________________
रात्रि तेमज दिवसना काल सबधा समाधान
ခုခု
સમાધાન– આ સંબંધમાં પૂર્વે કહેવાયેલો ખુલાસો અહીં પણ સમજી લેવાનો છે, પરંતુ ત્યાંના ખુલાસાથી અહીં વિપરીત રીતે વિચારવાનું છે.
અથ–પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂયસ્તિનાં ત્રણ મુહૂર્તી બાકી રહ્યાં હોય ત્યારે ભરત-ઐરાવત ક્ષેત્રમાં સૂર્યોદય થઈ જાય, (અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં, સૂર્યસ્તિકાળનાં ત્રણ મુહૂર્ત બાકી હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂર્યોદય થઈ જાય) આ પ્રમાણે બન્ને રીતે બન્ને ક્ષેત્રો સંબંધી સમાધાન સમજવું.
આ પ્રમાણે બન્ને વિદેહગત ઉદયકાળનાં (રાત્રિના આરંભની પહેલાનાં) જે ત્રણ મુહૂર્ત તે જ ભરત-ઐરાવત ક્ષેત્રનાં અસ્તિકાળનાં ત્રણ મુહૂર્ત. ભરત-ઐરાવત ક્ષેત્રનાં અસ્તકાળનાં જે ત્રણ મુહૂર્ત તે જ પૂર્વ-પશ્ચિમ વિદેહ ક્ષેત્રનાં ઉદયકાળનાં કારણરૂપ હોય.
આ પ્રમાણે જ્યારે દક્ષિણ અને ઉત્તર દિશાગત (ભરા-ઐરવત) ક્ષેત્રોમાં સૂર્યો પ્રભાત કરી રહ્યાં હોય તે પ્રભાતકાળનો ત્રણ મુહૂર્ત કાળ વીતો છતે, પૂર્વ અને પશ્ચિમ દિશાગત જે વિદેહ ક્ષેત્રો,
ત્યાં જઘન્ય રાત્રિનો પ્રારંભ હોય, એ પ્રમાણે જ્યારે ભરત-ઐરાવત ક્ષેત્રમાં સૂયસ્તિ થવાનાં (બપોરના પછીનાં) ૩ મહર્તા બાકી રહ્યાં હોય ત્યારે, બન્ને વિદેહગત ક્ષેત્રમાં પ્રભાત થયું હોય. આ ત્રણ મુહૂર્તો વીત્યા પછી તો ઉક્ત દિશાઓમાં સૂર્ય સ્વગતિ અનુસાર ક્રમે ક્રમે દિવસની પૂર્ણાહુતિ કરતા રહે છે.
સાથે સાથે એ પણ જણાવવાની જરૂર રહે છે કે–જ્યારે ૨૪૬૧૫ મુહૂર્ત દિનમાન અને પંદર મુહૂર્ત રાત્રિમાન હોય એટલે કે બન્ને માન સમાન પ્રમાણવાળાં હોય ત્યારે તો વિદેહક્ષેત્રનાં ત્રણ મુહૂત સંબંધી કંઈ પણ વિચારણા કરવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આવા દિવસો વર્ષમાં બે જ વાર આવે છે, જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળના બીજા મંડળથી–દક્ષિણાયનનો પ્રારંભ કરે (પહેલાં વર્ષે ગુજરાતી આષાઢ વદ એકમે) ત્યારે તે ભાગ મુહૂર્ત ન્યૂન એવું ૧૮ મુહૂર્તનું દિનમાન હોય અને ૧૨ મુહૂર્ત રાત્રિમાન હોય. હવે એ દ્વિતીય મંડળથી વધી સૂર્ય આગળ આગળના મંડળે જતો જાય તેમ તેમ દિનમાન ઘટે અને રાત્રિમાન વધે. એમ સૂર્યમંડળની ગતિ અનુસાર વધ-ઘટ થતાં જ્યારે સૂર્ય ૯૧ાામાં મંડળે આવે, ત્યારે તે ૧૮૪ મંડળોના મધ્યભાગે આવવાથી ત્રણ મુહૂર્ત દિનમાન સર્વાભ્યન્તરમંડળની અપેક્ષાએ ઘટ્યું, જ્યારે રાત્રિમાં તેટલી વૃદ્ધિ થઈ (આપણો તે વખતે પહેલે વર્ષે
માન્યતઃ કારતક વદિ બીજ કે ત્રીજનો દિવસ હોય) ત્યારે એવો દિવસ (ઈગ્લીશમાં જેને Dolstice) આવે છે, કે જે દિવસનું દિનમાન ૧૫ મુહૂર્તનું યથાર્થ હોય અને રાત્રિમાન પણ યથાર્થ ૧૫ મુહૂર્તનું જ હોય. એટલે કે ૧૨, કલાકનું હોય. જે દિવસ ખ્રિસ્તી સન્ પ્રમાણે તા. ૨૧મી માર્ચનો ગણાય
. સભ્યત્તરમંડળથી સુર્ય જેમ જેમ સર્વબાહ્યમંડળોમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ ભરતાદિ ક્ષેત્રોમાં દિનમાન (૨ ભાગ) ઘટતું જાય છે અને રાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય છે, એ પૂર્વોક્ત
૨૪૬. વ્યવારાદિ કાર્યોમાં ૬૦ ઘડી ઉપયોગમાં લેવાય છે, વસ્તુતઃ તે પણ એક જ છે. કારણકે જ્યારે બે ઘડીનું ૧ મુહૂર્ત હોય, ત્યારે ૩૦ મુહૂર્ત પ્રમાણ અહોરાત્રની ૬૦ ઘડી યથાર્થ આવી રહે. આથી ‘૩૦ ઘડી દિનમાન અને ૩૦ ઘડી રાત્રિમાન’ હોય ત્યારે એવો પણ શબ્દપ્રયોગ વપરાય તે એક જ છે.
કલાકના હિસાબે ૧૨ કલાક રાત્રિમાન હોય’ ત્યારે—એવો શબ્દપ્રયોગ પણ વાપરી શકાય છે. કારણકે રા ઘડીનો કલાક હોવાથી ૩૦ ઘડી દિનમાને ૧૨ કલાક બરોબર દિનમાનના અને ૧૨ કલાક રાત્રિમાનના મળી ૨૪ કલાકનો એક અહોરાત્ર થાય, તેનાં મુહૂર્ત ૩૦ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org