________________
૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સ્થાપના માટે તમામ વ્યવસ્થાની જરૂર ઊભી થાય છે ને ત્યાં તે પ્રમાણે વ્યવસ્થા હોય જ છે.
એટલે (ભવનપતિથી લઈ) વૈમાનિક નિકાલમાં બારે દેવલોકના દેવોને પરસ્પર મળવા હળવાપણું તેમજ અન્યત્ર ગમનાગમન કરવાના પ્રસંગો રહેલા છે. વળી દેવાંગનાઓ સાથેના સ્નેહસંબંધો પણ રહેલા છે ને તેનાં આકર્ષણો પણ રહેલાં છે. આ રીતે જ્યાં પરસ્પરના સમાગમો હોય ત્યાં રાગદ્વેષ નિમિત્તક સંઘર્ષણો ઊભા થાય ને સંઘર્ષણમાંથી જ સંક્લેશોની ચકમક ઝરે ને યુદ્ધોની નોબતો પણ ગગડી ઊઠે. આવું બનવા ન પામે માટે તમામ વ્યવસ્થા હોવી જોઈએ, તેથી મનુષ્યલોકના રાજતંત્રની માફક ત્યાં પણ દશ પ્રકારની વ્યવસ્થા હોવાથી તેઓ કલ્પોપપન કહેવાય છે. ૦૫ એટલે આચાર અને ૩પપન્ન એટલે યુક્ત, આચાર સહિત તે. બાર દેવલોકથી આગળ વૈમાનિક નિકાયના જ બીજા નવ રૈવેયક અને અનુત્તર દેવલોકમાં એ વ્યવસ્થા નથી, કારણકે તે દેવોને પોતાનું સમગ્ર જીવન પોતાના જ વિમાનમાં પસાર કરવાનું હોય છે. વિમાનમાંથી કદી બહાર નીકળવાપણું જ હોતું નથી. એટલું જ નહીં, પરલોકથી આવીને જે શય્યામાં ઉત્પન્ન થયા હતા ત્યારે સૂતેલા જ હોય તેવા આકારે ઉત્પન્ન થયા હતા, ત્યારપછી કદી ઊઠવાપણું પણ નથી હોતું એવા એ મહાભાગી હોય છે અને તેને તેવી જરૂર પણ નથી હોતી.
ત્યાં સર્વ ક્લેશ ને સોંપાધિના મૂળરૂપ નથી દેવાંગનાઓ કે તેની સાથેના સ્નેહસંબંધો, તેમને ઉઠવું જ નથી એટલે નથી નોકર, ચાકર કે સલાહકાર સરખા દેવો.
એટલે બધાય દેવો પોતપોતાની શય્યામાં જ જીવન વ્યતીત કરે છે એટલે દેવીઓ તો છે જ નહીં અને દેવોને પરસ્પર મળવાપણું નથી એટલે કોઈનો સમાગમ નથી, એથી સંઘર્ષણ નથી અને તેથી વ્યવસ્થાની જરૂર રહેતી નથી.
A પરમ કાણિક સર્વજ્ઞ તીર્થકર ભગવંતોના કલ્યાણકાદિ પ્રસંગોમાં તેમને આવવાપણું નથી. ફક્ત જે સમ્યગદષ્ટિ દેવો હોય તેઓ શયામાં સૂતા સૂતા જ માત્ર બે હાથ ઊંચા કરી નમસ્કાર કરે છે.
અનુત્તરદેવોને તો વળી હાથ પણ ઊંચા કરવાપણું નથી.
જન્માંતરમાં કરેલી ચારિત્રની ઉત્તમકોટિની આરાધનાના પ્રતાપે જ આવી ઉત્તમકોટિની સ્થિતિને પામ્યા છે, કે જ્યાં આગળ પોતાના પર કોઈની માલિકી જ નહીં. તેમ નથી પોતે કોઈના માલિક. વળી ક્લેશ, કંકાશ, અશાંતિ નહિ. તમામ દેવો સમાન, સર્વ સ્વતંત્રપણે હોવાથી ત્યાં વ્યવસ્થાની જરૂર નથી.
અનુત્તરવાસી દેવો એક પડખાભર શયામાં વર્તતા દ્રવ્ય–ગુણ–પર્યાયના ચિંતનની ઊંડી વિચારણામાં સમય પસાર કરે છે. તેમાં (સવર્થસિદ્ધના) ૩૩ સાગરોપમનાં આયુષ્યવાળા દેવો સાડા સોળ સાગરોપમ સુધી એક જ પડખે સૂઈ રહે. ત્યારબાદ એકવાર પડખું ફેરવે ને બાકીનું અધું આયુષ્ય પૂર્ણ કરે છે. આવી તો મહાપુન્યના પ્રતાપે અતિસુખરૂપ આયુષ્યના ભોગવટાની મહત્તા સાંપડી છે. તેમાં કારણ કેવળ ઉત્તમકોટિની ચારિત્રની આરાધના છે.
હવે તે બંને પ્રકારના વૈમાનિક નિકાયના દેવોની પ્રથમ ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org