________________
રરર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તરફ ચરવાનાં મંડળના મધ્યભાગે આવે ત્યારે—એમ બન્ને વિભાગોમાં ઐરવત અને ભરતક્ષેત્રે બને સૂર્યો પરસ્પર સમશ્રેણીમાં આવેલા હોય ત્યારે સૂર્યના અસ્તિત્વપણાને અંગે દિવસ વર્તતો હોય તે વખતે જાણે દિવસના તેજવી દેદીપ્યમાન–ઉગ્ર સ્વરૂપથી રાત્રિ ભયભીત બની અન્ય ક્ષેત્રે ગઈ ન હોય? તેમ સૂર્ય સવભ્યિન્તરમંડળે હોવાથી જઘન્ય–૧૨ મુહૂર્ત માનવાળી રાત્રિ પૂર્વ (પૂર્વ વિદેહમાં) અને પશ્ચિમ (પશ્ચિમવિદેહમાં) દિશામાં ગયેલી હોય છે.
હવે જ્યારે મેરુપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશાને વિષે (બને વિદેહમાં) સૂર્યો વર્તતા હોય અને તેથી ત્યાં દિવસનું અસ્તિત્વ હોય ત્યારે પૂર્વવત્ દક્ષિણ અને ઉત્તર દિશાગત જે (ભરતભૈરવત) ક્ષેત્રો તેને વિષે પૂર્વવિદેહમાં જેમ રાત્રિ કહી હતી તેમ અહીં પણ તેટલા જ માનવાળી (૧૨ મુહૂર્તની) જઘન્યરાત્રિ વર્તતી હોય છે.
આથી એ તો સ્પષ્ટ જ સમજવું કે–જે જે ક્ષેત્રોમાં જે જે કાળે (જે જે મંડળે) રાત્રિમાન ૧૨ મુહૂર્તનું હોય, ત્યાં તે જ ક્ષેત્રોમાં તે તે કાળે દિનમાન અવશ્ય ઉત્કૃષ્ટ પ્રમાણવાળું (૧૮ મુહૂત) હોય; કારણકે સર્વથી જઘન્યમાં જઘન્ય રાત્રિમાન–૧૨ મુહૂર્ત સુધીનું હોય છે, અને સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દિનમાન ૧૮ મુહૂર્ત સુધીનું હોઈ શકે છે.
આ કારણથી જ્યાં રાત્રિ સર્વથી લઘુતમ–જઘન્ય હોય ત્યારે તે તે ક્ષેત્રગત દિવસ સર્વોત્કૃષ્ટ પ્રમાણવાળો હોય જ. અને જે જે મંડળે–જે જે કાળે રાત્રિ અથવા દિવસનું પ્રમાણ (પૂર્વોક્ત દિવસ યા રાત્રિના જઘન્ય ૧૨ મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના યથાર્થ પ્રમાણમાંથી) જે જે ક્ષેત્રોમાં જેટલા જેટલા અંશે વધઘટવાળું હોય, ત્યારે તે જ ક્ષેત્રોમાં તે કાળે રાત્રિ અથવા દિવસનું દિનમાન પણ વધઘટવાળું હોય.
આથી એટલું ચોક્કસ સમજી રાખવું કે કોઈ પણ ક્ષેત્રે–કોઈ પણ મંડળ–કોઈ પણ કાળે અહોરાત્ર પ્રમાણ તો ત્રીશ મુહૂર્ત જ હોય છે. (જો કે ઈતરોમાં બ્રહ્મા અપેક્ષાએ જુદું છે) કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાળે તે અહોરાત્ર કાળમાં કદી પણ ફેરફાર થયો નથી અને થશે પણ નહીં, રાત્રિ અથવા દિવસનું પ્રમાણ ભલે વધઘટવાળું થયા કરે પણ બન્નેના માનનો સરવાળો કરીએ ત્યારે ઉક્ત ત્રીશ મુહૂર્તનું પ્રમાણ આવ્યા વિના નહિ જ રહે.
શંકા- ઉપર્યુક્ત લખાણ વાંચતાં કોઈક વાચકને શંકા થશે કે–જ્યારે તમોએ ભરત–ઐરાવતા ક્ષેત્રે સૂર્યનો પ્રકાશ ૧૮ મુહૂર્ત સુધી રહેલો હોય ત્યારે બન્ને પૂર્વ–પશ્ચિમવિદેહમાં માત્ર ૧૨ મુહૂર્ત પ્રમાણવાળી (સૂર્યના પ્રકાશાભાવે) રાત્રિ વર્તતી હોય, એ રાત્રિ પૂર્ણ થયે ત્યાં કયો કાળ હોય ? કારણકે એ બન્ને વિદેહગત રાત્રિમાન પૂર્ણ થયે, ત્યાં ન હોય સૂર્યનો પ્રકાશ કે ન હોય ત્યાં રાત્રિકાળ, કારણકે ત્યાં રાત્રિ ભલે વીતી ગઈ પણ હજુ ભરત, ઐરાવત ક્ષેત્રે દિનમાન ૧૮ મુહૂર્તનું હોવાથી, પૂવપર બન્ને વિદેહગત રાત્રિમાનની અપેક્ષાએ હજુ છ મુહૂર્તકાળ સુધી સૂર્યને ભરતક્ષેત્રમાં (અથવા ઐરાવતક્ષેત્રમાં) પ્રકાશ આપવાનો છે અર્થાત્ ભરત-ઐરાવતક્ષેત્રે ૬ મુહૂર્ત પ્રમાણ દિવસ બાકી છે, તો પછી પૂર્વ-પશ્ચિમ વિદેહમાં રાત્રિકાળ વીત્યે કયો કાળ હોય ?
સમાધાન–આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે–ભરતક્ષેત્રે પ્રકાશ આપતો ‘ભારતસૂર્ય ક્રમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org