________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આ ઉત્તરવૈક્રિય શરીરની રચના ઉત્કૃષ્ટથી એક લાખ યોજન પ્રમાણની થઈ શકે છે. અને તે ઉત્તર વૈક્રિય શરીરની રચનાનો (તેનો કાળ) ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાળ વેવેસુ સદ્ઘમાસો કોસવિતવ્વાળાનો' એ વચનથી અર્ધમાસનો છે. એ કાળ પૂર્ણ થયે પુનઃ એ ઉત્તરવૈક્રિય શરીરરચના પુનઃ વિસ્રસા પુદ્ગલવત્ સ્વતઃ વિલય પામી જાય છે અને તરત જ ભવધારણીય વૈક્રિયશરીર ધારણ કરી લેવું પડે છે. જો તે કાળપૂર્વે રચેલ ઉત્તરવૈક્રિય શરીરની અનાવશ્યકતા દેખાય અને સંહરી લેવું હોય તો ઉપયોગ (બુદ્ધિ) પૂર્વક સંહરી પણ શકાય છે.
३०४
આ ઉત્તરવૈક્રિય શરીરનું રચવું નવચૈવેયક તેમજ સર્વોત્તમ એવા અનુત્તર વિમાનવાસી દેવોને હોતું નથી. વળી જેમ અન્ય દેવો જિનેશ્વર ભગવંતના કલ્યાણકાદિ પ્રસંગે અથવા અન્ય ગમનાગમનાદિ પ્રસંગે ઉત્તરવૈક્રિય કરી મનુષ્યલોકમાં આવે છે, તેમ આ દેવોને તથાપ્રકારનો કલ્પ જ એવો છે કે તેઓને અહીં આવવાનું પ્રયોજન જ હોતું નથી, પરંતુ ત્યાં જ શય્યામાં પોઢ્યાથકા નમસ્કારાદિ કરવાપૂર્વક શુભ ભાવના ભાવે છે, તેથી અચિંતનીય શક્તિ છતાં પ્રયોજનાભાવે ઉત્તરવૈક્રિયશરીરરચના નથી એવો શબ્દપ્રયોગ કર્યો છે. વળી તેઓ વસ્ત્રાલંકાર રહિત છે. જન્મથી. જ તેઓ અતિ સુંદર, દર્શનીય અને દશે દિશાઓને પ્રકાશિત કરનારા છે. વળી ત્યાં રહેલી ચૈત્ય પ્રતિમાઓને શય્યામાં રહ્યા રહ્યા સાધુની જેમ ભાવથી જ પૂજે છે. ત્યાં ગાયન—નાટકાદિ કંઈ જ હોતું નથી. [૧૪૨]
અવતર— હવે એ ભવધારણીય તથા ઉત્તરવૈક્રિય શરીરનું જઘન્ય પ્રમાણ કહે છે.
साहाविय वेउव्विय, तणू जहन्ना कमेण पारंभे । अंगुल असंखभागो, अंगुलसंखिज्जभागो य ॥૧૪॥
સંસ્કૃત છાયા——
સ્વામાવિવ્ઝ (ઉત્તર) વૈશ્ચિયા (૪) તનુર્ણધન્યા મેળ પ્રારંભે । अगुलाऽसंख्यभागोऽङ्गुलसंख्येयभागश्च
1198311
શબ્દાર્થ સુગમ છે.
ગાથાર્થ સ્વાભાવિક તથા (ઉત્તર) વૈક્રિયશરીર પ્રારંભકાળે જઘન્યથી અનુક્રમે અંગુલના અ) સિંખ્યાતમા ભાગનું અને અંગુલના સંખ્યાતમા ભાગનું હોય છે. ||૧૪૩ા
Jain Education International
૨૯૨. આથી જ પ્રૈવેયક તથા અનુત્તરવાસી દેવો સ્વતિમાનની શય્યામાં રહ્યા થકાં જ દ્રવ્યાનુયોગાદિ સંબંધી વિચારણા-મનન કરતાં કોઈ કોઈ વિષયમાં શંકાગ્રસ્ત બને છે ત્યારે તે દેવો ત્યાં રહીને જ મનથી કેવલી ભગવંતને પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! મારી આ શંકાનું સમાધાન શું?
એ વખતે ત્રિકાળજ્ઞાની ભગવંતો કે જેઓ ત્રણે કાળના સર્વ ભાવોને એકી સાથે એક જ સમયમાં આત્મપ્રત્યક્ષ જોઈ–જાણી શકે છે તે ભગવંતો ઘાતીકર્મક્ષયથી ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનના પિરબલવડે દેવોની તે શંકાઓને યુગપત્ જાણ્યા બાદ તેનું સમાધાન આપવા સારું દ્રવ્યમનથી મનોવર્ગણા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તત્કાળે નિર્મળ અવધિજ્ઞાનથી ઉપયોગવંત થયેલા તે દેવો, તે ભગવંતે ગ્રહણ કરેલા મનોવર્ગણાનાં દ્રવ્યોને જોઈને સ્વશંકાના સમાધાન માટે વિચાર કરે કે કેવળી ભગવંતે આવા પ્રકારના મનોદ્રવ્યને ગ્રહણ કરી પરિણમાવ્યા છે, માટે આપણી શંકાઓનાં સમાધાનો આ જ પ્રમાણે હોવાં જોઈએ એવું તેઓ સમજી જાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org