________________
૧૩૭૨૫
जंबूद्वीपवर्ती अढीद्वीपक्षेत्रे सूर्य-चन्द्रमंडलाधिकारः
२४७ સભ્યન્તરમંડળથી અનન્તર મંડલો માટે પૂર્વ પૂર્વનાં મુહૂર્ત ગતિમાનમાં પ્રતિમંડળે થતી સાવ ૨૩૦ યોજનની પરિધિની વૃદ્ધિ હિસાબે ૩ યોજન ૯૫૫ ભાગ એટલે કિંચિત્ જૂન ૩ યોજન જેટલી મુહૂર્તગતિની વૃદ્ધિ કરતાં ઇચ્છિતમંડળે મુહૂર્તગતિ કાઢતાં અંતિમ મંડળે જઈશું ત્યારે ત્યાં ૫૧૨૫ યોજન મુહૂર્તગતિ આવે છે. ३ चन्द्रनी दृष्टिपथप्राप्ति
સવભ્યિત્તરમંડળે બને ચન્દ્રો ૪૭૨૬૩ યોજનથી દષ્ટિગોચર થાય છે અને તે અંતિમમંડળે ૩૧૮૩૧ યોજનથી લોકોને દેખાય છે, બાકીનાં મંડળો માટે સ્વયં ઉલ્લેખ જોવામાં આવતો નથી, પરંતુ સૂર્યમંડલવત્ ઉપાય યોજવાથી આવી શકશે. ४ चन्द्रनां साधारणासाधारणमंडलो
-૩૬-૭–૮–૧–૧૧-૧૫ આ આઠ મંડળોમાં ચન્દ્રને કદી પણ નક્ષત્રનો વિરહ હોતો નથી, કારણકે ત્યાં નક્ષત્રનો ચાર હંમેશા હોય છે. જે નક્ષત્ર પરિશિષ્ટ' પ્રસંગે કહેવાઈ ગયું છે. ૨-૪-૫–૯–૧૨–૧૩–૧૪ મંડળોમાં નક્ષત્રનો વિરહ જ હોય છે.
૧–૩–૧૧-૧૫ એ ચાર મંડળો સૂર્ય-ચન્દ્ર તથા નક્ષત્ર બધાને સામાન્ય છે. આ ચારેમાં રાજમાર્ગ ઉપર સર્વનું ગમન હોય તેમ સર્વેનું ગમન હોય છે. ૬–૭–૮–૯–૧૦ એ ચન્દ્ર મંડળોમાં જરા પણ ગમન નથી.
॥ इति संक्षेपेण जंबूद्वीपगतचन्द्र-सूर्यमंडलाधिकारः समाप्तः ॥ ॥ जंबूद्वीपवर्ती समग्रसमय (अढीद्वीप)क्षेत्रे सूर्य-चन्द्रमंडलाधिकारः ॥
લવણસમુદ્ર-ધાતકીખંડ–કાલોદધિસમુદ્ર અને પુષ્કરાઈગત સૂર્યોની વ્યવસ્થા જંબૂદ્વીપગત સૂર્યવત્ વિચારવી, કારણકે મનુષ્યક્ષેત્રમાં રહેલી મેરુની બન્ને બાજુવ પંક્તિમાં રહેલા ૧૩૨૫ સૂર્યોમાંથી કોઈ પણ સૂર્ય આઘોપાછો થતો નથી, એથી જ જેટલા નરલોકે સૂર્યો તેટલા જ દિવસો અને તેટલી જ રાત્રિ હોય. કારણકે સર્વ સૂનું ગમન એકીસાથે સર્વત્ર હોય છે અને એથી જ પ્રત્યેક સૂર્યને સ્વસ્વમંડલપૂર્તિ ૬૦ મુહૂર્તમાં અવશ્ય કરવાની જ હોય છે. આ કારણથી અહીંયા એટલું વિશેષ સમજવું કે “લવણસમુદ્રાદિવર્તી આગળ આગળના સૂર્યો પૂર્વ પૂર્વ સૂર્યગતિથી શીઘ્ર શીધ્રતર ગતિ કરનારા હોય છે. કારણકે આગળ આગળ તે સૂર્યમંડળસ્થાનોનો પરિધિ વૃદ્ધિગત થતો હોય છે અને તે તે સ્થાને કોઈ પણ સૂર્યને મંડલપૂર્તિ એકીસાથે કરવાની હોય છે. આથી જંબૂદીપના મંડળવર્ણન
૨૫૭. અહીંયા એટલું વિશેષ સમજવું કે જે જે સૂર્ય જે જે સ્થાને ફરે છે તેની નીચે વર્તતા ક્ષેત્રના મનુષ્યો. તે જ સૂર્યને જુએ છે.
૨૫૮. આ પ્રમાણે અઢીદ્વીપમાં ચન્દ્ર-સૂયનું અંતર જણાવવામાં આવેલ નથી, પરંતુ અભ્ય૦–પુષ્કરાધના ૮ લાખના ૩૬ ભાગ કરવાથી જેટલું ક્ષેત્ર આવે તેટલા અંતરે સૂર્ય સ્થાપવા, તેમાં માનુષોત્તર તરફનું તેટલું અંતર ખાલી રાખવું. જંબૂ૦ તરફ પુષ્કરાધના પ્રારંભથી સૂર્ય સ્થાપવા, માનુષો પાસે અડતો સૂર્ય ન હોય. કાલોદધિ માટે ૮ લાખના ૨૨મા ભાગ જેટલા અંતરે સૂર્ય સ્થાપવા, પરંતુ પ્રારંભ–પર્યન્ત નહિ. ૨૧ સૂર્યો વચ્ચે જ સ્થાપવા એમ ધાતકી–લવણાદિ માટે પણ ઉક્ત રીતે વિચારી લેવું યોગ્ય લાગે છે. તત્ત્વજ્ઞાનીગમ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org