________________
૨૬
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह “ત્રિશરાવ સંપુટાકાર, ચોથી રીતે વલોણું કરી રહેલ યુવાન સ્ત્રીનો જેવો આકાર હોય તેવા આકાર સાથે પણ સરખાવી શકાય છે.
આ લોક કોઈએ કર્યો નથી, સ્વયંસિદ્ધ-નિરાધાર અને સદાશાશ્વત છે, તેથી ઈતરદર્શનોની લોકોત્પાદક, પાલક અને સંહારકની જે પ્રરુપણા તે અસત્ય સ્વરૂપ છે.
આ લોક પંચાસ્તિકાય એટલે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયમય છે અને તે તે દ્રવ્યો સ્કંધ –દેશ–પ્રદેશ–પરમાણુથી ક્રમશઃ વ્યાપ્ત છે. તે તે દ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ આદિ ભાવોથી યુક્ત છે.
આ ચૌદરાજલોક મધ્યે ત્રસજીવોના પ્રાધાન્યવાળી, ચૌદ રાજ પ્રમાણ (૫૬ ખંડુક) લાંબી એક રાજ પહોળી ત્રસનાડી આવેલી છે. જેમાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત જીવોના અને તેથી ત્રણે લોકના સમાવેશવાળી છે. તેની બહારના લોકક્ષેત્રમાં કેવળ એકેન્દ્રિય જ જીવો છે.
સમગ્ર ચૌદરાજ લોકક્ષેત્રનું મધ્ય ધમપૃથ્વીનું વીંટાઈને રહેવું અસંખ્ય યોજન આકાશક્ષેત્ર વટાવ્યા બાદ આવે છે. અધોલોકનું મધ્ય ચોથી નરકનું અસંખ્ય યોજન આકાશ વીત્યે પ્રાપ્ત થાય છે. અને તિર્યકુ (મધ્ય) લોકનું મધ્ય અરૂચકપ્રદેશ છે અને ઊદ્ગલોકનું મધ્ય બ્રહ્મકલ્પના ત્રીજા રિષ્ટપ્રતરે કહેલું છે.
ઊર્ધ્વલોક સાત રજુથી ન્યૂન મૃદંગાકાર, તિર્યલોક ૧૮૦૦ યોજન ડમરૂકના આકારે, અધોલોક સાત રજુથી અધિક અધોમુખી કુંભીના આકારે છે.
અધોલોકે નારકો, પરમાધામીઓ, ભવનપતિ દેવ-દેવીઓ વગેરેનાં સ્થાનો છે. તિષ્ણુલોકમાં વ્યન્તરો, મનુષ્યો, અસંખ્ય દ્વીપ–સમુદ્રો અને જ્યોતિષી દેવો આવેલા છે અને આ તિથ્યલોક મધ્યે મુક્તિપ્રાપ્તિનાં સાધનોનો યોગ સુલભ કહેલો છે. ઊર્ધ્વલોકે સદાનંદનિમગ્ન ઉત્તમકોટિનાં વૈમાનિક દેવો તથા તેમનાં વિમાનો આવેલાં છે, અને ત્યારબાદ સિદ્ધપરમાત્માથી વાસિત સિદ્ધશિલાગત સિદ્ધ પરમાત્માઓ આવેલા છે.
આ પ્રમાણે સંક્ષેપથી લોકસ્વરુપ કહ્યું. તદુપરાંત સવિસ્તર સ્વરુપ તથા ખંડુકવિચારણા સૂચી–પ્રતર ઘન-૨જુ આદિનું સ્વરુપ “ઝળ્યાંતરથી (ચિત્રમાંથી પણ) જોવું. [૧૩૭]
આકાર થઈ કે સારા ઉ, તેનો
૨૮૮ એક શરાવ ઊંધું. તેની ઉપર એક ચતું અને તેની ઉપર એક ઊંધું શરાવ ગોઠવવાથી સંપૂર્ણ લોકનો આકાર થઈ શકે છે.
૨૮૯. પ્રથમવૃત્તિમાં તૈયાર છતાં આપનું મુલતવી રાખેલું ચૌદ રાજલોક, નવલોકાન્તિક, તમસ્કાય આદિનું સ્વરુપ પરિશિષ્ટરૂપે પણ આ આવૃત્તિમાં આપવા વિચાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org