મુક્તિ સુખને મેળવી, સર્વ દુઃખનો અંત કરી શકે છે. [૧૪]
અવતર- ચાલુ દ્વારમાં હવે કયા કયા અને કઈ કઈ સ્થિતિવાળા જીવો કયે દેવલોક જાય છે ? તે કહે છે.
नरतिरि असंखजीवी, सव्वे नियमेण जंति देवेसु । नियआउअसमहीण-उएसु ईसाणअंतेसु ॥१५०॥
સંસ્કૃત છાયાनरास्तिर्यञ्चोऽसंख्यातजीविनः, सर्वे नियमेन यान्ति देवेषु । निजायुष्कसमहीन-युष्केषु ईशानान्तेषु ॥१५०।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org