________________
सूर्यमंडलनी संख्या अने तेनी व्यवस्था
२०१ તે માટે અહીંયા પ્રથમ એ સમજવું જોઈએ કે ૬૫મું મંડળ પૂર્ણ કયા સ્થાનમાં થાય છે? તો જંબૂદ્વીપની ચાર યોજન પહોળી એવી જે પર્યત જગતી, તે જ્યારે ૨ ભાગ જેટલી બાકી રહે ત્યારે પૂર્ણ થાય અને ત્યાં સુધીમાં તો ૧૭૯ યોજન : ભાગ ક્ષેત્ર થાય છે.
હવે ૬૫મું મંડળ પૂર્ણ થયે ૬૬માં મંડળે જંબુદ્વીપની જગતી ઉપર પ્રારંભ કર્યો અને તે જગતી ઉપર ૨૪ ભાગ જેટલું ચારક્ષેત્ર ફરી (અહીં જંબૂદ્વીપની જગતી પૂર્ણ થઈ)ને જંબૂદીપની ગતીથી ૧ યો) ૯ ભાગ જેટલું દૂર લવણસમુદ્ર જાય ત્યારે ત્યાં ૬૬ મંડળો પૂર્ણ થયાં કહેવાય. (૬૬માં મંડળનું જેબૂઢીપની જગતીગત ૫૨ ભાગનું ક્ષેત્ર અને લવણસમુદ્રગત ૧ યો૦ ૯ ભાગનું ક્ષેત્ર મેળવતાં ૬૫માં મંડળથી લઈ ૬૬માં મંડળે વચ્ચેનું ૨ યોજના અંતઅમાણ મળી રહેશે) હવે પૂર્વે ૬૫ મંડળોનું જબૂદ્વીપગત થતું જે ૧૭૯ યોજન : ભાગ પ્રમાણ ચારક્ષેત્ર તેમાં ૬૬માં મંડળથી રોકાતું જમ્બુદ્વીપ (જગતી)ગત જે ૫ ભાગનું મંડળક્ષેત્ર ઉમેરતાં. ૧૮૦ યોજના પૂર્ણ થાય.
એ પ્રમાણે બાકીનાં ૧૧૯ સૂર્યમંડળો લવણસમુદ્રગત ૩૩0 યોજન ઉપર ૪૮ ભાગ અંશ પ્રમાણ ક્ષેત્ર રોકીને રહેલાં છે. જંબૂદ્વીપગત અને લવણસમુદ્રવર્તી મંડળોની સંખ્યાનો અને તે બન્ને ક્ષેત્રનો સરવાળો કરતાં ૧૮૪ મંડળનું ૫૧૦ યોજન ૪૮ ભાગ પ્રમાણ ક્ષેત્ર બરાબર આવી રહે છે.
આ ચાલુ ગ્રન્થકારના અભિપ્રાયે જમ્બુદ્વીપવત ૨૨ભારતસૂર્યનાં જે ૬૫ મંડળો તે પૈકી ૬૨ મંડળો તો મેરુની એક પડખે–બાજુએ નિષધપર્વત ઉપર પડે છે અને બાકીનાં ત્રણ મંડળો
૨૨૮. દરેક દ્વીપ-સમુદ્રવર્તી આવેલ જગતીઓ-કિલ્લાઓનું ક્ષેત્રપ્રમાણ તે તે દ્વીપ-સમુદ્રનું જે જે વિસ્તાર-પ્રમાણ હોય તેમાં અંતર્ગત ગણવાનું હોવાથી અહીં પણ ૧૮૦ યોજનમાંહે ક્ષેત્રપ્રમાણ જંબૂજગતીક્ષેત્ર ભેળું ગણીને કહેલું છે. તેથી જ જેબૂદ્વીપમાં ચર રોજનને જે જન્નતી પ્રમાણે તેને હરિવર્ષ તથા રમ્યરૂક્ષેત્રની લંબાઈમાં ભેગું ગણેલું છે
જુઓ રસ0 TO ) ૨૨૯, જે સૂર્ય સવભિંતરે દ્વિતીયમંડળે દક્ષિણાધભાગે રહ્યો થકો ભરતક્ષેત્રમાં ઉદય પામી નૂતન સૂર્યસંવત્સરનો પ્રારંભ કરે તે “ભારતસૂર્ય અને તે જ વખતે જે સૂર્ય સવભિંતરનાં દ્વિતીયમંડળના ઉત્તરાર્ધભાગે રહી, ઐરવતાદિ ક્ષેત્રોમાં ઉદય પામી પ્રકાશ કરતો) ત્યાં વષરિંભ કરનારો જે સૂર્ય તે પરવતસૂર્ય’ એમ સમજવું. આ કથન ઔપચારિક સમજવું
૨૩૦. અહીયાં એ સમજવાનું છે કે બન્ને સંગ્રહણીની મૂળ ગાથાઓમાં ત્રણ અથવા બે મંડળો માટે “વાહ' એવો શબ્દ વાપર્યો છે, જ્યારે તે ગ્રંથની ચકામાં તે બાહા શબ્દના સ્પષ્ટાર્થ તરીકે “ હે વિર્ષનીવાહોદ્યાલો એ પ્રમાણે જીવાકોટી સ્થાનનો નિર્દેશ કર્યો છે, એથી વિચારશીલ વ્યક્તિને ભ્રમ થાય કે મૂળ ગાથાઓમાં રહેલા “વાહ' શબ્દનો અર્થ બહાસ્થાને’ એવો ફલિતાર્થ ન કરતાં ‘નીવાશી એવો કેમ કર્યો? આ માટે એવું સમજવું કે બાહા' શબ્દ સ્પષ્ટ સ્થાનવાચક નથી, વળી જીવાકોટી એ ઔપચારિક બાહાની પહોળાઈનો જ એક દેશભાગ છે (જે જીવા-બાહાની વ્યાખ્યાથી તથા ચિત્ર જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે)એટલે કે પ્રસિદ્ધ એવી બાહાની લંબાઈ અને જગતીની પહોળાઈ (વિષ્કલ્મ નહિ) તેનો દેશભાગ તે જીવાકોટી કહેવાય. કારણકે બાહા તે એક પ્રદેશ જાડી અને તે તે ક્ષેત્રાદિ જેટલી દીર્ઘ ગણી શકાય અને તેની...ત્રિકોણકાટખૂણ જેવી પહોળાઈ તે બાહાની ઔપચારિક પહોળાઈ ગણાય કે જેમાં જગતી અને હરિવર્ષક્ષેત્ર પણ છે અને એથી જ સિદ્ધાંતમાં આ વસ્તુના નિર્દેશપ્રસંગે મુખ્યત્વે નીવાળોટી શબ્દ જ ગ્રહણ કર્યો છે. આ કારણથી જ્યાં ‘બાહા’ શબ્દ આવે ત્યાં જીવાકોટી સ્થાનનું ગ્રહણ કરવામાં અન્ય અનુચિતપણું જણાતું નથી અને ‘જીવાકોટી' એવો શબ્દ જ્યાં આવે ત્યારે તો તે સ્પષ્ટ જ છે. અહીંયા એથી એમ ન સમજવું કે, બાહ્ય અને જીવાકોટી એ એક જ છે, પરંતુ ઉક્ત લખાણથી એ તો ચોક્કસ થયું કે બાહાથી જીવાકોટી શબ્દનું ગ્રહણ અનુચિત નથી. હવે પ્રથમ “જીવાકોટી” તથા “બાહા' શબ્દનો અર્થ સમજી લઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org