________________
30
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પંક્તિની વ્યવસ્થા ઉચિત જણાતી નથી, જ્યારે સૂચી શ્રેણીની વ્યવસ્થા માટે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમુખ ગ્રન્થોમાં સ્પષ્ટ પાઠો હોવાથી (સામાન્ય દોષ પ્રાપ્ત થતો હોવા છતાં પણ) સૂચી શ્રેણીની વ્યવસ્થા જ માન્ય રાખવી ઉચિત લાગે છે. આ સૂચીશ્રેણી–સમશ્રેણીની વ્યવસ્થા પણ બે ત્રણ પ્રકારે થઈ શકે
२००-त्रिगुणकरण प्रमाणे मनुष्यक्षेत्रबहार चन्द्र-सूर्यनी व्यवस्था संबंधी अल्पविचार ॥
પ્રથમ–મુખ્ય સૈદ્ધાન્તિક મત “તિગુITI પુશ્વિનનુય'નો જે છે તે મતને અનુસારે બાહ્યપુષ્કરાર્ધમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્યની કુલ સંખ્યા કહી અથતિ આઠ લાખ યોજન પ્રમાણ બાહ્યપુષ્કરાર્ધમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય જણાવ્યા.
દિગમ્બરીય મત પ્રમાણે તેમજ પ્રસિદ્ધમત પ્રમાણે તે જ બાહ્યપુષ્કરાર્ધક્ષેત્ર (આઠ લાખ યોજપ્રમાણ વિષ્કમ્મમાંથી પ્રારંભના અને અંતના પચાસ પચાસ-હજાર યોજન બાદ કરતાં બાકી રહેલ સાત લાખ યોજનપ્રમાણ ક્ષેત્ર)માં લાખ લાખ યોજનને અંતરે પરિરયાકારે ચન્દ્ર-સૂર્યની આઠ પંક્તિઓ જણાવવામાં આવેલી છે, અને તે પ્રત્યેક પંક્તિમાં વર્તતી તે તે ચન્દ્ર-સૂર્યની સંખ્યાને ઉક્ત અંતર પ્રમાણે સંગત કરી બતાવી છે, તે પ્રમાણે આ સિદ્ધાંતકારના ત્રિગુણકરણના મત પ્રમાણે પ્રાપ્ત થતી ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને પરિરય–વલયાકારે સંગત કરવી વિચાર કરતાં ઉચિત લાગતી નથી, કારણકે પરિરયાકારે જો લેવામાં આવે તો લાખ લાખ યોજનને અંતરે આઠ પંક્તિઓ માનવી પડે. અને એ પ્રમાણે માનતાં ચન્દ્ર સૂર્યની એકંદર સંખ્યા જે ૧૪૪ની છે તેનો બાહ્યપુષ્કરાર્ધમાં સમાવેશ કરવાનો હોવાથી પ્રત્યેક પરિચય પંક્તિમાં એકંદર ચન્દ્ર સૂર્યની સંખ્યા ૧૮ જેટલી અલ્પ પ્રાપ્ત થાય. એ ૧૮ ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને પ્રથમ કહેલા ૧૪૫૪૬૪૭૬ યોજનપ્રમાણ પરિધિમાં પચાસ પચાસ હજાર યોજનના હિસાબે વિચારીએ તો પૂર્વોક્ત કહેલ પરિધિમાં ઘણું ક્ષેત્ર ખાલી રહી જાય. વળી આગળ આગળની પરિરય પંક્તિનો પરિધિ વિશેષ પ્રમાણવાળો હોવાથી તે પરિધિનું તો ઘણું ક્ષેત્ર ચન્દ્ર સૂર્ય વિનાનું, રહે. માટે પરિરયાકારે પંક્તિઓ માનવી એ વિચારષ્ટિએ યોગ્ય જણાતું નથી.
