________________
द्वीप-समुद्रोनी व्यवस्थामा विशेषता
१४३ યુક્ત તે ત્રીજો “વવમા' દ્વીપ, આ પ્રમાણે દરેક દ્વીપ-સમુદ્રો છે, જેમાંથી મૂલનામ, શંવવરદીપ બીજું નામ અને હવામાન દ્વીપ એ ત્રીજું નામ એમ ત્રિપ્રત્યવતાર એટલે મૂલનામ કાયમ રાખી અન્ય વિશેષણો લગાડી ત્રણવાર તે નામને ઉતારવું તે. એ પ્રમાણે સમુદ્રો માટે પણ સમજવું. આવા ત્રિપ્રત્યવતાર દ્વીપ–સમુદ્રો દશમાં –દ્વીપથી માંડીને છેલ્લા દેવાદિ પાંચ દ્વીપથી અર્વાફ આવેલા સુવરાવમાસદી સુધી જાણવા.
તાત્પર્ય એ છે કે-ઉપરની ૭૨–૭૩ ગાથામાં કહેવા પ્રમાણે પ્રશસ્ત સર્વ વસ્તુઓનાં નામવાળા સર્વ દ્વીપો ઉપર જણાવ્યા મુજબ ત્રિપ્રત્યવતાર જાણવા, પરંતુ આ નિયમ દશમા અરુણદ્વીપથી શરૂ કરી સુરવરાવભાસ સમુદ્ર સુધી સમજવો. જેમ જંબૂદ્વીપ તથા લવણસમુદ્રો એ અસંખ્યાતા છે એટલે પહેલો જંબૂદ્વીપ છે તે જ નામવાળો પ્રિયવતાર યુક્ત જંબૂદીપ અસંખ્યાતા દ્વીપસમુદ્રો વ્યતીત થયા બાદ આવે, એમ બીજો ત્રીજો વગેરે અસંખ્યાતા જંબૂ, અસંખ્યાતા ધાતકી, અસંખ્યાતા પુષ્કરવાર, અસંખ્યાતા વૃતવર આદિ સર્વે દ્વીપો માટે જાણવું
પરંતુ એટલું વિશેષ સમજવું કે અસંખ્યાતા અન્ય નામવાળા અસંખ્ય દીપ-સમુદ્રો વ્યતીત થાય ત્યારે બીજો જંબુ, બીજીવાર ધાતકી અને બીજો લવણ આવે, એટલે કે એ સરખા નામવાળા દ્વિીપ અથવા સમુદ્રો સાથે સાથે જ હોતા નથી, પરંતુ અસંખ્યાત અસંખ્યાત દ્વીપ–સમુદ્રોના અંતરે રહેલા છે. એવી રીતે સર્વ °દ્વીપાદિ માટે વિચારવું. દ્વીપસમુદ્રોની વ્યવસ્થામાં વિશેષતા–
શ્રી “જીવસમાસ’ વૃત્તિમાં તો એવું જણાવ્યું છે કે–ચકદીપ સુધીના દ્વીપ–સમુદ્રો તો ઉપર જે ક્રમ કહ્યો તે ક્રમ પ્રમાણે જ છે, પરંતુ ત્યારબાદ અસંખ્ય દ્વીપ સમુદ્રો વ્યતીત થયે છતે ભુજગદ્વીપ આવે છે, ત્યારપછી અસંખ્ય દ્વીપ–સમુદ્રો વ્યતીત થયા બાદ કુશદ્વીપ આવે છે, ત્યારબાદ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોનું ઉલ્લંઘન થાય એટલે હીંચદ્વીપ આવે છે, ત્યાર બાદ અસંખ્ય દ્વીપનું ઉલ્લંઘન થાય એટલે અનેક જાતનાં જે આભરણ આભૂષણ છે તેમાંથી કોઈ પણ એક આભૂષણના નામવાળો દ્વીપ આવે છે, ત્યારબાદ અસંખ્ય દ્વીપ–સમુદ્રોનું ઉલ્લંઘન થતાં અનેક પ્રકારનાં વસ્ત્રો પૈકી કોઈ એક વસાના નામવાળો દ્વીપ આવે છે. એમ અસંખ્ય અસંખ્ય દ્વીપ–સમુદ્રોનું ઉલ્લંઘન થતાં ‘કામરાવસ્થાંધે’ એ ગાથામાં જે જે નામો આપેલાં છે, તે તે નામવાળા અનેક પ્રકારોમાંથી અનુક્રમે કોઈ પણ એક દ્વીપ આવે છે. અહીં એ શંકા થશે કે-જ્યારે અસંખ્ય અસંખ્ય દ્વીપ–સમુદ્રોને આંતરે આભરણ–વસ્ત્ર–ગંધ વગેરે નામવાળા દ્વીપ–સમુદ્રો છે તો વચમાં જે અસંખ્ય અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તે કયા નામવાળા છે? તે શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે–વચમાં વર્તતા તે તે અસંખ્ય દ્વીપ–સમુદ્રો શંખધ્વજ સ્વસ્તિક ઇત્યાદિ શુભ નામવાળા જ છે. અહીં તાત્પર્ય એટલું જ છે કે વચમાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો ગમે તે નામવાળા હોય (તેનું અહીં પ્રયોજન નથી, પરંતુ અસંખ્ય અસંખ્ય દ્વીપ–સમુદ્રોને અંતરે ‘આમર-વસ્થ-iધ’ ઇત્યાદિ ગાથામાં કહેલા નામવાળા દીપો અનુક્રમે આવવા જોઈએ.
૧૬૬. ઉપરવાસ' એવું પણ નામ છે. ૧૬૭. ‘નવૂઠીપાવાવા: ગુમનામાનો લીપસમુદ્રા: [તત્ત્વાર્થઅ૦ ૩]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org