________________
૬૧
दक्षिणायन-उत्तरायण प्रसंगे सूर्यनी मंडलोमां गति ભાગની હાનિ કરતો, જ્યારે જઘન્યરાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિમાં નિમિત્તરૂપ થતો, એવો તે સૂર્ય સભ્યત્તરમંડળની અપેક્ષાએ ઉત્તરદિશાગત આવેલા ૧૮માં મંડળે બહિર્ભત સર્વબાહ્યમંડળે ઉત્તરાર્ધમંડળે પહોંચે છે.
એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળેથી આવેલો ઉત્તર પશ્ચિમદિશાવર્તી સૂર્ય પણ જ્યારે સભ્યન્તરના ઉત્તરાર્ધ મંડળે પ્રથમ ક્ષણે આવી, પ્રથમ ક્ષણથી ઉર્ધ્વ ધીમે ધીમે કોઈ એવા પ્રકારની ગતિવિશેષ વડે તે સભ્યન્તરમંડળનાં ઉત્તરાર્ધમંડળમાંથી સંક્રમી પૂર્વવત્ સર્વ વ્યવસ્થા કરતો દ્વિતીય દક્ષિણાધી મંડળની કોટી ઉપર (નૂતન સંવત્સરના આરંભ સમયે) આવે છે. એ પ્રમાણે તે સૂર્ય ત્યાંથી–ઉત્તરપશ્ચિમગત મંડલોમાંથી દક્ષિણપૂર્વગત મંડલોમાં–દક્ષિણ પૂર્વગત મંડલોમાંથી ઉત્તરપશ્ચિમગત મંડલોમાં એક એક અહોરાત્ર પર્યન્ત : ભાગ દિનમાનની હાનિમાં કારણભૂત થતો, પ્રત્યેક મંડળે ૨ યોજન ૪ ભાગ ક્ષેત્ર વ્યતિક્રાન્ત કરતો થકો આગળ આગળના અર્ધ અર્ધ મંડળોની સીમામાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરતો કરતો, ધીમે ધીમે તે મંડલોને સ્વચારથી ચરતો સભ્યત્તરમંડળની અપેક્ષાએ ૧૮૨ અહોરાત્રવડે દક્ષિણ તરફના ૧૮માં સર્વબાહ્યમંડલે આવે છે.
આ પ્રમાણે સભ્યન્તરમંડળેથી સંક્રમીને આવેલા બન્ને સૂર્યો જ્યારે સર્વ બાહ્યમંડલે ઉત્તર–દક્ષિણ દિશામાં વર્તતા હોય છે ત્યારે દિનમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું અને રાત્રિમાન ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનું હોય છે.
એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળે પ્રથમ ક્ષણે આવેલા દક્ષિણ તથા ઉત્તરદિશા સ્થાનવર્તી સૂર્યો પ્રથમ ક્ષણથી આગળ આગળ તથાવિધ ગતિવડે ધીમે ધીમે ગમન કરે છે એ પૈકી ઉત્તરદિશાગત સૂર્ય એક અહોરાત્ર પર્યન્ત બે યોજન ૪૮ ભાગ જેટલું ચરક્ષેત્ર વ્યતિક્રમે ત્યારે બાહ્યમંડળ સંક્રમી સર્વબાહ્યથી અવકુમંડળના દક્ષિણાર્ધ (દક્ષિણદિશાગત) મંડળે પ્રથમ ક્ષણે પ્રવેશે છે, તે જ વખતે
જ્યારે બીજો દક્ષિણદિશાગત સૂર્ય એક અહોરાત્ર પર્યન્ત ૨ યોજન ૪૮ ભાગ જેટલું ક્ષેત્ર વ્યતિક્રમ થયા બાદ તે અવક મંડળના ઉત્તરાર્ધ મંડળે ઉત્તરાયણના પ્રથમ ક્ષણે વિવક્ષિત કોટી સ્થાને આવે છે. એમ દરેક મંડળોમાં જતાં અને આવતાં પ્રત્યેક મંડળ સ્થાનમાં બન્ને સૂયાં પ્રથમ ક્ષણે એકી સાથે પ્રવેશે છે, અને યુગપત્ સંક્રમણ કરે છે. આ અવક મંડળે સૂર્ય આવવાથી સર્વબાહ્યમંડળે પ્રાપ્ત થતા ૧૨ મુહૂર્ત દિનમાનમાં ઉત્તરાયણ હોવાથી દિવસ વૃદ્ધિગત થવાનો છે માટે જે મુહૂર્ત ભાગ દિનમાનમાં વૃદ્ધિ, જ્યારે તેટલી જ ' ભાગ રાત્રિમાનમાંથી હાનિ થયેલી હોય છે. સર્વબાહ્યથી અવફ મંડળે પ્રથમ ક્ષણે આવેલા તે સૂર્ય સ્વસ્વ દિશાગત અર્ધઅર્ધ મંડળોને પોતાની અનાદિસિદ્ધ એક પ્રકારની વિશિષ્ટ ગતિવડે પૂર્ણ કરતા, પૂર્વની જેમ, પણ વિપરીત ક્રમે કરીને ઉત્તરાર્ધ મંડળે રહેલો સૂર્ય દક્ષિણાર્ધમાં આદિ ક્ષણે પ્રવેશી, અને દક્ષિણાર્ધમંડળે રહેલ સૂર્ય ઉત્તરાર્ધ મંડળોના આદિ ક્ષણમાં પ્રવેશતો પ્રત્યેક અહોરાત્ર પર્યન્ત ૨ યોજન ૪૮ ભાગ ક્ષેત્ર વીતાવતો થકો અને દિનમાનમાં ભાગની વૃદ્ધિ અને રાત્રિમાનમાં ભાગની હાનિમાં નિમિત્તરૂપ થયો થકો, એમ અનુક્રમે પ્રત્યેક સૂર્યો અનન્તર અનન્તર મંડલાભિમુખ ચરતા થકા અને તે તે મંડલોમાં, તે બને આદિ ક્ષણે એકી સાથે સામસામી પ્રવેશ કરતા અને તે તે મંડલો ચરીને સંક્રમણ કરતા તે સૂર્યો સભ્યન્તર અવકમંડળે
૬૧
૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org