________________
૧૭૬
मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो । દિગંબરીયમત કર્મપ્રાભૃત' ગ્રન્થમાંથી ઉદ્ભરેલો છે, જ્યારે ૮૩-૮૪-૮૫ ગાથાવડે કહેવાયેલ પ્રસિદ્ધ આચાર્યનો મત કયા ગ્રન્થ ઉપરથી કહેવામાં આવેલો છે તેની માહિતી નહિ મળતી હોવાથી જ્ઞાનીગમ્ય છે; તો પણ આ બન્ને મતદારો મનુષ્યક્ષેત્ર બહાર સૂર્યચન્દ્રની વ્યવસ્થા પરિરયાકારે જણાવે છે તે વાત તો ચોક્કસ છે.
મનુષ્યક્ષેત્ર બહાર સૂર્ય-ચન્દ્રોની સંખ્યા તેમજ વ્યવસ્થા બાબતમાં જે બને મતો ઉપર જણાવ્યા તે અપેક્ષાએ સૂર્યચન્દ્રની સંખ્યાના વિષયમાં બહુશ્રુત પુરુષો “તિલુ પુબ્રિક્સનુયા' એ ગાથાવડે પ્રાપ્ત થતું જે ત્રિગુણકરણ તેને જ સર્વમાન્ય જણાવે છે. જે બાબત પ્રથમ કહેવાઈ ગઈ છે. આ ત્રિગુણકરણ પ્રમાણે પુષ્કરવદ્વીપમાં પ્રાપ્ત થતી ૧૪૪–૧૪૪ ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને કેવી રીતે વ્યવસ્થિત કરવી તે બાબત વિચાર કરવાની આવશ્યકતા છે. ૧૪૪–૧૪૪ ચન્દ્ર-સૂર્યોની સંખ્યા પૈકી મનુષ્યક્ષેત્રમાં આવેલા અત્યંતરપુષ્કરાધના ૭૨–૭૨ ચન્દ્ર-સૂર્યોની વ્યવસ્થા પ્રથમ જણાવેલ હોવાથી મનુષ્યક્ષેત્ર બહારના પપ્તરાર્ધમાં બાકીના ૭૨-૭૨ ચન્દ્ર-સૂર્યોને પૂર્વોક્ત બને મત કારોનાં મન્તવ્ય પ્રમાણે પરિરયાકારે કે સૂચીશ્રેણીએ સમજવા? એ પ્રશ્ન ઊભો રહે છે. યદ્યપિ પંક્તિની વ્યવસ્થા તો પરિરયાકારે તેમજ સમશ્રેણીએ એમ બન્ને પ્રકારે થઈ શકે છે, તો પણ ૭૨–૭૨ ચન્દ્ર-સૂયની પરિરયાકારે વ્યવસ્થા કરવા જતાં સૂર્ય-ચન્દ્રનું તેમજ સૂર્ય-સૂર્યનું અને ચન્દ્ર-ચન્દ્રનું પચાસ હજાર યોજન તેમજ એક લાખ યોજનપ્રમાણ જે અંતર નિશ્ચિત કરેલું છે, તે નિશ્ચયમાં ભંગ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો હોવાથી પરિચય
૧૯૯–૩શાવરીય અને પ્રસિદ્ધમતાને સં વન્દ્ર-સૂર્યની સત્પવિરાર ||
પ્રસિદ્ધ મતકારની અપેક્ષાએ એ વિચારવાનું છે કે જ્યારે ગાથા ૬૫મીમાં મનુષ્યક્ષેત્ર બહાર નિશ્ચયથી કોઈપણ પંક્તિસ્થાને ચન્દ્ર-સૂર્યનું પચાસ હજાર યોજન પ્રમાણ અંતર જણાવવામાં આવ્યું છે ત્યારે આ ૮૩-૮૪મી ગાથામાં ચન્દ્ર-સૂર્યનું પચાસ હજાર યોજના અંતર ન કહેતાં તમતાંતરે) ૧૦૧૦૧૭ યોજન ભાગ (અથવા ૨૯ ભાગ) પ્રમાણ અંતર પ્રાપ્ત થાય તેવી રીતે સૂર્ય-ચન્દ્રની વ્યવસ્થા જણાવેલ છે. વળી ગાથા ૬૬મીમાં ચન્દ્રથી ચન્દ્રનું અને સૂર્યથી સૂર્યનું સાધિક એક લાખ યોજપ્રમાણ અંતર કહ્યું છે જ્યારે આ ૮૩-૮૪ ગાથાઓના મત પ્રમાણે ૨૦૨૦૩૪૬ યોજનપ્રમાણ અંતર પ્રાપ્ત થાય છે અને તે પણ પ્રથમની પંક્તિઓ માટે જ. તેથી આગળ આગળની અન્ય પંક્તિઓમાં સૂર્ય-ચન્દ્રનું અંતર જાણવા માટે તો એવી વ્યવસ્થા જણાવી છે કે તે તે પરિરય પંક્તિસ્થાને જેટલો પરિધિ આવે તે પરિધિને તે પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યાવડે ભાગ આપતાં જવાબમાં જે રાશિ આવે તેટલું ચન્દ્ર-સૂર્યનું અંતર સમજવું.
આ પ્રમાણે દિગમ્બર મતકારે તો ગાથા ૬૫-૬૬માં કહ્યા પ્રમાણે પચાસ હજાર યોજન તેમજ સાધિક લાખ યોજના અંતર જણાવેલું છે અર્થાત્ તે અંતર આ મતકારને માન્ય છે, પરંતુ આ માન્યતા તેમની પ્રથમ પંક્તિ માટે જ છે કે સર્વ પંક્તિ માટે છે? બાહ્યપુષ્કરાર્ધદ્વીપ માટે જ છે કે કોઈ પણ દ્વીપ–સમુદ્ર માટે છે? એ તો બહુશ્રુત પુરુષો પાસેથી વિચારવાનું રહે છે. કારણકે જો પ્રથમ પંક્તિ માટે હોય તો અન્ય પંક્તિઓ માટે શું સમજવું? વળી પુષ્કરાર્ધદ્વીપ પછીના પુષ્કરસમુદ્ર વગેરે દ્વીપસમુદ્રોમાં તેઓના મત પ્રમાણે પ્રથમ પંક્તિમાં પૂર્વ દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિની અપેક્ષાએ દ્વિગુણ (જેમ પુષ્કરસમુદ્રમાં ૨૯૦) સંખ્યા આવવાથી તેમજ તે પ્રથમ પંક્તિસ્થાને પરિધિનું અમુક પ્રમાણ હોવાથી પચાસ હજાર તેમજ લાખ યોજનનું અંતર શી રીતે સંગત થઈ શકે? ઇત્યાદિ સર્વ વિચારણા ગીતાર્થ બહુશ્રુતોને આધીન છે. (આ અંગે ૧૨૯મી ટિપ્પણી વાંચવાથી વિશેષ ખ્યાલ આવશે.)
સૂચના 'ત્રિગુણકરણના મત પ્રમાણે તો ૫૦ હજાર યોજનાનું અંતર તેમજ લાખ યોજનનું અંતર જે કહ્યું છે તે નિશ્ચિત છે. પંક્તિવ્યવસ્થા સંબંધી જો કે અનિશ્ચિતપણું છે તો પણ “સૂર્યપ્રશસિ' વગેરે ગ્રન્થોના પાઠ પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહાર તે જ ઉક્ત અંતર સમજવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org