________________
दिवस तेमज रात्रिनुं कारण
રરર ક્રમે પશ્ચિમવિદેહની અન્તિમ હદ–કોટિ તરફ દૃષ્ટિ રાખતો જ્યારે ભરતક્ષેત્રમાં પંદર મુહૂર્ત પ્રમાણ દિનમાન પૂર્ણ કરે—અથત ભરતક્ષેત્રે ૩ મુહૂર્ત સુધી પ્રકાશ આપવો બાકી રહે ત્યારે પૂર્વ બાજુએથી ખસતા અને પશ્ચિમગત દૂર દૂર ક્ષેત્રમાં આગળ આગળ તેજનો પ્રસાર કરતા ભારતસૂર્યના પ્રકાશે હજુ વિદેહક્ષેત્રમાં નહીં પણ વિદેહક્ષેત્રની નજીકના સ્થાન સુધી સ્પર્શના કરી હોય છે. જ્યારે આ બાજુ તે વખતે વિદેહમાં પણ રાત્રિ પૂર્ણ થઈ નથી પણ પૂર્ણ થવાની કોટિ ઉપર આવી ચૂકી હોય છે. આ વખતે એ ભારતસૂર્ય ભરતક્ષેત્રગત સંપૂર્ણ પંદર મુહૂર્ત પૂર્ણ કરતો આગળ વધે કે તરત જ તેનો પ્રકાશ પણ તેટલો તેટલો દૂર દૂર આગળ આગળ ફેંકાતો -જાય (અને પાછળ પાછળથી ખસતો જાય) કારણકે સૂર્યના પ્રકાશની પૂર્વ પશ્ચિમ–લંબાઈરૂપ પહોળાઈ જો કે દર સમયે પરાવર્તન સ્વભાવવાળી છે, પરંતુ બે પડખે તો સર્વદા સરખા પ્રમાણવાળી જ રહે છે. તેથી સૂર્ય જેમ જેમ ખસતો જાય તેમ તેમ જ્યાં જ્યાં તેજ પહોંચી શકે એવા આગળ આગળનાં જે ક્ષેત્રો ત્યાં ત્યાં પ્રકાશ કરતો જાય. આ નિયમાનુસાર અત્યાર સુધી પંદર મુહૂર્વકાળ પૂર્ણ થવા આવ્યો હતો ત્યારે સૂર્ય જે છેડે પ્રકાશ આપી રહ્યો હતો તેને બદલે પંદર મુહૂર્ત પૂર્ણ થયે હવે તેના તે જ સૂર્યના પ્રકાશે વિદેહમાં પ્રવેશ કર્યો. અર્થાત્ ભરતક્ષેત્રે ત્રણ મુહૂર્તનું દિનમાન બાકી રહ્યું ત્યારે ત્યાં સૂર્યોદય થઈ ચૂક્યો. આથી ભારતમાં અઢાર મુહૂર્ત દિનમાન પૈકી અંતિમ ત્રણ મુહૂર્ત સુધી દિવસ હોય ત્યારે ત્યાંના સૂર્યોદય કાળના પ્રારંભના (પ્રભાતના) ત્રણ મુહૂર્ત હોય.
આથી શું થયું કે ભરત, ઐરાવતક્ષેત્રના અસ્તસમય પૂર્વેના ત્રણ મુહૂર્ત જે કાળ તે બન્ને દિશાગત વિદેહના સુર્યોદયમાં કારણરૂપ હોવાથી તે જ કાળ ત્યાં ઉદયરૂપે સમજવો. આ મહાવિદેહમાં
જ્યાં પ્રકાશનું પડવું થાય તે સ્થાન તે મહાવિદેહના મધ્યભાગની અપેક્ષાએ સમજવું, વિદેહની પહોળાઈની જે મધ્યભાગની સીમા તેના મધ્યભાગે એટલે વિદેહની પહોળાઈગત જે ૨૪મધ્યપણું તે જ ગ્રહણ કરવાનું છે પણ લંબાઈની અપેક્ષાનું નહીં, જેમ ભરતક્ષેત્રમાં પણ દિનમાન–રાત્રિમાન તથા સૂર્યનું ઉદય-અસ્ત, અંતર, સ્થાન, પ્રમાણ વગેરે સર્વ પ્રમાણનું ગણવું અથતિ તે તે સૂર્યના ઉદયાસ્ત સ્થાનને જોવાની અપેક્ષા ભરતક્ષેત્રના મધ્યભાગથી (અયોધ્યાથી) ગણવાની હોય છે. તેવી જ રીતિએ વિદેહમાં પણ સમજવાનું છે.
શંકા- તમારે ઉપર્યુક્ત સમાધાન કરવાની આવશ્યકતા પડી, એના કરતાં અમે પૂછીએ છીએ કે જ્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ચન્દ્રનું અસ્તિત્વ કેમ સ્વીકાર્યું નહિ? શું સૂર્યના પ્રકાશાભાવે જ રાત્રિકાળ થાય છે અને ચન્દ્રના અસ્તિત્વને અંગે થતો નથી?
સમાધાન – દિવસ અથવા રાત્રિ કરવામાં ચન્દ્રને કોઈ પણ પ્રકારે લાગતું-વળગતું નથી, અર્થાત્ સૂર્યમંડળોથી થતી રાત્રિદિવસની સિદ્ધિમાં ચન્દ્રમંડળોનું સાહચર્ય અથવા પ્રયોજન કશું હોતું નથી. કારણ કે ચન્દ્રમંડળોની અલ્પ સંખ્યા. મંડળોનું સવિશેષ અંતર. ચન્દ્રની મન્દગતિ. મહર્તગતિ આદિમાં સર્વ પ્રકારે વિપસ વિચિત્ર પ્રકારે વિપરીત રીતે થતો હોવાથી સુર્યમંડળની ગતિ સાથે સાહચર્ય મળતું ક્યાંથી જ આવે ? કે જેથી તે ચન્દ્ર રાત્રિ યા દિવસને કરવામાં નિમિત્તરૂપ બને ?
૨૪૩. એટલે કે મહાવિદેહગત ઊભી પડેલી સીતા અથવા સીસોદા 0 +]નદીની પહોળાઈનું મધ્યબિન્દુ ગણત્રીમાં લેવું કે વિજયોની રાજધાનીનો મધ્યભાગ ગણત્રીમાં લેવો? તે સ્થાનથી સ્પષ્ટતા જાણવા મળી નથી તેથી યથાસંભવ મધ્યભાગ વિચારવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org