હવે સૂચી શ્રેણીની વ્યવસ્થા માટે વિચાર કરીએ
મનુષ્યક્ષેત્રમાં વર્તતી સૂચીશ્રેણી પ્રમાણે રહેલી ચન્દ્ર-સૂર્યની પંક્તિની માફક, આ બાહ્યપુષ્કરાઈમાં ૩૬-૩૬ સૂર્યોની બે અને ૩૬-૩૬ ચન્દ્રોની બે પંક્તિઓ પણ ઘટી શકતી નથી, કારણકે તે પ્રમાણે કરવા જતાં આઠ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં–૩૬ સૂર્યો અથવા ચન્દ્રોને સૂચીશ્રેણીએ ગોઠવતાં ચન્દ્રથી ચન્દ્રનું, સૂર્યથી સૂર્યનું તેમજ ચન્દ્રથી સૂર્યનું શાસ્ત્રમાં જણાવેલ ઈષ્ટ અંતર પ્રાપ્ત થતું નથી તથા સૂર્યન્તરિત ચન્દ્રો અને ચન્દ્રાન્તરિત સૂયોં હોવા જોઈએ તે પણ મળી શકતા નથી.
હવે બીજી રીતિએ સૂચીશ્રેણિની વ્યવસ્થા સંબંધી વિચારીએ–
જો કે આ પ્રમાણે વ્યવસ્થા કરતાં અમુક વિરોધ તો ઊભો જ રહેવાનો છે; તો પણ પ્રથમના બન્ને પક્ષોમાં જેટલા વિરોધો જોવાય છે, તેની અપેક્ષાએ તો આ વ્યવસ્થાપક્ષમાં એકાદ વિરોધનો જ ઉકેલ કરવાનો અવશિષ્ટ રહેતો. હોવાથી આ પક્ષ કંઈક ઠીક લાગતો હોય તેમ સમજી શકાય છે, તો પણ જ્યાં સુધી સિદ્ધાંતમાંથી કોઈ તેવો યથાર્થ નિર્ણય હસ્તગત ન થાય ત્યાં સુધી આવા વિવાદાસ્પદ સ્થળોમાં ભવભીરુ છ%Dો કોઈ પણ નિર્ણય કેમ આપી શકે ? અહીં જે આકૃતિ બતાવવામાં આવેલ છે તેની વ્યવસ્થા આ પ્રમાણે કરીએ તો કથંચિત્ ક્ષેત્રવિસ્તાર અને ચન્દ્રસૂર્યની સંખ્યાનું સંગતપણું થઈ શકશે.
આઠ લાખ યોજન પ્રમાણ બાહ્યપુષ્કરાઈમાં પ્રારંભના અને અંતના પચાસ-પચાસ હજાર યોજન વર્જીને બાકી રહેલા સાત લાખ યોજનપ્રમાણ ક્ષેત્રમાં સૂર્યના કિરણની માફક ચારે દિશાવતી સાત લાખ યોજન લાંબી ચન્દ્ર-સૂર્યની નવ-નવ શ્રેણીઓ કલ્પવી, પ્રત્યેક શ્રેણીમાં આઠ ચન્દ્રો અથવા આઠ સૂર્યોને લાખ લાખ યોજનને અંતરે સ્થાપિત કરવા, એમ કરતાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂયોની સંખ્યા પ્રાપ્ત થશે, ચન્દ્રથી ચન્દ્રનું તેમજ સૂર્યથી સૂર્યનું એક લાખ યોજનપ્રમાણ અંતર ઘટી શકશે અને એક અપેક્ષાએ ‘સૂયન્તિરિત ચન્દ્રો અને ચન્દ્રાન્તરિત સૂર્યો હોય’ એ વચન પણ સફળ થઈ શકશે, ફક્ત ‘વંલાગો સૂરસ ૫ ફૂર વંસ ઝંતર હો! પત્રાસસહસ્સારું નોયડું [પાછું Ill' આ ગાથાના અર્થ પ્રમાણે ચન્દ્રથી સૂર્યનું અથવા સૂર્યથી ચન્દ્રનું જે પચાસ હજાર યોજન પ્રમાણ અંતર જણાવેલું છે તે અંતરને સંગત કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org