________________
રદ્દ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નિયમાનુસાર સૂર્યો પુનઃ ૯૧માં મંડળે આવે ત્યારે સમાન દિનમાન અને સમાન રાત્રિમાન કરનારા હોય છે, એ સૂર્યો ઘણે દૂર ગયેલા હોવાથી ભારતમાં ૧૫ મુહૂર્ત દિનમાન પ્રમાણ દિવસ પૂર્ણ થાય ત્યારે મહાવિદેહમાં રાત્રિમાન પણ સમાન પ્રમાણવાળું હોવાથી ત્યાં રાત્રિ આરંભાય, જ્યારે મહાવિદેહમાં રાત્રિ આરંભાય ત્યારે ભરત–ઐરાવત ક્ષેત્રમાં સૂર્યોદયનો પ્રારંભ થાય, આ પ્રમાણે સરખા પ્રમાણમાં દિનમાન–રાત્રિમાન હોવા છતાં, મુહૂર્તની વધઘટ ન હોવાથી કોઈ પણ જાતની હરકત નડતી નથી.
એ જ સૂર્યો જ્યારે ૯૧ મંડળથી આગળ વધતાં વધતાં સર્વબાહ્યમંડળના આદિ પ્રદેશે–પ્રથમ ક્ષણે પહોંચે ત્યારે, તદાશ્રયી પૂર્વોક્ત પ્રમાણવાળી ૧૮ મુહૂતપ્રમાણની રાત્રિ અને ૧૨ મુહૂર્તનાં માનવાળું દિનમાન આવી રહે છે. એ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળથી પાછું સંક્રમણ કરીને (ઉત્તરાભિમુખ ગમન કરતો) અંદરના મંડળોમાં પ્રવેશી ( ભાગની) દિનમાન વૃદ્ધિ કરતો અને રાત્રિમાનમાં તેટલી જ હાનિ કરતો કરતો, પ્રતિમંડળો ચરતો જ્યારે ૯૧માં મંડળે પુનઃ પાછો આવે ત્યારે–પુનઃ એ ઉત્તરાયણમાં ૧૫ મુહૂર્તનું દિનમાન અને ૧૫ મુહૂર્ત રાત્રિમાન યથાર્થ હોય ત્યારે આપણા પહેલા વર્ષની શૈત્ર વદિ ૯ હોય) એમ કરતાં કરતાં સૂર્ય જ્યારે સભ્યન્તરમંડળે પ્રથમ ક્ષણે આવે ત્યારે પૂર્વોક્ત ૧૮ મુહૂર્તપ્રમાણનું દિનમાન અને ૧૨ મુહૂર્વપ્રમાણનું રાત્રેિમાન યથાર્થ હોય. એ પ્રમાણે એક સંવત્સર કાળ પૂર્ણ થાય.
આ પ્રમાણે એક અહોરાત્ર ૯૧ાા મંડળે દક્ષિણાયનનું અને પુનઃ પાછો ફરતાં ૯ાા મંડળે એક અહોરાત્ર ઉત્તરાયનનું એમ એક સંવત્સરમાં બે અહોરાત્ર અને ૧૦ અહોરાત્રો જુદી જુદી માસ-તિથિવાળા એક યુગમાં સમાન પ્રમાણવાળા હોય. આ બે દિવસ (–અહોરાત્રને) છોડીને સારાએ સંવત્સરમાં એવો એક પણ અહોરાત્ર નથી હોતો કે જે અહોરાત્ર દિનમાન અને રાત્રિમાનના સમાન પ્રમાણવાળો હોય અથર્ કિંચિત્ કિંચિત્ વધઘટ પ્રમાણવાળો તો હોય જ. બાકીનાં સર્વ મંડળોમાં ૨૪રાત્રિમાન તથા દિનમાન યથાયોગ્ય વિચારવું.
હવે જ્યારે ભારતમાં વં૩ મુહૂર્તનું દિનમાન હોય અને મહાવિદેહમાં ૧ કલાકેની રાત્રિ હોય ત્યારે શું સમજવું? તો ભારતમાં (સૂર્યાસ્ત પૂર્વે) એક મુહૂર્તથી કિંચિત્ ન્યૂન સૂયશ્રયી દિવસ હોય ત્યારે વિદેહમાં સૂર્યોદય થાય? આવી ચર્ચા પૂર્વે ભરતનાં ૧૮ મુહૂર્ત દિનમાન અને વિદેહના ૧૨ મુહૂર્તનાં રાત્રિમાન પ્રસંગે કરી છે તે પ્રમાણે અહીં વિચારી લેવી. જ્યારે જ્યારે દિનમાન અને રાત્રિમાનના અભ્યાધિક્યને અંગે એક બીજા ક્ષેત્રાશ્રયી સંશય જણાય ત્યારે પૂર્વોક્ત ચર્ચા ધ્યાનમાં લઈ જેટલો જેટલો જ્યાં જ્યાં દિન–રાત્રિમાનનો વિપર્યય થતો હોય તેના હિસાબે ગણત્રી કરીને સમન્વય યથાયોગ્ય કરી લેવો. અહીં અમે આ ચર્ચાનો વિશેષ સ્ફોટ નથી કરતા.
બીજું અહીં ભરતક્ષેત્રમાં જે ૧૮ મુહૂર્વપ્રમાણ દિવસ કહ્યો છે તે ભારતના કોઈ પણ વિભાગમાં વર્તતા પ્રકાશની અપેક્ષાએ કહ્યો નથી, ભરતક્ષેત્રના કોઈ પણ વિભાગમાં વર્તતા પ્રકાશની અપેક્ષાએ
- ૨૪૭. સવભ્યિત્તરમંડળથી બાહ્યમંડળે જતાં દક્ષિણાયનમાં ૧૫ મુહૂર્તનો દિવસ અને ૧૫ મુહૂર્તની રાત્રિ પહેલા વર્ષની કાર્તિક વદિ બીજે કે ત્રીજે હોય.
૨૪૮. પ્રત્યેક મંડળનું રાત્રિમાનદિનમાન અહીં આપવા જતાં ઘણો વિસ્તાર થઈ જાય માટે પાઠકોએ સ્વયં કાઢી લેવું, અને તેઓ આટલો વિષય સમજ્યા બાદ જરૂર કાઢી પણ શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org