________________
देवोनुं भवधारणीय वैक्रियशरीनु प्रमाण
ર૬૬
तृतीय अवगाहना द्वार
અવતરણ–ચારે પ્રકારના દેવોનું બીજું ભવનદ્વાર તથા તદાશ્રયી અન્ય વર્ણન જણાવીને તે જ દેવોનું તૃતીય (વિહિના દ્વાર શરૂ કરે છે, તેમાં પ્રાસંગિક અન્ય વર્ણન પણ કરશે. આ ગાથામાં તો તેમનાં ભવધારણીય વૈક્રિય શરીરનું પ્રમાણ ક્યાં, કેટલું હોય? તે કહે છે.
भवण-वण जोइ-सोहम्मीसाणे सत्तहत्थ तणमाणं । दु दु दु चउक्के गेवि-जऽणुत्तरे हाणि इक्विक्के ॥१३८॥
સંસ્કૃત છાયાभवन (पति) वन (चर) ज्योतिष्कसौधर्मेशानेषु सप्तहस्तास्तनुमानम् । द्विक-द्विक-द्विक-चतुष्केषु ग्रैवेयानुत्तरेषु हानिरेकैके ॥१३८।।
શબ્દાર્થ સુગમ છે. પથાર્થ– ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષી તથા વૈમાનિક નિકાયમાં પ્રથમના–સૌધર્મ–ઇશાન એ બે દેવલોકના દેવોનું દેહમાન સાત હાથનું, ત્યારબાદ ત્રણવાર બે બે દેવલોકના જોડલે, ત્યારબાદ કલ્પચતુષ્ક, પછી શૈવેયક અને અનુત્તરે અનુક્રમે એક એક હાથની હાનિ કરવી. ||૧૩૮
વિશેષાર્થ— વિશેષમાં સનસ્કુમાર માહેન્દ્ર દેવલોકમાં છ હાથનું બ્રહ્મલાતક બને કહ્યું પાંચ હાથનું, શુક્ર-સહસ્ત્રારે ચાર હાથનું, આનત–પ્રાણત-આરણ—અય્યત એ ચારે કહ્યું ત્રણ હાથનું, નવગ્રેવેયકે બે હાથ અને અનુત્તરે એક હાથનું માત્ર શરીર હોય છે. જેમ જેમ ઉપર વધીએ તેમ તેમ–દેહમાન, નૂતન કર્મબંધન, કષાયભાવની પરિણતિ સર્વ ઘટતું ઘટતું હોય. જ્યારે આયુષ્યમાન, નિર્મળતા, પૌદ્ગલિક સુખાદિ ક્રમશઃ વધતું હોય. [૧૩૮]
અવતર-પૂર્વે દેવોની સામાન્યતઃ સ્થિતિ જણાવી. હવે સાગરોપમની વૃદ્ધિવડે, પ્રત્યેક પ્રતરે દેવોની સ્થિતિ જણાવવા વિશ્લેષકરણને ઉપયોગી એવી આ ગાથાને ગ્રન્થકાર રચે છે. જેથી પુનરુક્તિ દોષ અસંભવિત છે.
कप्पदुग दु-दु-दु-चउगे, नवगे पणगे य जिट्ठठिइ अयरा ।
दो सत्त चउदऽठारस, बावीसिगतीसतित्तीसा ॥१३॥
૨૯૦. આ માન ઉત્કૃષ્ટ આયુષ્યવાળા (૩૩ સાગરોપમ) સવથિસિદ્ધના દેવા માટે છે પરંતુ જેઓની વિજયાદિને વિષે જઘન્ય ૩૧ સાગરોપમ સ્થિતિ છે તેઓ માટે બે હાથનું, અને ૩૨ સા. ની મધ્યમ સ્થિતિ છે. તેઓનું શરીર એક હાથ અને એક હાથના અગિયારમા ભાગનું હોય છે. એમ દરેક કલ્પ–કૈવેયકે પણ વિવેક કરવાનો છે, સુગમતા માટે ગાથા ૧૪૨નો યત્ર જોવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org