________________
प्रतिमंडले द्रष्टिपथप्राप्ति प्ररूपणा
[×૫૨૫૧૪=૪૭૨૬૩4] ૪૭૨૬૩૪ યોજનનું દૃષ્ટિપથ અંતર સ[ભ્યન્તરમંડળે હોય.
સર્વાભ્યન્તરથી બીજા મંડળમાં દૃષ્ટિપથ અંતર ૪૭૧૭૯ યો૦ ૭ અને ૧૯ અર્થાત્ લગભગ
૪૨
૪૭૧૭૯ યોજન રહે છે. આથી સભ્યિન્તરમંડળના દૃષ્ટિપથમાનમાંથી લગભગ ૮૪ર૭ યોજનની હાનિ થઈ. આ ‘શોધ્યરાશિ’ની હાનિ પ્રાયઃ પ્રતિમંડળે કરવાની છે, પરંતુ પ્રાયઃ શબ્દથી વિશેષ એ સમજવું કે આગળના મંડળોમાં ક્રમે કચિત્ ૮૪–૮૫ યોજન, છેવટના મંડળોમાં ક્યાંક ક્યાંક વળી ૮૫; તેથી પણ કિંચિત્ અધિક હાનિ કરવી) એ પ્રમાણે ત્રીજા મંડળમાં તે શોધ્યરાશિની હાનિ થતાં ૪૭૦૮૬૬૦ તે ત્રીજા મંડળનું દૃષ્ટિપથ અંતર સમજવું, એમ ઉક્ત આમ્નાય પ્રમાણે પ્રતિમંડળે દૃષ્ટિપથ કાઢતાં સત્યમંડળે ૩૧૮૩૧ યોજનનું દૃષ્ટિપથપ્રમાણ પ્રાપ્ત થશે.
૬૧
સર્વબાહ્યથી પાછો ફરતાં ગણિતના હિસાબે પૂર્વે દક્ષિણાયનમાં જે શોધ્યરાશિની હાનિ કરતા હતા તેને બદલે હવે ઉત્તરાયણમાં તે રાશિની પ્રતિમંડળે વૃદ્ધિ કરતાં જવી. (અહીં પણ
વિપરીત ક્રમે સાધિક ૮૫–૮૪–૮૩૪ યોની રીતે સભ્યન્તર મંડળ પર્યંત સ્વયં વિચારી લેવું.) એ નિયમ મુજબ સર્વબાહ્યથી અર્વક્ મંડળે ૩૧૯૧૬ યોજનથી સૂર્ય દેખાય છે; એ દ્વિતીય મંડળના માનમાં ૮૫૯ ૨૪. યોજન ઉમેરતાં ૪૯ ૩૨૦૦૧- ૨૩. યોજન આવશે, એમ સર્વાભ્યન્તરમંડળ સુધી વિચારવું.
૬૦
૬૦
૬૦
॥ इति द्रष्टिपथनामकसप्तमद्वारप्ररूपणा ।।
२३७
આ બન્ને સૂર્યો ઉદયાસ્ત સમયે હજારો યોજન દૂર છતાં એમનાં બિમ્બોનાં તેજનો પ્રતિઘાત થતો હોવાથી સુખેથી જોઈ શકાય છે તેથી જાણે નજીકમાં હોય તેવા દેખાય છે, વળી મધ્યાહ્ને માત્ર ૮૦૦ યોજન દૂર છતાં તેમના વિસ્તરી રહેલાં તીવ્ર કિરણોને લઇને દુઃખે જોઈ શકાતા હોવાથી નજીક છતાં ઘણા દૂર હોય તેમ લાગે છે અને વળી દૂર હોવાથી જ બન્ને ઉદયાસ્તકાળે પૃથ્વીને અડી રહેલા હોય તેમ અને મધ્યાહ્ન સમયે આકાશના અગ્રભાગમાં રહેલા હોય તેમ દેખાય છે.
૬૦
અહીંયા કોઈને શંકા થાય કે—બન્ને સૂર્યો ઉદયાસ્ત સમયે હજારો યોજન (૪૭૨૬૩ યો૦) દૂર છતાં જાણે આપણી નજીકમાં જ ઉદયને પામતા હોય તેમ કેમ દેખાય છે ? અને વળી મધ્યાહ્ને ઉપર આવતાં માત્ર ૮૦૦ યોજન જેટલાં જ ઊંચે છતાં બહુ દૂરસ્થ જેવા કેમ દેખાય છે ?
તે પ્રશ્નના ખુલાસામાં જણાવવાનું કે–ઉદય અને અસ્તકાળ વખતે સૂર્યો ઘણે (જોનારના સ્થાનની અપેક્ષાએ ૪૭૨૬૩૦ યો૦) દૂર ગયેલા હોય છે, એ દૂરત્વને લઈને જ તેમનાં બિમ્બોનાં તેજનો પ્રતિઘાત થાય છે; તેથી જાણે તેઓ નજીકમાં હોય એવો ભાસ થાય છે. અને તેથી જ સુખેથી જોઈ શકાય છે.
અને વળી મધ્યાહ્ને (જોનારને થતી પ્રતીતિની અપેક્ષાએ) નજીક હોઈને તેઓનાં વિસ્તારવંત કિરણોનાં સામીપ્યને લઈને દુઃખથી જોઈ શકાતા હોવાથી (નજીક હોવા છતાં) દૂર રહેલાં હોય તેમ દેખાય છે.
જેમ કોઈ એક દેદીપ્યમાન દીપક આપણી દૃષ્ટિ પાસે હોય છતાં તે દુઃખેથી જોઈ શકાય. પણ દૂર હોય તો તે જ દીપક સુખેથી જોઈ શકાય છે, તેવી રીતે અહીં સમજી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org