________________
सूर्यमंडलो केटलां क्यां दृश्यमान थाय छे ?
ર૦૭ અગ્નિખૂણે હરિવર્ષની બાહા ઉપર (અથવા જીવાકોટી ઉપર) પડે છે, અથતિ આપણે તે ક્ષેત્રની બહા ઉપર પસાર થતાં તે બે મંડળોને દેખી શકીએ છીએ.
૩. વળી શ્રીસમવાયાંગસૂત્રમાં ૬૩ મંડળો નિષધ નીલવંત ઉપર ખરાં, પણ બે મંડળો નાતી ઉપર છે એવો શબ્દ વાપર્યો છે.
આ મતે ૬૪-૬૫ મંડળો ઉપર જણાવેલ છે. આ બે મંડળો માટેનું જગતીસ્થાન વાસ્તવિક દૃષ્ટિએ તો સ્પષ્ટ જગતીસ્થાન નથી. જો જગતીસ્થાન દશાવવું હોય તો ૬૩-૬૪-૬૫ એ ત્રણ મંડળો માટે વાસ્તવિક છે. ગણિતની દૃષ્ટિએ બંધબેસતો મત આ ત્રણ મંડળો માટે આવી શકે છે. વધુમાં તેથી પણ “જગતી’ શબ્દની સાર્થકતા તો ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડલોના કથનમાં છે જે નીચેના ઉલ્લેખથી સમજાશે.
સંપૂર્ણ જગતી તો બાર યોજનની ગણાય. એમાં દષ્ટજગતી વચ્ચેના ચારક્ષેત્રના ૧૭૩–૭૪-૭૫–૭૬, એ ચાર યોજનની ગણાય કારણકે મૂલભાગથી લઈ બન્ને બાજુએ ઉપર જતાં બન્ને બાજુથી જગતી મેવત ઘટતી ઘટતી ગોપુચ્છાકારવત્ થતી ઉપરિતન ભાગે ચાર યોજન પહોળી રહે છે અને આપણને તો આ મધ્યભાગની ચાર યોજના જગતી દૃષ્ટિપથમાં આવતી હોવાથી દેજગતી કહેવાય.
સભ્યન્તરમંડલથી લઈ જેબૂજગતી પર્યન્ત ૧૮૦ યોજનાનું ચારક્ષેત્ર દ્વીપમાં ગણવાનું સ્પષ્ટ છે. તેથી સભ્યન્તરમંડળથી લઈ ૧૭૩મા યોજનથી દષ્ટજગતી શરૂ થાય છે, (તેમાં વચલી દષ્ટજગતી પૂર્વે ભૂલ જગતના ચાર યોજનમાં) તે ૧૭૩થી દષ્ટજગતી સુધીના ચાર યોજનમધ્ય ગણિતના હિસાબે ૬૩મું મંડળ પૂર્ણ ઉદયવાળું અને ૬૪મું મંડળ ૨૬ અંશ જેટલું ઉદય પામે છે, એ દષ્ટજગતીના પ્રારંભથી તે (એકંદર) જગતીના જ પર્યન્ત ભાગ (૧૭૩થી ૧૮૦ યોજન) સુધીમાં વિચારીએ તો પણ ૬૩-૬૪-૬૫ એ ત્રણે મંડળો જગતી ઉપર આવી શકે છે.
