________________
લાગે.
અરે ! એક દેવ અબજો માઇલનું અંતર આંખના પલકારામાં કાપી શકે છે. આ ચૈતન્યની તાકાત છે. દેવોનાં શરીરો મનુષ્યોના શરીરથી તદ્દન દાં જ વૈક્રિયથી ઓળખાતાં પુદ્ગલ પરમાણુનાં હોય છે અને અનેક ચમત્કારો સર્જી શકે છે.
[ ૧૧૮ ]
અહીંયા વિજ્ઞાનની બહુ જ થોડી જાતજાતની ટૂંકી ટૂંકી વાતો આપી છે. વિજ્ઞાનની બાબતો હજુ ઘણી ઘણી જાણવા જેવી છે પણ ગ્રંથનું કદ મર્યાદા બહાર જતું રહે. આ માટે તો ખોળ-ભૂગોળ વગેરેનાં ચિત્રો સાથે સ્વતંત્ર પુસ્તક લખવાનો યોગ બને ત્યારે ઘણું બધું આપી શકાય અને વાચકોને તેમાંય ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓને ભૌતિક રહસ્યો, પુદ્ગલ વગેરેની અગાધ તાકાતની જાણકારી કરી શકાય. અત્યારે વિજ્ઞાનની ઘણી ઘણી આશ્ચર્યકારક ઘટનાઓ લખવા કલમ થનગની રહી છે પણ હવે કલમને પરાણે મ્યાન કરવી રહી.
વાચકોને જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે કેવી ભિન્નતા છે તેનો તરત ખ્યાલ આવે માટે અહીં જરૂર પૂરતી થોડી વિગતો આપી છે.
સૂચનાઃ-અહીં બ્લેક એટલે મોટા ટાઇપનું લખાણ જૈનદર્શનની માન્યતાને જણાવે છે અને નાના ટાઇપનું લખાણ વિજ્ઞાનની માન્યતાને જણાવે છે.
૧. જૈન દર્શન આત્મા, કર્મ, પરલોક અને મોક્ષ આ ચારેયના શાશ્વત અસ્તિત્વને સ્વીકારે છે.
* જ્યારે પરદેશના બધાં દર્શનો અને વૈજ્ઞાનિકો આ ચારેયના અસ્તિત્વને બરાબર સ્વીકારતા નથી. ૨. જૈન દર્શન દેવ-દેવીઓથી યુક્ત એવા દેવલોકને એટલે દેવોના વસવાટ સ્થાનને માને છે. એમાં બે પ્રકારના દેવોનું સ્થાન ધરતી-પાતાલમાં છે અને બે પ્રકારના દેવોનું સ્થાન આકાશમાં અસંખ્ય અબજો માઇલના વિસ્તારમાં રહેલું છે.
* જ્યારે વૈજ્ઞાનિકો દેવલોકને જ માનતા નથી પછી આગળ વાત જ ક્યાં કરવાની રહી !
૩. જૈનો આ ધરતીની નીચે ભૂગર્ભમાં અબજોના અબજો માઇલના દીર્ધ અવકાશમાં સાત નરકપૃથ્વીઓ છે એવું માને છે.
૪.
* જ્યારે પરદેશના અજૈન દર્શનો કે વૈજ્ઞાનિકો આ ધરતીની નીચે નરક જેવી વસ્તુ છે એવું માનતા જ નથી.
આપણે એક લાખ યોજન (૪૦૦ લાખ યોજન) ના જંબુદ્રીપને માનીએ છીએ અને આ કારણે જંબુદ્રીપના કેન્દ્રમાં આવેલા મેરુપર્વત અને મહાવિદેહને પણ માનીએ છીએ અને તેના છેડે આવેલા ભરતક્ષેત્રને પણ માનીએ છીએ.
* જ્યારે વિજ્ઞાનને ત્યાં જંબુદ્વીપ જેવી કોઇ માન્યતા નથી, એનું સ્વપ્નું પણ નથી એટલે મેરુપર્વત વગેરેની વાત જ કયાં કરવાની રહી!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org