________________
૨૨૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આથી ચન્દ્રના ઉદય અને અસ્ત ઉપર કંઈ રાત્રિના ઉદય અને અસ્તનો આધાર છે એમ તો છે જ નહીં. તેમજ રાત્રિના ઉદય અસ્ત ઉપર ચન્દ્રના ઉદય-અસ્તનો આધાર છે એમ પણ નથી.
જો ચન્દ્રના ઉદય-અસ્વાશ્રયી રાત્રિકાળનું સંભવિતપણું સ્વીકારતું હોત તો ભરત વગેરે ક્ષેત્રોમાં શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં પણ હંમેશને માટે સૂર્યાસ્ત થયા બાદ ચન્દ્રમાનું દર્શન અવશ્ય થાત જ, જ્યારે એ પ્રમાણે બનતું તો નથી, વધુમાં પ્રત્યેક તિથિએ ચન્દ્રનું દષ્ટિગોચર થવું તે સૂર્યાસ્ત બાદ અનુક્રમે વિલંબે વિલંબ થતું જાય છે, વળી ખરી રીતે વિચારીએ તો હંમેશા આખી રાત્રિ પૂર્ણ થતાં સુધી ચન્દ્રમાનું અસ્તિત્વ હોવું જ જોઈએ, છતાં તેમ ન થતાં અહીં તો શુક્લપક્ષમાં અમુક અમુક પ્રમાણ રાત્રિકાળ રહેવાવાળો સૂર્યોદય પછી ઓછેવત્તે કાળે પણ દષ્ટિગોચર થનારો અને તે તે તિથિએ અમુક અમુક કાળ રહેનારો આ ચન્દ્ર હોય છે, આથી શુક્લપક્ષમાં ચન્દ્ર આશ્રયી રાત્રિકાળ કેમ ન હોય? વગેરે શંકા દૂર થાય છે.
કૃષ્ણપક્ષમાં તો પ્રત્યેક તિથિએ બ-બે ઘડી મોડે-મોડું ચન્દ્રદર્શન થતું હોઇ ચન્દ્રોદય સાથે રાત્રિનો સંબંધ ન હોય તે સ્પષ્ટ સમજાય તેવું છે.
આથી સૂર્યાસ્ત થયા બાદ (યથાયોગ્ય અવસરે તે તે દિવસોમાં) ચન્દ્રના ઉદયો હોય છે તેમ નથી, જો સૂર્યાસ્ત થયા બાદ ચન્દ્રના ઉદય થતા જ હોત અને સ્વીકારાતા હોત તો સૂર્ય પ્રકાશ આપતો હોય ત્યારે દિવસે પણ ચન્દ્રમાનાં બિંબની ઝાંખી દેખી શકીએ છીએ તે પણ દેખી શકત નહીં.
આવા આવા ઘણાં કારણોથી રાત્રિકાળને કરવામાં ચન્દ્રોદય કારણ નથી, એથી જ ચન્દ્રમાના અસ્તિત્વવાળો કાળ તે જ રાત્રિકાળ એમ નહિ, કિન્તુ સૂર્યના પ્રકાશના અભાવવાળો કાળ તે રાત્રિકાળ કહેવાય છે. સૂર્ય સાથે ચન્દ્રમાનો કોઈ પ્રકારનો (ખાસ કરીને) સંબંધ ન ધરાવવામાં કારણભૂત ચન્દ્રમાનું પોતાનું જ, સૂર્યથી જુદી જ રીતે મંડળચારપણું છે. એ ચારને અંગે તો સૂર્ય અને ચન્દ્ર બન્નેનો જ્યારે રાશિ-નક્ષત્રનો સહયોગ સરખો હોય ત્યારે તે બન્ને એક જ મંડળે અમાવાસ્યાને દિવસે આવેલા હોય છે, અને એ જે દિવસે આવે છે તે દિવસે મનાવાયા' તરીકે પ્રસિદ્ધ છે.
અને બીજે દિવસે તે ચન્દ્ર પુનઃ મન્દગત્યાદિના કારણે હંમેશાં એક એક મુહૂર્ત સૂર્યથી દૂર પાછળ પૂર્ણિમા યાવત રહેતો જાય છે. આટલું પ્રાસ્તાવિક વક્તવ્ય જણાવ્યું. અસ્તુ, હવે ચાલુ વિષય ઉપર આવી જઈએ.
પૂર્વે બન્ને વિરોધાશ્રયી શંકા ઉપસ્થિત થયેલ હતી તેવી રીતે જિજ્ઞાસુ ભરત ઐરાવત ક્ષેત્રાશ્રયી શંકા ઉપસ્થિત કરે છે.]
શંકા- હવે ભરત, ઐરાવત ક્ષેત્રમાં જ્યારે રાત્રિ જઘન્ય ૧૨ મુહૂર્ત પ્રમાણવાળી હોય ત્યારે મહાવિદેહમાં દિવસ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણવાળો હોય, તો તે પ્રસંગે ભરત-ઐરાવતક્ષેત્રમાં ૧૨ મુહૂર્ત પ્રમાણનો રાત્રિકાળ વીત્યે છતે કયો કાળ હોય ? . ૨૪૪. જુઓ મૂરખ સમં ૩૬ો, વંસ માવતી રિને દોડ્ડા તેસિં મંતનિશિવશં-effઉં તfહé III. ૨૪૫. આથી જ અમાવાસ્યાનું બીજું નામ “સૂર્ણેન્દુસંમ:' પડેલું છે, તેની સમ સહ વસતોડાં વન્દ્રા રૂચમાવસ્યા આ વ્યુત્પત્તિ પણ તે જ અર્થને પ્રગટ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org