________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
એ આઠે પંક્તિ પૈકી પ્રથમ પંક્તિમાં ૧૪૪ ચન્દ્ર સૂર્યો (ચન્દ્ર ૭૨×૭૨ સૂર્ય) છે, બીજી પંક્તિમાં બે ચન્દ્રો તથા બે સૂર્યોની વૃદ્ધિ થતાં ૧૪૮ ચન્દ્ર સૂર્યો હોય. ત્રીજીમાં ૧૫૨, ચોથીમાં ૧૫૬, પાંચમીમાં ૧૬૦, છઠ્ઠીમાં ૧૬૪, સાતમી પંક્તિમાં ૧૬૮, અને આઠમી પંક્તિમાં ૧૭૨ ચન્દ્ર સૂર્યોની સંખ્યા હોય છે. આ પ્રમાણે પ્રત્યેક ઇષ્ટ દ્વીપ અથવા સમુદ્રમાં વર્તતા સર્વ ચન્દ્ર સૂર્યોની સંખ્યા જાણી શકાય છે. કૃતિ તૃતીયમનિરુપળમ્ ॥
१७८
આ પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહાર પરિયપંક્તિવડે સૂર્યચન્દ્રની વ્યવસ્થા સંબંધી કથન કરનાર એક દિગમ્બરીય મત તેમજ બીજો પ્રસિદ્ધ આચાર્યનો મત દર્શાવવામાં આવ્યો. પરિરય પંક્તિની માન્યતાવાળા આ બન્ને મતકારો વચ્ચે તે તે દ્વીપસમુદ્રમાં વર્તતી પરિય પંક્તિની સંખ્યા સિવાય સૂર્ય—ચન્દ્રાદિ સંખ્યા, સૂર્ય—ચન્દ્રનું અંતર ઇત્યાદિ સર્વ બાબતમાં પ્રાયઃ ભિન્નતા રહે છે. તે ઉપરાંત કેટલાક વિચારણીય સ્થળો પણ ઉપસ્થિત થાય છે. જેનો સવિશેષ ખ્યાલ નીચેની ૧૯૮–૧૯૯ નંબરની ટિપ્પણી વાંચવાથી આવી શકશે.
१८८. आशाम्बरीय अने प्रसिद्धमतकार बच्चे पडती भिन्नताओ
૧–મનુષ્યક્ષેત્ર બહાર જે દ્વીપસમુદ્ર જેટલા લાખ યોજનનો હોય ત્યાં ચન્દ્ર સૂર્યની પંક્તિઓ હોય' આ કથન બન્નેને માન્ય છે.
૨દિગમ્બરમત પ્રમાણે બાહ્ય પુષ્કરાર્ધની પ્રથમ પંક્તિમાં ૧૪૫–૧૪૫ ચન્દ્ર સૂર્યો કહેલા છે; જ્યારે પ્રસિદ્ધ મત પ્રમાણે એ જ પ્રથમ પંક્તિમાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો કહેલા છે; અને એથી જ દિગમ્બર મતકારે સ્વોક્ત સંખ્યાને સંગત કરવા ચન્દ્ર—ચન્દ્રનું પરસ્પર અંતર સાધિક લાખ યોજનપ્રમાણ જણાવ્યું છે તે પ્રમાણે પ્રસિદ્ધ મતકારે સ્વોક્ત ૭૨–૭૨ ચન્દ્રસૂર્યની સંખ્યાને સંગત કરવા સાધિક બે લાખ યોજનનું અંતર કહ્યું છે. આગળની અન્ય પંક્તિઓ માટે યથાયોગ્ય સ્વયં વિચારી લેવું.
૩–એ જ પુષ્કરાર્ધની બીજી પંક્તિથી લઈ પ્રત્યેક પંક્તિમાં પૂર્વપંક્તિગત ચન્દ્ર સૂર્યોની એકંદર જે સંખ્યા હોય તેનાં કરતાં છ છ અથવા સાત સાતની વૃદ્ધિ કરવાનું જણાવ્યું અને તે અનુસારે આઠમી પંક્તિમાં ૧૮૯–૧૮૯ ચન્દ્ર-સૂર્યની સંખ્યા પ્રાપ્ત થઈ. જ્યારે આ પ્રસિદ્ધમતકારે આગળ આગળની પ્રત્યેક પંક્તિમાં પ્રથમની પંક્તિની અપેક્ષાએ (બે ચન્દ્ર અને બે સૂર્ય) ચારની સંખ્યાનો વધારો કરવા જણાવ્યું, જેથી છેલ્લી આઠમી પંક્તિમાં (૮૬+૪૬ ચન્દ્ર સૂર્ય=) ૧૭૨–ચન્દ્ર સૂર્યની સંખ્યા આવે છે.
૪–આ પ્રમાણે થતાં દિગંબર મતાનુસારે બાહ્યપુષ્કરાર્ધની આઠે પંક્તિના ચન્દ્ર સૂર્યોની ક્રમશઃ સંખ્યા કુલ ૧૩૩૭–૧૩૩૭ની આવે છે. જ્યારે પ્રસિદ્ધ મતકારના અભિપ્રાય પ્રમાણે બાહ્યપુષ્કરાર્ધમાં કુલ ૬૩૨ ચન્દ્રો અને ૬૩૨ સૂર્યોની સંખ્યા પ્રાપ્ત થાય છે.
૫–વળી દિગમ્બર મતકારે પુષ્કરવ૨સમુદ્રોની પ્રથમ પંક્તિમાં સૂર્યચન્દ્રોની સંખ્યા પ્રાપ્ત કરવા માટે એવું જણાવ્યું કે પુષ્કરવરદ્વીપની પ્રથમ પંક્તિમાં ચન્દ્ર સૂર્યોની જે સંખ્યા હોય તેને દ્વિગુણ કરવી, તેમ કરતાં પુષ્કરવ૨સમુદ્રમાં પ્રથમ પંક્તિગત ચંદ્ર સૂર્યોની સંખ્યા પ્રાપ્ત થાય. ત્યારબાદ પંક્તિઓમાં છ છ અથવા સાત સાતની વૃદ્ધિ કરવી, અને એ પ્રમાણે પ્રત્યેક દ્વીપસમુદ્રો માટે સમજવું. એટલે કે પ્રથમ પંક્તિ માટે આગલા દ્વીપસમુદ્રની પ્રથમ પંક્તિથી દ્વિગુણપણું અને ત્યારબાદ છ છ સાત સાતની વૃદ્ધિ સમજવી. જ્યારે પ્રસિદ્ધ મતકારે પ્રત્યેક દ્વીપસમુદ્રોમાં પ્રથમ પંક્તિ માટે તેમજ આગળની પંક્તિઓ માટે ચાર ચારની વૃદ્ધિ કરવાનું જણાવ્યું.
સૂચના—“ત્રિગુણકરણ’નો જે સૈદ્ધાંતિક મત તે સ્વતંત્ર હોવાથી ઉક્ત બન્ને મતકારોની સાથે તેની સરખામણી ક૨વાની જરૂર નથી કારણકે તે ‘ત્રિગુણકરણ’ પ્રમાણે મનુષ્યક્ષેત્ર બાર ચન્દ્ર સૂર્યની કોઈ પણ પ્રકારની નિશ્ચિત વ્યવસ્થા બતાવવામાં આવી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org