________________
२१२
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
તેઓનું પરસ્પર અંતર ૯૯૬૪૦ યોજન પ્રમાણ હોય છે. આ પ્રમાણ જંબુદ્રીપના એક લાખ યોજન પ્રમાણ વિસ્તારમાંથી બંને બાજુના જંબૂદ્વીપ સંબંધી મંડળ ક્ષેત્રના ૧૮૦+૧૮૦=૩૬૦ યોજન બાદ કરતાં (પૂર્વોક્ત સંખ્યા પ્રમાણ) યથાર્થ આવી રહે છે. તે આ પ્રમાણે—
૬૧
સભ્યન્તરમંડળે રહેલા બન્ને સૂર્યો જ્યારે બીજા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓનું પરસ્પર અંતર ૯૯૬૪૫ યોજન ભાગ પ્રમાણ થાય છે કારણકે જ્યારે પૂર્વ દિશાનો એક સૂર્ય પ્રથમ મંડળથી બીજા મંડળમાં ગયો ત્યારે પ્રથમ મંડળની અપેક્ષાએ વિમાન વિષ્કર્માંસહ ૨ યોજન ૪૮ અંશ પ્રમાણ ક્ષેત્રે દૂર વધ્યો, ત્યારે તેવી રીતે પશ્ચિમ દિશાવર્તી બીજી બાજુનો જે સૂર્ય તે પણ સર્વાભ્યન્તરમંડળથી સ્વદિશાએ બીજે મંડળે ગયો ત્યારે પ્રથમ મંડળની અપેક્ષાએ આ પણ ૨ યોજન ૪૮ ભાગ ક્ષેત્ર જેટલો દૂર ગયો; આ પ્રમાણે બન્ને બાજુના એ સૂર્યો પ્રથમ મંડળમાંથી બીજા મંડળમાં પ્રવેશ્યા, એથી દરેક મંડળે બન્ને બાજુનું અંતર–(૨, યોજન +૨ યોજન ←) એકઠું કરતાં (પ્રતિમંડળ વિસ્તાર સહ અંતરક્ષેત્ર પ્રમાણ) ૫ યોજન ૩૫ ભાગ પ્રમાણ અબાધાની વૃદ્ધિ (પૂર્વે કહેલી ૯૯૬૪૦ યોજનની અબાધામાં) થતી જાય.
૬૧
આ પ્રમાણે બીજા મંડળથી લઈ પ્રત્યેક મંડળે ૫ યોજન અને ૩૫ ભાગ પ્રમાણ અબાધાની વૃદ્ધિ (૯૯૬૪૦ યોજન પ્રમાણમાં) કરતાં કરતાં અને એ પ્રમાણે સૂર્યના પરસ્પર અબાધા પ્રમાણને કાઢતાં કાઢતાં, જ્યારે (૧૮૪માં) સર્વબાહ્યમંડળે બન્ને સૂર્યો ફરતા ફરતા સામસામી દિશામાં આવેલા હોય ત્યારે એક સૂર્યથી બીજા સૂર્ય વચ્ચેનું–પરસ્પર અંતરક્ષેત્ર પ્રમાણ ૧ લાખ ૬૬૦ યોજન (૧૦૦૬૬૦) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણ મંડળક્ષેત્રની આદિથી માંડી ૧૮૪મું મંડળ ૫૧૦ યોજન દૂરવર્તી હોય છે ત્યારે સમજવું. તેવી જ રીતે બીજી બાજુએ પણ મંડળક્ષેત્રની આદિથી અંતિમ મંડળ ૫૧૦ યોજન દૂર હોય છે ત્યારે સમજવું, કારણકે છેલ્લું મંડળક્ષેત્ર પ્રમાણ જે ૪૮ અંશ તે ગણત્રીમાં ગણવાનું નહીં હોવાથી ૧૮૩ મંડળ-૧૮૩ અંત૨વડે બન્ને બાજુનું થઈ ૧૦૨૦ યોજન ક્ષેત્ર પૂરાય, તેમાં મેરુની અપેક્ષાએ વ્યાઘાતિક સર્વાભ્યન્તરમંડળ અંતર જે ૯૯૬૪૦ યોજન તે પ્રક્ષેપતાં યથાર્થ ૧૦૦૬૬૦ યોજનપ્રમાણ આવી રહે છે.
“આ વખતે ભારતસૂર્ય મેરૂથી અગ્નિખૂણે મેરુથી ૪૫૩૩૦ યોજન દૂર સમુદ્રમાં સર્વ બાહ્યમંડળે હોય છે; જ્યારે બીજો ઐરવતસૂર્ય સમશ્રેણીએ મેરુથી વાયવ્યકોણમાં મેરુથી ૪૫૩૩૦ યોજન દૂર હોય છે.
આ પ્રમાણે તે જ મંડળસ્થાને જો ચન્દ્ર વર્તતો હોય તો ચન્દ્ર ચન્દ્રને પણ પરસ્પર અંતપ્રમાણ ૧૦૦૬૬૦ યોજનનું બરાબર આવે.”
આવી રીતે સર્વ બાહ્યમંડળે બન્ને બાજુએ રહેલા લવણસમુદ્રગત સૂર્યો જ્યારે પાછા ફરતાં અવિક્ (ઉપાન્ત્ય-૧૮૩માં) મંડળે પ્રવેશે ત્યારે પ્રતિમંડળે પાંચ યોજન અને ૩૫ ભાગ જેટલી અબાધાની ગમન કરવાનું હોય છે કે જેથી બીજે દિવસે તેમને અનન્તર મંડળની કોટી ઉપર બે યોજન દૂર પહોંચી જવાનું હોય છે. તેથી તેઓ ઉત્તર-દક્ષિણ દિશામાં આવે ત્યારે મેરુથી અંતર કંઈક વધારે રહે છે. જો તેવા પ્રકારની ગતિ કરતો ન હોય તો પછી જ્યાંથી જે સ્થાનેથી નીકલ્યો ત્યાં જ પાછો ગોળાકારે ફરીને ઊભો રહે, પણ તેમ થતું જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org