હવે સંપૂર્ણ જગતી આશ્રયી વિચાર કરતાં પ્રથમ સંપૂર્ણ જગતી ૧૬૯થી ૧૮૦ યોજન અથતિ બાર યોજનની છે, અને કોઈ પણ દ્વીપસમુદ્રનું જગતી ક્ષેત્રપ્રમાણ નવુક્ષેત્રસમસ મૂલમાં કહેલા “frforગ તીવોદિ મન્સfણય મૂનાહિં એ જગતીના વિશેષણ પદથી તે તે દ્વીપ–સમુદ્રના કથિત પ્રમાણમાં અંતર્ગત ગણવાનું હોવાથી] સવવ મં૦ થી લઈ ૧૬૮ યો) પૂર્ણ થતાં ૬૧ મંડળો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે; એ ૧૬૮ યોજન પૂર્ણ થયે વાસ્તવિક જગતીનો પ્રારંભ (મૂલ વિસ્તારે) થાય છે, તે મૂલ જગતીના પ્રારંભથી ૧૬૯–૧૭૨ સુધીના ચાર યોજનના જગતીક્ષેત્રમાં ૬૨મું મંડલ પૂર્ણ ઉદયને પામે અને ૬૩ મું મંડલ ૧ યોજના ૧૩ ભાગ જેટલું ઉદય પામી ૧૭૩માં યોજન થી આરંભાતી ૧૭૬ યોજન સુધીની દષ્ટજગતી ઉપર ૧ યોજન ૩૫ ભાગે દૂર ૬૩મું મંડળ પૂર્ણ થાય. બાકી રહેલા દષ્ટજગતી ક્ષેત્રમાં ૬૪મું મંડળ ૨ યોજન ૨૬ ભાગ જેટલું ઉદય પામી બાકી રહેલ અંતિમ ચાર યોજન પ્રમાણ–૧૭૭થી ૧૮૦ યોજન સુધીના જગતીક્ષેત્ર ઉપર એક યોજનના ૨૨ ભાગ વીત્યે ૬૪મું મંડળ પૂર્ણ થાય, ત્યારબાદ તે જ જગતી ઉપર ૬૫મું મંડળ સંપૂર્ણ (૨ યોજન ૪૮ ભાગ) ઉદયવાળું હોય, આ ૬૫ મંડળો પૂર્ણ થયે જંબૂદીપના ૬૫ મંડળોનું કહેલું ૧૭૯ યોજન ૯ અંશ જે ચારક્ષેત્ર તે યથાર્થ આવી રહે, અને બાકી રહેલ બાવન અંશ પ્રમાણ જગતી ઉપર લવણસમુદ્રમાં પડતા ૬૬મા મંડલનું બાવન અંશ જેટલું ઉદયક્ષેત્ર સમજવું.
આથી શું થયું? કે ૧૬૯ થી ૧૮૦ યોજનવર્તી ૧૨ યોજન પ્રમાણના જગતીક્ષેત્ર ઉપર ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડળો સંપૂર્ણ ઉદયવાળાં હોય (૬૬મું બાવન અંશ ઉદયવાળું હોય.).
હવે અહીંયા વિચારવાનું એ છે કે–શાસ્ત્રકારે જગતી શબ્દથી ૧૭૭થી ૧૮૦ એ છેલ્લા ચાર યોજનનું જગતીક્ષેત્ર ગમ્યું હોય તેમ જણાય છેઃ કારણકે અંતિમ જગતીના સ્થાને ઊર્ધ્વભાગે ૬૪મું મંડળ ૨૨ અંશ જેટલું ઉદય પામી સંપૂર્ણ ભ્રમણ કરી ૬૫માં મંડળનો સંપૂર્ણ ઉદય થઈ બાવન અંશ જેટલું ૬૬માનું ભ્રમણ ત્યાં હોય, એ હિસાબે ૬૩ મંડળ નિષધ નીલવંત ઉપર અને ૬૪-૬૫ એ બે મંડળો જ અંતિમજગતી સ્થાને હોય, તે કથન વાસ્તવિક છે; તો પણ ઉપરોક્ત કથન મુજબ વાસ્તવિક રીતે તો ૬૩–૬૪ મંડળ દૃષ્ટજગતી ઉપર છે, અને જ્યાં ૬૪-૬૫ મું છે ત્યાં તો વાસ્તવિક જગતીનો ઢાળ છે. જો કે તેથી જગતી ગણી શકીએ તો ગણાય, પરંતુ ૬૩–૬૪ મંડળ યોગ્ય એવી દષ્ટજગતીસ્થાનને છોડીને જગતીનો ઢાળ શા માટે ગણવો? જો જગતીના ઢાળને પણ ગણવો હોય તો તો પછી ૧૬૯ થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org