________________
मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो . १७७ એ પંક્તિમાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો રહેલા છે. ચન્દ્ર-સૂર્ય બનેનો સરવાળો કરતાં(૭૨૭રક) ૧૪૪ થાય, એ ૧૪૪ની સંખ્યા વડે ૧૪૫૪૬૪૭૬ યોજનપ્રમાણ પરિધિને ભાગ આપતાં ચન્દ્રથી સૂર્યનું અંતર એક લાખ અને એક હજાર સત્તર યોજન અને ઉપર ઓગણત્રીસ ભાગ પ્રમાણ-૧૦૧૦૧૭) આવશે, અને એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું અથવા એક સૂર્યથી બીજા સૂર્યનું ૨૦૨૦૩૪૨૯ યોજનપ્રમાણ અંતર આવશે. “નો નાવડું નવ .....ગાથાને અનુસાર જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ યોજનપ્રમાણ વિષ્કર્ભવાળો હોય તે દ્વીપ–સમુદ્રમાં તેટલી ચન્દ્ર-સૂર્યોની પંક્તિઓ પરિરયાકારે વિચારવી. આ મનુષ્યક્ષેત્ર બહારનું પુષ્પરાધક્ષેત્ર આઠ લાખ યોજન પ્રમાણ વિષ્કલ્પવાળું હોવાથી (પ્રત્યેક દ્વીપસમુદ્રમાં આદિ અને અંતનું ૫૦ હજાર યોજનક્ષેત્ર બાતલ રાખી) તેમાં વલયાકારે આઠ પંક્તિઓ એક એક લાખ યોજનને અંતરે રહેલી છે જે સહજ સમજાય તેવી સ્પષ્ટ વાત છે.
આગળ આગળના પ્રત્યેક દ્વીપસમુદ્રમાં, તે તે પંક્તિમાં રહેલી ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને તો સુગમતાથી જાણી શકાય, પરંતુ સમગ્ર દ્વીપ અથવા સમુદ્રમાં વર્તતા બધા ચન્દ્રો તથા સૂર્યોની સંખ્યાને શી રીતે જાણવી? તે માટે બાળજીવોને અતિશય ઉપયોગી એવું કરણ' બતાવવામાં આવે છે, તે આ પ્રમાણે–
જે જે દ્વીપ સમુદ્રમાં જેટલી પંક્તિઓ હોય તે તે પંક્તિની સર્વ સંખ્યાને “છ” એવી સાંકેતિક સંજ્ઞા અપાય છે, અને આગળ આગળની પંક્તિઓમાં જે ચાર ચાર ચન્દ્રો સૂર્યોની વૃદ્ધિ કરવાની છે, તે ચારની સંખ્યાને “ઉત્તર' એવી સંજ્ઞા આપવામાં આવે છે. હવે ‘ગચ્છ'નો ‘ઉત્તરની સાથે ગુણાકાર કરવો, ત્યારબાદ પ્રાપ્ત થયેલ સંખ્યામાંથી ‘ઉત્તર' અથતિ ચારની સંખ્યાને બાદ કરવી, પછી જે દ્વીપ અથવા સમુદ્રને અંગે ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તે દ્વીપ–સમુદ્રની પ્રથમ પંક્તિમાં જે ચન્દ્ર-સૂર્યની સંખ્યા હોય તે સંખ્યાનો પ્રથમ આવેલ સંખ્યામાં પ્રક્ષેપ કરવો. એમ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા તે દ્વીપ અથવા સમુદ્રની છેલ્લી પંક્તિમાં સમજવી. હવે દ્વીપ–સમુદ્રની સર્વ પંક્તિઓમાંના ચન્દ્રો–સૂર્યોની સંખ્યા લાવવા માટે છેલ્લી પંક્તિમાં જે સંખ્યા આવેલ છે તેને પ્રથમની પંક્તિની સંખ્યામાં ઉમેરવી. એ પ્રમાણે કરતાં જે સંખ્યા આવે તેનો જે દ્વીપ અથવા સમુદ્રમાં જેટલી પંક્તિનું ગુચ્છ હોય તેથી અર્ધગુચ્છ એટલે જેટલી પંક્તિઓ હોય તેની અર્ધ સંખ્યાવડે ગુણાકાર કરવાથી ઈષ્ટ દ્વીપ અથવા સમુદ્રમાંની સર્વ પંક્તિઓમાં વર્તતા સર્વ ચન્દ્ર-સૂર્યની સંખ્યા આવશે. તે સંબંધી ઉદાહરણ આ પ્રમાણે–
ઉતાહરણ- જેમકે પુષ્કરસમુદ્રમાં આઠ પંક્તિઓ છે, તે આઠને “ગચ્છ' કહેવાય. એ ગચ્છનો ‘ઉત્તર’ એટલે ચારવડે ગુણાકાર કરતાં (૮૮૪=) ૩૨ આવે, તેમાંથી ચાર બાદ કરીએ એટલે (૩૨-૪૦) ૨૮ આવે, એ અઠ્ઠાવીસમાં પ્રથમ પંક્તિ સંબંધી ૧૪૪ ચન્દ્ર-સૂર્યની સંખ્યાનો પ્રક્ષેપ કર્યો એટલે આઠમી પંક્તિ સંબંધી ૧૭૨ ચન્દ્ર-સૂર્યની સંખ્યા પ્રાપ્ત થઈ. પુનઃ ૧૭૨માં ૧૪૪ પ્રથમ પંક્તિની સંખ્યા ઉમેરતાં (૧૭૨+૧૪૪૦) ૩૧૬ થાય, તેને “ગુચ્છ' જે આઠ તેનું અર્ધ જે ચારે તે વડે ગુણવાથી (૩૧૬૪૪) ૧૨૬૪ સંખ્યા સમગ્ર પુષ્કરાઈમાં વર્તતા સૂર્યચન્દ્રોની પ્રાપ્ત થાય છે. એમાં ૬૩૨.
ચન્દ્રો અને ૬૩૨ સૂર્યો જાણવા. 23.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org