________________
मनुष्यक्षेत्र बहार समग्र द्वीप-समुद्र विषे चन्द्रादित्य संख्या विचार
9૭૬ હવે આગળ આગળના દીપ–સમુદ્રોમાં યાવત્ લોકાત્ત સુધી સૂર્યચન્દ્રની સંખ્યા કેટલી છે? તે જણાવાય છે.
* मनुष्यक्षेत्रनी बहार समग्र द्वीप-समुद्रने विषे चन्द्रादित्यसंख्याविचार *
ઉપર કહ્યા પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહારના અર્ધપુષ્કરદ્વીપમાં આઠમી પંક્તિ પૂર્ણ થયા બાદ પચાસ હજાર યોજન ગયા પછી પુષ્કરવરદ્વીપ સમાપ્ત થાય છે. ત્યારબાદ પુષ્કરસમુદ્રમાં પચાસ હજાર યોજન જઈએ એટલે પ્રથમની માફક પરિરયાકારે વલયાકારે) ચન્દ્ર-સર્યની પંક્તિનો પ્રારંભ થાય છે. બીજી ચન્દ્ર-સૂર્યની વલયાકારે રહેલી પંક્તિનું અંતર એક લાખ યોજન પ્રમાણ ઉપર કહેલું છે. તે આ રીતિએ બરાબર આવે છે. હવે એ પુષ્કરસમુદ્રમાં રહેલી પ્રથમ પંક્તિમાં કેટલા ચન્દ્ર-સૂર્યો હોય? તે સંબંધમાં વિચાર કરતાં એવું જણાવેલું છે કે–પ્રથમ દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિમાં જેટલા સૂર્ય અને ચન્દ્રની સંખ્યા હોય તેથી બમણી સંખ્યા આગળના દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિમાં હોય. સમયક્ષેત્ર બહાર અધપુષ્કરદ્વીપની પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યોની સંખ્યા હોવાથી પુષ્કરસમુદ્રની પ્રથમ પંક્તિમાં ૨૯૦ ૧૯“ચન્દ્રો અને ૨૯૦ સૂર્યો હોય. એ પ્રમાણે પ્રત્યેક દ્વીપ–સમુદ્રની પ્રથમ પંક્તિ માટે સમજવું. હવે આ પુષ્કરસમુદ્ર બત્રીસ લાખ યોજનાનો પહોળો
૧૫. દ્વિતીય દિગમ્બર મતમાં જણાવ્યું છે કે ઈષ્ટ દ્વીપ અથવા સમુદ્રની અંતિમ પંક્તિગત ચન્દ્રથી સૂર્યની સંખ્યા આવ્યા બાદ તે ઈષ્ટ દ્વીપ અથવા સમુદ્રથી આગળના દ્વીપ અથવા સમુદ્રમાં રહેલી પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવા માટે પ્રથમના દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યાને દ્વિગુણ કરવી, અને તેમ કરતાં (મનુષ્યક્ષેત્ર બહારના પુષ્પરાધની પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્ર અને ૧૪૫ સૂર્ય હોવાથી) પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિમાં ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્ય સંખ્યા આવી, અહીં ખાસ વિચારણા ઊભી થાય છે, કારણકે દિગમ્બર મત પ્રમાણે આ પ્રથમ જ કહેવાયું છે કે જો પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તો તેનો પરિધિ કાઢ્યા બાદ તેમાં એક એક લાખ યોજના અંતરે ચન્દ્ર અને એક એક લાખ યોજના અંતરે સૂર્ય રહી શકે, એટલે કે ચન્દ્રથી સૂર્યનું અંતર પચાસ હજાર યોજન, અને ચન્દ્રથી ચન્દ્રનું અથવા સૂર્યથી સૂર્યનું અંતર એક લાખ યોજન રહે તે પ્રમાણે વ્યવસ્થા કરતાં જેટલી સંખ્યા આવે તેટલી વિવક્ષિત પંક્તિમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી. હવે આપણે વિચાર કરશું તો આ મત પ્રમાણે આગળ આગળની પંક્તિઓમાં ક્રમશઃ છ–છ અને સાત ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ કરતાં મનુષ્યક્ષેત્ર બહાર પુષ્કરાઈમાં આઠમી પંક્તિમાં ૧૮૯ ચન્દ્ર અને ૧૮૯ સૂર્ય છે જ્યારે ઉપર કહેલ દ્વિગુણ કરવાની પદ્ધતિએ પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિ (૧૪૫૪૨૩) ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્યની સંખ્યા કહેવામાં આવે છે. બે લાખ યોજનાનો વિપ્લભ વધારે થવાથી પરિધિમાં વૃદ્ધિ થાય, અને તે હિસાબે છ છ અને સાત ચન્દ્ર-સૂર્યની ક્રમશઃ પૂર્વ સંખ્યામાં વૃદ્ધિ થાય તે બરાબર છે. પરંતુ મનુષ્યક્ષેત્ર બહારના પુષ્પરાધની અંતિમ પંક્તિમાં ૧૮૯ ચન્દ્ર-સૂર્ય છે, અને દ્વિગુણ કરવાની ઉપર જણાવેલ પદ્ધતિએ પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિમાં ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્ય આવે છે તો એક સાથે ૧૦૧ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ શી રીતે થઈ ? અથવા વૃદ્ધિ થઈ તો ચન્દ્રથી સૂર્યનું પચાસ હજાર યોજન અને ચન્દ્રથી ચન્દ્રનું અથવા સૂર્યથી સૂર્યનું એક લાખ યોજનપ્રમાણ અંતર શી રીતે આવી શકે? કારણકે તેટલા અંતરની તે વ્યવસ્થા પ્રમાણે તે પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિનો પરિધિ ૬૩ લાખ યોજનપ્રમાણ વિષ્કમ્બની અપેક્ષાએ લગભગ ૨૦000000 (બે ક્રોડ) જેટલો થવા જાય છે. તેટલા યોજનપ્રમાણ પરિધિમાં ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્ય પચાસ પચાસ હજાર યોજનને અંતરે શી રીતે રહી શકે? તે સંબંધી ખાસ વિચાર કરવાની જરૂર છે. ચન્દ્ર-સૂર્યની સંખ્યા ન્યૂન થાય તો જ તેટલા પરિધિમાં પચાસ હજાર યોજના અંતરનું વ્યવસ્થિતપણું રહે અથવા ચન્દ્ર-સૂર્યની સંખ્યા ૨૯૦ લેવામાં આવે તો પ્રત્યેક દીપ-સમુદ્રોમાં અંતરના વ્યવસ્થિતપણાનો નિયમ નહિ રહી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org