________________
ર૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આથી એકંદર જે બાજુ સૂર્યોદય દશ્ય થાય છે તે ક્ષેત્રોની અથવા જોનારની તે પૂર્વદિશા અને તે ક્ષેત્રોમાં જે બાજુ સૂર્યાસ્ત દશ્ય થાય છે તેની સ્થિતિશા હોય–અર્થાત કોઈપણ માણસ ઉદય પામેલા સૂર્ય સામું ઊભો રહે ત્યારે તેની સન્મુખની દિશા તે પૂર્વ, તેની પીઠ પાછળ સીધી દિશા તે પશ્ચિમ, તે જ માણસની ડાબી બાજુની દિશા તે ઉત્તર અને જમણા હાથ તરફની દિશા તે ક્ષણ હોય, એ પ્રમાણે મૂલ ચાર દિશા છે અને તે ચાર દિશા પૈકી બે બે દિશા વચ્ચે જે ખુણીયા પડે તેને વિવિશા અથવા રોગ તરીકે ઓળખાય છે, એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચેની શાનેવિશા, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેની વાયવ્યઢિશા, દક્ષિણ અને પૂર્વ વચ્ચેની નિતિશા, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની નૈઋત્યવિશા અને ઉપલક્ષણથી કર્ધ્વ તથા વિશા એમ કુલ દશ દિશા કહેવાય છે.
॥ इति सूर्यमंडलसंख्या-तद्व्यवस्था प्ररूपणा च ॥
मेरुनी अपेक्षाए मंडल-अबाधानिरूपण;[અહીં મંડળોની ત્રણ પ્રકારની અબાધા કહેવાની છે એમાં પ્રથમ મેરુની અપેક્ષાએ (સૂર્યમંડળોની) ઓઘથી અબાધા-૧, મેરુની અપેક્ષાએ પ્રત્યેક મંડળની અબાઘા-૨, બંને સૂર્યના પરસ્પરના મંડળની અબાધા-૩, એમાં પ્રથમ “ઓઘથી” અબાધા કહેવાય છે.] मेरुने आश्रयी ओघथी अबाधा-१
આ જંબૂદ્વીપવર્તી મેરુથી સવભંતર મંડલ (અથવા પ્રથમ મંડલ અથવા તો સૂર્યમંડલ ક્ષેત્ર) ‘ઓઘથી’ ૪૪૮૨૦ યોજન દૂર હોય છે. તે કેવી રીતે હોય? તો સભ્યન્તર મંડળ, જંબૂદ્વીપમાં–જંબૂદ્વીપની જગતીથી અંદર ખસતું, જંબૂના મેરુ તરફ ૧૮૦ યોજન ક્ષેત્ર અવગાહીને રહેલું છે. આ ૧૮૦ યોજનની સંપૂર્ણ ક્ષેત્રપ્રાપ્તિ સભ્યન્તરમંડલમાં ઉત્પત્તિક્ષણે પ્રથમ ક્ષણે પ્રાપ્ત થાય તે વખતની સમજવી. ચારે બાજુએ યથાર્થ ન સમજવી. તેથી એ દ્વીપના એક લાખ યોજનપ્રમાણ વિસ્તારમાંથી બન્ને બાજુના થઈ મંડળક્ષેત્રના ૧૮૦+૧૮૭=૩૬૦ યોજન બાદ કરતાં ૯૯૬૪) યોજન બાકી રહેશે. એમાંથી પણ મેરુનો દશ હજાર યોજન પ્રમાણનો વ્યાસ બાદ કરતાં ૮૯૬૪) યોજન અવશેષ રહે, ત્યારબાદ આ જ (૮૯૬૪૦) રાશિને અર્ધ કરવાથી મેરુ પર્વતની અપેક્ષાએ સભ્યન્તર મંડળ અથવા મંડળક્ષેત્રનું ઓઘથી અંતર ૪૪૮૨૦ યોજનપ્રમાણ જે જણાવ્યું તે આ પ્રમાણે કરતાં પ્રાપ્ત થાય છે. એથી અવકિ તો મંડળ છે જ નહિ.
આથી એ વાત સ્પષ્ટ થાય છે કે–જ્યારે સભ્યન્તરમંડળનો (ઉત્તરાયણને સમાપ્ત કરી દક્ષિણાયનનાં પહેલા મંડળને આરંભતો) ભારત સૂર્ય મેરુથી અગ્નિખૂણામાં નિષધ પર્વતે ૪૪૮૨૦
૨૩૩. આ સ્થાને મેરુનો આટલો વ્યાસ યથાર્થ નથી તો પણ પૃથ્વીતળ–સમભૂતલા પાસે દશ હજાર યોજનનો જે વ્યાસ છે, તે વ્યાસ અહીં વ્યવહારનયથી સામાન્યતઃ લેવાય છે, અન્યથા ‘૧૧ યોજને એક યોજના બન્ને બાજુએ ઘટે અને નંદનવન સ્થાને તો બન્ને બાજુએ એકી સાથે હજાર યોજન ઘટે.’ એ હિસાબે તો દશ હજાર યોજનમાંથી ૭૨ ઘટાડવો યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org