________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આ પ્રમાણે અઢીદ્વીપનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યા બાદ તે અઢીદ્વીપને વિષે સૂર્ય તથા ચન્દ્રના મંડલો કેવી રીતે પડે છે તે સંબંધી વર્ણન કહેવાય છે.
२००
* सूर्य-चन्द्रमण्डल विषयनिरुपणम्
[મંડનાધિારની નવતરળિા–મંડલાધિકારમાં પ્રસંગ પ્રાપ્ત થવાથી અઢીદ્વીપનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. હવે ચન્દ્ર સૂર્યનાં મંડલ સંબંધી અધિકાર શરૂ કરવામાં આવે છે. આ વિષય સૂર્યપ્રજ્ઞપ્તિ ચન્દ્રપ્રજ્ઞપ્તિ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ વગેરે સિદ્ધાંતોમાં સવિસ્તૃતપણે આપ્તમહાપુરુષોએ વર્ણવ્યો છે; તેમજ બાલજીવોના બોધના અર્થે પૂર્વના પ્રાજ્ઞ મહર્ષિઓએ એ સિદ્ધાન્તગ્રંથોમાંથી એ વિષયનો ઉદ્ઘાર કરી ક્ષેત્રસમાસ–બૃહત્ સંગ્રહણી–મંડલપ્રકરણલોકપ્રકાશ પ્રમુખ ગ્રંથોમાં સંસ્કૃત-પ્રાકૃતમાં વિશેષ સ્પષ્ટ કર્યો છે, તો પણ મંદબુદ્ધિવાળા જીવો આ વિષયને રુચિપૂર્વક વધુ સમજી શકે તે માટે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોના આધારે ભાષામાં આ મંડલસંબંધી વિષયને કંઇક સ્ફુટ કરીને કહેવામાં આવે છે.
જો કે આ લખાણ વાચકોને કંઈક વિશેષ પડતું જણાશે, પરંતુ ગુર્જર ભાષામાં હજુ સુધી આ વિષય પરત્વે જોઈએ તેવી સ્પષ્ટતા પ્રાયઃ કોઈ અનુવાદગ્રંથમાં કિંવા સ્વતંત્ર ગ્રંથમાં નિહ જોવાતી હોવાથી મંડલસંબંધી આ વિષયને સરલ કરવો જેથી અભ્યાસીઓની જ્ઞાનસમૃદ્ધિ વધે અને તદ્વિષયક રસપિપાસા તૃપ્ત થાય, એ ઇચ્છાથી આ વિવેચનનો વિસ્તાર સ્વ–પર લાભાર્થે કંઈક વધાર્યો છે અને એથી પ્રાયઃ મારું ચોક્કસ મંતવ્ય છે કે સ્વ–પરબુદ્ધિના વિકાસ માટે આ વિષય વાચકોને વિશેષ ઉપયોગી થશે. ‘અનુવાવ’
‘મંડળ' એટલે શું?
ચન્દ્ર અને સૂર્ય મેરુપર્વતથી ઓછામાં ઓછી ૪૪૮૨૦, યોજનની અબાધાએ રહેવાપૂર્વક મેરુને પ્રદક્ષિણાના ક્રમથી સંપૂર્ણ ફરી રહે તે પ્રદક્ષિણાની પંક્તિને એક મંડળ’ કહેવાય છે.
આ ચન્દ્ર સૂર્યનાં મંડળો ત્યાં ને ત્યાં જ રહેવાવાળાં કાયમી મંડળો જેવાં (સ્વતંત્ર) મંડળો નથી પરંતુ પ્રથમ ચન્દ્રસૂર્યનું જે સ્થાન જણાવવામાં આવ્યું છે તેટલી (સમભૂતલથી સૂર્ય ૮૦૦, ચંદ્ર ૮૮૦ યોજન) ઊંચાઈએ રહ્યા થકા ચરસ્વભાવથી મેરુની ચારે બાજુ પ્રદક્ષિણા આપતાં પોતાના વિમાનની પહોળાઈ પ્રમાણ જેટલું ક્ષેત્ર રોકતા જાય અને કલ્પિત જે વલય પડે તે વલયને ‘મંડળ’ કહેવાય છે, અર્થાત્ ચન્દ્ર સૂર્યનો મેરુને પ્રદક્ષિણા આપવાપૂર્વક ચાર કરવાનો ચક્રાકારે જે નિયત માર્ગ તે ‘મંડળ’ કહેવાય.
આ મંડળો ચન્દ્રનાં ૧૫ છે અને સૂર્યનાં ૧૮૪ છે. દક્ષિણાયન ઉત્તરાયણના વિભાગો, દિવસ અને રાત્રિના સમયમાં ન્યૂનાધિકપણું, સૌરમાસ–ચાન્દ્રમાસાદિ વ્યવસ્થા વગેરે ઘટનાઓ આ સૂર્ય—ચન્દ્રનાં મંડળોના આધારે જ ઉત્પન્ન થાય છે.
અહીં આગળ જણાવવાનું છે તે આધારે, બે સૂર્યોનાં પરિભ્રમણથી એક આખું મંડળ થાય છે. તેમજ કર્કસંક્રાન્તિના પ્રથમ દિવસે વાદી–પ્રતિવાદીની જેમ સામસામી સમશ્રેણીએ નિષધ અને નીલવંત પર્વત ઉપર, ઉદય પામેલા બન્ને સૂર્યો મેરુથી ૪૪૮૨૦ યોજન પ્રમાણ ઓછીમાં ઓછી અબાધાએ રહેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
શ
www.jainelibrary.org