________________
संसारचं कारण कषाय अने तपनी महत्ता
૨૧૭
માટે સારીએ આલમમાં સુપ્રસિદ્ધ જૈનધર્મના તપ વિજ્ઞાનને સમજીને કલ્યાણાભિલાષી આત્માએ તેનો જ આદર કરવો.
ઉશ્કેરોસા= ઉત્કટ રોષને ધારણ કરતો તપ કરે, તેને પણ અસરગતિ પ્રાપ્ત થાય છે.
કોઈ એક આત્મા ભલે સાથે સાથે સ્વશાસ્ત્રાનુસાર પણ તપ–ધમનુષ્ઠાનને કરતો હોય, અહિંસક, અસત્યનો ત્યાગી, સ્ત્રીસંગરહિત, નિષ્પરિગ્રહી ને સગુણી હોય, કષાયહીન હોય, માયાળુ, શાંત સ્વભાવી હોય તો, જીવ શુભ પુણ્યોત્પન્ન ઉત્તમ અધ્યવસાયોથી વૈમાનિક દેવના આયુષ્યનો બન્ધ કરે છે, એટલું જ નહીં પણ તેથીએ વધુ વિશુદ્ધતરતમ દશામાં દાખલ થઈ મોક્ષલક્ષ્મીનો માલિક પણ થઈ શકે છે.
પરંતુ તથાવિધ અજ્ઞાનથી તે તે ધમનુષ્ઠાનો કરતાં ક્રોધાદિક કષાયોની પરિણતિ એવી વર્તતી હોય કે નિમિત્ત મળે કે ન મળે, પણ જ્યાં ત્યાં ક્રોધ–ગુસ્સો–આવેશ કરતો હોય, ધર્મસ્થાનોમાં પણ ટા-તોફાન કરતો હોય, ન કરવાનાં કાર્યો કરતો હોય–આવા મલિનપ્રસંગે જો આયુષ્યનો બન્ધ પડી જાય, તો પણ અમુક સગુણ—ધર્મના સેવનથી અસુરકુમારાદિ ભવનપતિમાં ઉપજે છે. જો રોષવૃત્તિરહિત ધમનુષ્ઠાન આચરતા હોય તો પ્રાણી તેથી અધિક સદ્ગતિ મેળવે છે. માટે રોષવૃત્તિને દૂર કરવી જરૂરી છે.
૨૯કલેશથી વાસિત મન એનું જ નામ સંસાર, તેથી રહિત મન તેનું નામ મોક્ષ છે. ઘણાં પ્રકારનાં સુખ અને દુઃખનાં ફળોને યોગ્ય એવાં કર્મક્ષેત્રને જે ખોદી નાંખે છે અથવા આત્માના સ્વરૂપને જે કલુષિત કરે છે તે કષાય કહેવાય છે. સંસારના મૂળ કારણ કષાયો જ છે, માટે ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયોથી મુક્ત થવા અનુક્રમે તેના પ્રતિપક્ષી તરીકે ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ વૃત્તિઓને અંતરમાં ખૂબ કેળવવી.
તવેન જાવિયા–તપથી ગૌરવવાળા એટલે અહંકાર કરનારા.
કોઈ પણ પ્રાણી તીવ્ર પાપવૃત્તિથી બંધાએલાં નિબિડ–ચીકણાં કર્મોને પણ (તપના નિર્નર વ) તપોનુષ્ઠાનદ્વારા અવશ્ય નષ્ટ કરી નાંખે છે. એ તપ જો અહંકાર રહિત હોય તો તે ઉત્તમ ગતિને મેળવી શકે છે. પરંતુ તે અનશનાદિક તપ કરતાં અહંકાર આવી જાય કે અમે તપાસી છીએ, મારા જેવો તપ કરનાર, સહન કરનાર છે કોઈ? ઈત્યાદિ અહંકારનો મદ ભેગો ભળેલો હોય ને પરભવાયુષ્યનો બધું પડે તો ભવનપતિનો પડે છે અથાત્, ઉદય આવતાં ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ઊંચ-નીચાણાનો આધાર ભાવનાની વિશુદ્ધિ ઉપર હોય છે, માટે પ્રાણીઓએ ઉત્તમ ગતિ મેળવવા અક્રોધપણે ક્ષમાભાવપૂર્વક મદ રહિત તપ કરવો, નહીંતર પછી જૈનેતરના ઉપવાસ “ફરાળીયા” થયા તેમ આપણા ઉપવાસ “વરાળીયા” બની જશે.
૨૯૯. કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર. [ઉપા) યશોવિજયજી ૩00, સુદ-તુRG વહુ સહિ, કૃમ્ભવેત્ત સંતિ નં ન !
कलुसंति जं च जीवं, तेण कसाइ त्ति वुच्चंति ।। [पन्नवणा सूत्र पद १३] ૩૦૧. તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, નવિ ગોપે જિન આણ,
આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. [ઉપા) શ્રી યશોવિજયજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org