________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
પ્રત્યેક પ્રતરે ઇન્દ્રક વિમાન હોવાથી સર્વ પ્રતરોનાં ૬૨ ઇન્દ્રક વિમાનો થાય છે. ।।૪। વિશેષાર્થ— સુગમ છે. ફક્ત આ નિકાયમાં વિમાનસંખ્યા મર્યાદિત છે, અને ઇન્દ્રક વિમાનો સમગ્ર પ્રતરનાં મધ્યભાગે છે. [૯૪]
२६०
अवतरण- –પૂર્વે સમગ્ર નિકાયાશ્રયી વિમાનસંખ્યા બતાવી. હવે પ્રત્યેક કલ્પે તે વિમાનો કેવી રીતે રહેલાં છે અને પ્રતિકલ્પે વિમાનસંખ્યા કેટલી હોય ? તે જાણવા ‘યુક્તિ’ બતાવે છે.
चउदिसि चउपंतीओ, बासट्ठिविमाणिया पढमपयरे । उवरि इक्किक्कहीणा, अणुत्तरे जाव इक्किक्कं ॥६५॥
સંસ્કૃત છાયા—
चतुर्दिक्षु चतुः पङ्क्त्यो, द्वाषष्टिविमानमयाः प्रथमप्रतरे । उपर्येकैकहीना, अनुत्तरे यावदेकैकम् ||६५||
ગાથાર્ય—પ્રત્યેક કલ્પે ચારે દિશામાં ચાર પંક્તિઓ હોય છે. તેમાં પ્રથમ પ્રતરે બાસઠ—બાસઠ વિમાનની ચાર પંક્તિઓ છે. ત્યારબાદ ઉપર જતાં પ્રથમ પ્રતરથી એકેક વિમાન (ચા૨ે પંક્તિમાંથી) હીન હીન કરતાં જવું તે અનુત્તરે યાવત્ એકેક રહે ત્યાં સુધી. ॥૫॥
વિશેષાર્થ— પૂર્વે ગાથા ચૌદમાં વૈમાનિક નિકાયે કુલ બાસઠ પ્રતરો છે તેમ જણાવ્યું છે. તે પ્રત્યેક પ્રતરે ચારે દિશાવર્તી ચાર પંક્તિઓ આવેલી છે અને તે તે કલ્પે ચારે પંક્તિની શરૂઆતના સંગમસ્થાને એટલે કે પ્રતરના મધ્યભાગે ઇન્દ્રકવિમાનો આવેલાં છે.
વળી તે તે કલ્પગત પ્રત્યેક પંક્તિઓના આંતરામાં પુષ્પાવકીર્ણ વિમાનો આવેલાં છે, તેમ આવલિકાગતવિમાનોનાં પરસ્પર અન્તરમાં પણ [પુષ્પા] વિમાનો આવેલાં છે.
એમાં જ્ઞિાત વિમાનો શ્રેણીબદ્ધ હોવાથી આવૃત્તિાત વિમાનોનાં નામથી ઓળખાય છે.
અનેં પંક્તિઓનાં આંતરામાં તથા વિમાનોનાં આંતરામાં રહેલાં વિમાનો તે, આવલિકાગત (પંક્તિબદ્ધ) નહિ પણ આડાઅવળાં યથેચ્છ સ્થાને વિખરાયેલાં પુષ્પની' માફક જુદા જુદા વર્તતાં હોવાથી પુષ્પાવીí તરીકે ઓળખાય છે. આવલિકાગત વિમાનોનો આકાર અમુક ક્રમે નિયત છે, જ્યારે પુષ્પાવકીર્ણોના આકારો વિવિધ પ્રકારના છે. (જે વાત ગ્રન્થકાર આગળ કહેવાના છે.)
હવે એમાં સૌધર્મકલ્પે પ્રથમ પ્રતરે ચારે દિશામાં ચાર પંક્તિઓ આવેલી છે, પ્રત્યેક પંક્તિમાં બાસઠ—બાસઠ વિમાનો છે; બીજે પ્રતરે ઉક્ત કથન મુજબ પંક્તિના અંતિમ છેડેથી એક એક વિમાન હીન કરતાં પ્રત્યેક પંક્તિમાં એકસક વિમાનો રહે. ત્રીજે પ્રતરે તે પ્રમાણે કરતાં (ચાર પંક્તિમાંથી અંતિમ ભાગેથી એક એક હીન કરતાં) સાઠ સાઠ વિમાનો રહે, તે પ્રમાણે પ્રત્યેક પ્રતરે કરતાં કરતાં છેલ્લે ત્રૈવેયકે બબ્બે વિમાનની શ્રેણી અને અંતિમ-સર્વાર્થસિદ્ધિ પ્રતરે એટલે અનુત્તરકલ્પે ચારે બાજુએ માત્ર એક એક વિમાન અવશિષ્ટ રહે. આ દિશાગત શ્રેણિ સદ્ભાવની વાત કહી. [૫]
નવતર— પૂર્વે પ્રતિ પ્રતરે આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત કરવાનો ક્રમ દર્શાવીને, હવે એ વિમાનો કેવા આકારે, કયા ક્રમે રહ્યાં છે વગેરે જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org