________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આ ચ્યવનવિરહકાલ પણ ઉપપાવિરહકાળ દ્વારમાં જે જે નિકાયમાં યથાસંખ્ય જેટલો જેટલો જ્યાં જ્યાં કહેલ છે તે જ પ્રમાણે યથાસંભવ વિચારવો.
३१०
એટલે પ્રથમની [ભ૦ વ્ય૦ જ્યો] ત્રણે નિકાયમાં અને સોધર્મ—ઇશાન કલ્પે ચોવીશ મુહૂર્ત ઉત્કૃષ્ટચ્યવનવિરહ. સનત્કુમારે નવ દિવસ ને ૨૦ મુહૂર્ત, માહેન્દ્ર બાર દિવસને ૧૦ મુહૂર્ત, બ્રહ્મકલ્પે ૨ા દિવસ, લાંતકે ૪૫ દિવસ. શુકે ૮૦ દિવસ. સહસ્રારે ૧૦૦ દિવસ. આનત તથા પ્રાણતે સંખ્યાતા માસ. આરણ–અચ્યુતે સંખ્યાતા વર્ષ. પહેલી ત્રૈવેયક ત્રિકે સંખ્યાતા શત વર્ષ, મધ્યમત્રિકે સંખ્યાતા સહસ્રવર્ષ, ઉપરિતનત્રિકે સંખ્યાતા લક્ષ વર્ષ. વિજયાદિ ચાર વિમાનને વિષે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને સર્વસદ્ધે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ચ્યવનવિરહકાળ હોય. કૃતિ उत्कृष्टच्यवनविरहकालः ।
જઘન્ય ચ્યવનવિરહકાલ એક સમયનો જાણવો. કૃતિ નયન્ય વિજ્ઞ[[: |
॥ છઠ્ઠ, સાતમું ૩પપાત-વ્યવન સંધ્યાકાર ||
એ પ્રમાણે ઉપપાત તથા ચ્યવનવિરહકાળ કહ્યો, હવે એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલાક દેવો દેવગતિમાંથી એકી સાથે આવે, તે ચ્યવનસંખ્યાદ્વાર. અને એ એક જ સમયમાં અન્ય ગતિથી કેટલા જીવો દેવગતિમાં જઘન્યોત્કૃષ્ટ સંખ્યાએ ઉત્પન્ન થાય તે ઉપપાત સંખ્યાદ્વાર.
ચારે નિકાય પૈકી કોઈ પણ નિકાયમાં અથવા ચારે નિકાયમાં સામાન્યતઃ સમુચ્ચયે જઘન્યથી એક, બે, ત્રણ એમ ઉત્કૃષ્ટથી યાવત્ સંખ્યાતા-અસંખ્યાતા પણ ઉત્પન્ન થાય છે, તેમજ એક, બે, યાવત્ અસંખ્યાતા એક જ સમયમાં અવે પણ છે.
અહીં એટલું વિશેષ સમજવું કે—ભવનપતિથી માંડી સહસ્ત્રાર સુધીના દેવોને તો ઉક્ત નિયમ યોગ્ય છે. કારણકે સહસ્રાર સુધીમાં તો તિર્યંચોની પણ ગતિ છે અને તિર્યંચો અસંખ્યાતા છે તેથી યાવત્ અસંખ્યાતી ઉપપાતસંખ્યા યોગ્ય છે, તેમજ તેટલી સંખ્યાએ વે છે. કારણકે તેઓની પૃથ્વી—અપ્–વનસ્પતિ–મનુષ્ય તિર્યંચ એ પાંચે દંડકોમાં ગતિ હોય છે. વિશેષમાં સૌધર્મઇશાન સુધીના પાંચે દંડકોમાં અને ત્રીજાથી આઠમા કલ્પ સુધીના દેવોની ગતિ મનુષ્ય તિર્યંચ એ બે દંડકોમાં જ હોય છે.
सानन
હવે નવમા સમારું કલ્પથી લઈ સર્વાર્થસિદ્ધ સુધીના દેવોની ઉપપાત તથા ચ્યવનસંખ્યા જઘન્યથી ૧–૨–૩ છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતી જ હોય છે; કારણકે સહસ્રારથી—સર્વાર્થસિદ્ધ સુધીમાં તથાવિધ શુભ અધ્યવસાયવાળા ગર્ભજ મનુષ્યો જ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓની સંખ્યા સંખ્યાતી જ છે અને ચ્યવનસંખ્યા પણ સંખ્યાતી જ હોય છે, કારણકે તે કલ્પગત દેવો મરીને ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે અને તે ગર્ભજ મનુષ્યોની સંખ્યાતી સંખ્યા છે. [૧૪૮]
॥ इति देवानां चतुर्थं पञ्चमं च षष्ठं सप्तमं च द्वारं समाप्तम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org