________________
૨૬ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
देवोन आठमुं 'गति' द्वार
વિતર– સાતમું દ્વાર સમાપ્ત કરીને હવે દેવલોકમાં કઈ ગતિઓમાંથી મૃત્યુ પામેલા જીવો ઉત્પન થાય છે? તે “ પદવાળું આઠમું ગતિદ્વાર કહે છે.
नरपंचिंदियतिरिया–णुप्पत्ती सुरभवे पजत्ताणं । अज्झवसायविसेसा, तेसिं गइतारतम्मं तु ॥१४६॥
સંસ્કૃત છાયાनरपञ्चेन्द्रियतिरश्चामुत्पत्तिः सुरभवे पर्याप्तानाम् । अध्यवसायविशेषात्तेषां गतितारतम्यं तु ॥१४६॥
શબ્દાર્થ – ૩પત્તી ઉત્પત્તિ
રિસેસવિશેષથી પત્તા પર્યાપ્તાની
તેસિં તેઓનું વસીય અધ્યવસાય
મફતારતમ ગતિનું તારતમ્ય માથાર્થ – પયપ્તિ પંચેન્દ્રિય મનુષ્યો અને તિર્યંચોની દેવલોકમાં અધ્યવસાયની વિશેષતાથી ઉત્પત્તિ થાય છે અને પુનઃ અધ્યવસાયની વિશેષતાથી એ નિયમમાં તારતમ્ય પણ પડે છે. (૧૪લા
વિશેષાર્થ – દેવલોકમાં કયા કયા જીવો ઉત્પન્ન થાય છે? ક્યા કયા કારણથી થાય છે? આ વાત ઉપરોક્ત ગાથામાં કહેવામાં આવી છે. અને સાથે સાથે તે દેવલોકમાં પણ સ્થાન, વૈભવ, આયુષ્યાદિકની ન્યૂનાધિકતા પણ અધ્યવસાયોની વિચિત્રતાને જ આભારી છે, એ વાત પણ જણાવી દીધી છે.
અહીં એક વાત સ્પષ્ટ સમજવી કે–દેવલોકની અંદર માત્ર પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો અને સંમ્. ગર્ભજ તિર્યંચો એ બે જ જાતિના જીવો ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ તે સિવાયના બાકીના નારકો–એકેન્દ્રિયો વિકલેન્દ્રિયો કે અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો ઉત્પન્ન થતા નથી. કારણકે દેવભવપ્રાપ્તિ પ્રાયોગ્ય નિર્મલ પરિણામો તેમને આવતા નથી.
આ ઉપરથી એક બીજું રહસ્ય સ્પષ્ટ થઈ જાય છે કે–દેવલોકમાં ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે જ્યારે તેના ઉત્પન્ન થનારા ઉમેદવારો માત્ર બે જ જાતિના જીવો છે. ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે ને ઉત્પન્ન થનારાની સંખ્યા ઓછી–ગણત્રીની છે. આથી નિશ્ચિત થાય છે કે જીવને દેવલોકની પ્રાપ્તિ એ દુર્લભ નહીં પણ સુલભ છે. જ્યારે માનવભવની પ્રાપ્તિ એ સુલભ નહીં પણ દુર્લભ છે, કારણકે માનવજાતની સંખ્યા મર્યાદિત એટલે સંખ્યાતી (૨૯ અંકસંખ્યા જેટલી, જેમકે ૨*૨=૪, ૪*૨=૮, ૮૪૨=૧૬ આ પ્રમાણે ૯૬ વખત ગુણાકાર કરતા જે સંખ્યા આવે તેટલી) છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org