________________
चौदराजलोकनी गणत्री तथा प्रत्येकनुं मर्यादास्थान
સંસ્કૃત છાયા—
अधो भागाः सप्तपृथिवीषु, रज्जुरेकैकं तथा च सौधर्मे । माहेन्द्रे लान्तके सहस्त्राराऽच्युते ग्रैवेये लोकान्ते ||१३७|| શબ્દાર્થ સુગમ છે.
ગાથાર્થ અધોભાગે સાતે નરકપૃથ્વી એક એક રાજપ્રમાણ સમજવી, જેથી સાત નરક પૂરી થતાં સાત રાજ થાય. આ સ્થૂલ વ્યાખ્યા સમજવી, અને ત્યાંથી લઈ સૌધર્મયુગલે આઠમો રાજ, માહેન્દ્રે નવમો રાજ, લાંતકાન્તે દસ, સહસ્રારે અગિયાર, આરણ અચ્યુતાને બાર, નવગૈવેયકાન્તે તેર અને ત્યાંથી લોકાન્ત ચૌદ રાજ પૂર્ણ થાય. ‘રવ્રુદ્ધિર' એ પદ દેહલીદીપક ન્યાયની જેમ બંને બાજુએ ઘટાવવાનું છે. [૧૩ના
२६७
વિશેષાર્થ– આલોક ચૌદ રાજપ્રમાણ છે. તેમાં પ્રથમ સાતમી નારકીના અંતિમ તળીયાથી (અધો લોકાન્તથી) લઈ, તે જ સાતમી નારકીના ઉપરના લિયે પહોંચતાં એક રજ્જુ પ્રમાણ બરાબર થાય, ત્યાંથી લઈ છઠ્ઠી નારકીના ઊર્ધ્વ છેડે પહોંચતાં બે રજ્જુ, પાંચમીને અંતે ત્રણ રજ્જુ, ચોથીને અન્ને ચાર રજ્જુ, ત્રીજી નારકને અન્ને પાંચ, બીજીને અન્તે છ અને પહેલી નારકીના ઉપરિતન તલીયે પહોંચતાં સાત રજ્જુ થાય, (આ સ્થૂલ વ્યાખ્યા સમજવી.) ત્યાંથી આગળ ચાલી તિર્યક્લોક વટાવીને સૌધર્મ ઇશાન કલ્પે ઉપરિતન પ્રતરે જાતાં આઠ, સનત્કુમાર–માહેન્દ્ર યુગલે અન્તિમ પ્રતરે જાતાં નવ, બ્રહ્મકલ્પ વટાવી લાંતક કલ્પાન્તે દસ, મહાશુક્ર કલ્પ વટાવી સહસ્રાર દેવલોકના અન્વે અગિયાર, આરણ અચ્યુતાન્તે બાર, ચૈવૈયકાન્ત તેર, અનુત્તર વટાવી સિદ્ધસ્થાનાત્તે પહોંચતાં ચૌદ રજ્જુ સંપૂર્ણ થાય છે. તે પૂર્ણ થતાં લોક પૂર્ણ થયો અને ત્યારબાદ અલોકની શરૂઆત થાય છે. આ પ્રમાણે ધર્મનારકીના ઉપરના ભાગ પર સાત અને હેઠળના ભાગે સાત એમ સમગ્ર મળી ચૌદ રાજ બરાબર થઈ રહે છે.
૨૮૭
અધો, તિર્યક્ અને ઊર્ધ્વ એ ત્રણે સ્થાનો લોક' શબ્દ લગાડીને બોલાય છે, અધોભાગે અધિક સાત રાજ પૃથ્વી છે અને ઊભાગે કંઈક ન્યૂન સાત રાજ પૃથ્વી છે. બન્ને મળીને ચૌદ રાજલોક સંપૂર્ણ થાય છે.
આ લોક ‘વૈશાવ' સંસ્થાને એટલે બે હાથોને બન્ને કેડ ઉપર રાખી, બે પગ મોકળા રાખી ટગર ટગર ઊભો હોય તેવો પુરુષના સરખો છે, અથવા લાંબા કાળ સુધી ઊર્ધ્વ દમ લેવાથી, વૃદ્ધાવસ્થાના યોગે જાણે ઘણો થાકીને પરિશ્રમની વિશ્રાન્તિને અર્થે નિઃશ્વાસ ઉતારી સહસા શાન્તિને ઇચ્છતો પુરુષ કટિભાગે હાથ દઈ, પગ મોકળા રાખી ઊભો હોય તેવી લોકાકૃતિ છે. ત્રીજી રીતે
૨૮૭. આ અભિપ્રાય આ૦ નિયુક્તિ ચૂર્ણી તથા જિનભદ્રગણી ક્ષમાશ્રમણજી કૃત સંગ્રહણીનો છે, પરંતુ શ્રી યોગશાસ્ત્રના અભિપ્રાયે તો સમભૂતલ રુચકથી સૌધર્માન્તે દોઢ રજ્જુ, માહેન્દ્રાન્તે અઢી, બ્રહ્માત્તે ત્રણ, સહસ્રારે ચાર, અચ્યુતાન્તે પાંચ, ત્રૈવેયકાન્તે છ, અને લોકાન્તે સાત. આવો જ અભિપ્રાય લોકનાલિકાનો સમજાય છે.
Jain Education International
વળી શ્રી ભગવતીજી વગેરેમાં તો ધર્મા—રત્નપ્રભા પૃથ્વીની નીચે અસંખ્ય યોજને લોકમધ્ય છે એમ કહ્યું છે. તેના આધારે તો ત્યાં સાત રાજ પૂર્ણ થાય એટલે ત્યાંથી ઊર્ધ્વની ગણના શરૂ થાય. આ લોક બાબતમાં ત્રણે લોકના મધ્ય ભાગનો નિર્ણય કરવામાં કેટલોક પરામર્શ જરૂરી છે.
૩૮
For Personal & Private Use Only
www.jainelibrary.org