________________
ज्योतिषचक्र सम्बन्धी विशेष समजण
२५७
संप्रति प्रगटप्रभावकश्रीअजाहरापार्श्वनाथाय नमः ॥
જ્યોતિષીનિવાયાશ્રયી પાંવનું નવુપરિશિષ્ટ–(ફ) ૧. જ્યારે જ્યોતિષ્ક ઇન્દ્રોને દેવાંગનાઓ સાથે દિવ્ય વિષયાદિ સુખોને ભોગવવાની ઇચ્છા થાય ત્યારે પોતાની સભા મધ્યે વૃત્તાકારે એક બૃહદ્ સ્થાન વિકુર્વે (બનાવે) છે. તેવા ચક્રાકારવાળા સ્થાનની ઉપર સુંદર–રમણીય–મનોજ્ઞ અને દિવ્ય ભાગ રહેલો હોય છે. જે ઉપર તે દેવો એક મોટો સુંદર પ્રાસાદ બનાવે છે. જે ૫૦૦ યો૦ ઊંચો, ૨૫૦ યો) વિસ્તૃત, દિવ્યપ્રભાના પૂંજવડે વ્યાપ્ત હોય છે. તે પ્રાસાદનો ઉપરનો ભાગ ચિત્રવિચિત્ર પદ્મ લતા-ચિત્રામણોથી અત્યંત સુંદર અને દર્શનીય હોય છે, મણિરત્નોના સ્પર્શવાળો છે. એ પ્રાસાદ ઉપર આઠ યોજન ઊંચી એક મણિપીઠિકા હોય છે. તે મણિપિઠિકા ઉપર એક મોટી દેવશય્યા વિષયસુખાર્થે વિકર્વે છે. જે શયા અત્યંત સુકોમળદિવ્ય–ઉત્તમોત્તમ હોય છે.
જે શયામાં ઇન્દ્ર પોતપોતાના પરિવાર યુક્ત સ્વપટ્ટરાણીઓ સાથે ગાંધર્વ અને નાટ્યાનીક એ બે પ્રકારના અનીક યુક્ત આનંદ કરતો, નાટ્ય, ગીત, વાદ્યાદિક શબ્દોનાં મધુર નાદોવડે પ્રફુલ્લિત થતો, અગમહિષી તેમજ તેણીએ પ્રેમ–ભક્તિથી, ઇન્દ્રના સુખાર્થે વિદુર્વેલાં બીજાં હજારો પ્રતિરૂપો સાથે, ઇન્દ્ર પણ સ્વ–વેદોપશમન કરવા તેટલાં જ રુપોને વિકુવને, તે દિવ્ય–સુમનોહર મનને અનુકૂલ એવી અત્યંત સુકોમળ દેવાંગનાઓ સાથે મનુષ્યની પેઠે સવાંગે યુક્ત થયો થકો, અંતે દેવાંગનાનાં શરીરોને બળ આપનારાં, કાન્તિને-કરનારાં વૈક્રિય જાતિનાં વીર્ય–પગલોને પ્રક્ષેપતો થકો વિષયોપભોગથી નિવૃત્ત થાય છે.
આવી જ રીતે યથાયોગ્ય અન્ય નિકાયોમાં વિષયભોગ પ્રાસાદિકની વ્યવસ્થા વિચારવી.
૨. પૃષ્ઠ ૧૮૩ માં ચાલુ ટિપ્પણીમાં પાછળથી “વધુમાં એ પણ” એ પરિગ્રાફ લખવામાં આવ્યો છે. તેમાં અન્ય દ્વીપસમુદ્રોમાં આદિ અને અંતના ૫૦ હજાર યોજન વર્જવાનો જે નિયમ છે, તે નિયમને બાજુએ રાખીને વિચારણા ચલાવી છે પરંતુ તેમ ન વિચારવું કિન્ન આદિ અને અન્તના પ૦ હજાર યોજન વર્જીને બાકીના ક્ષેત્રમાં લાખ લાખ યોજના અંતરે તે તે પંક્તિસંખ્યાને યથાયોગ્ય સંગત કરવી યુક્ત છે, જો તેમ ન વિચારીએ તો તે જ પેરિગ્રાફને અનુસરે તો સ્વયંભૂરમણ સમુદ્રના અન્તિમ ભાગે (૫૦ હજાર યોજન વર્જવાનું બાજુએ રાખ્યું હોવાથી) એક પંક્તિ માનવી જ પડે અને જો તેમ માનીએ તો તેનો પ્રકાશ ક્યાં નાંખવો ? કારણકે સમુદ્રાન્ને અલોક શરૂ થાય છે, માટે તે વિચારણા યોગ્ય લાગતી નથી. 2
શરે પ્રાણીઓને શુભ પ્રવૃત્તિમાં સુખ-દુઃખનો અનુભવ થાય છે. તે અનુકૂળ રાશિમાં આવ્યા હોય તો સુખ અને પ્રતિકૂળ થયા હોય તો દુઃખ-પીડાઓને આપે છે માટે નિઃસ્પૃહ નિર્મન્થોને પણ પ્રવજયાદિ શુભ કાર્યો સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્રાદિ બલ જોઈને કરવાનું જ્ઞાની મહર્ષિઓએ શાસ્ત્રમાં કહેલું છે.
૪. ટિપ્પણી ૨૪૧ (પૃ. ૨૨૧) સૂર્ય-ચન્દ્રમાં પહેલું કોણ હોઈ શકે ? તેનો આ પરિશિષ્ટમાં ખુલાસો આપવાનો હતો પરંતુ તે વિષય વધુ ચર્ચિત હોવાથી બીજા પણ કેટલાક વિષયો સમજાવવા પડે અને ગ્રન્થ વિસ્તાર વધતો જાય અને તેથી અહીં ખુલાસો આપેલ નથી.
સમાનં પંપનં પરિશિષ્ઠ ||
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org