________________
ग्रहनी पंक्तिओनुं स्वरूप
१६६ * अथ ग्रहपंक्तिस्वरूपम् * અવતરણ–પૂર્વે નક્ષત્રપંક્તિની વ્યવસ્થા જણાવ્યા બાદ હવે અનુક્રમે પ્રાપ્ત ગ્રહપંક્તિની વ્યવસ્થાને જણાવનારી ગાથા પ્રથકાર મહર્ષિ જણાવે છે
एवं'६० गहाइणोवि हु, नवरं धुवपासवत्तिणो तारा । तं चिय पयाहिणंता, तत्थेव सया परिभमंति ॥१२॥
સંસ્કૃત છાયા– एवं ग्रहादयोऽपि हु, नवरं ध्रुवपार्थवर्तिन्यस्ताराः । तं चैव प्रदक्षिणयन्त्यः, तत्रैव सदा परिभ्रमन्ति ॥२॥
| શબ્દાર્થ – મહાકવિ દુગ્રહાદિક પણ
પાહિiતા=પ્રદક્ષિણા આપતા પાસવત્તિ તારી પાર્શ્વવર્તી (નજીકના) તારાઓ
પરિમંતિપરિભ્રમણ કરે છે ગાથાર્થ-નક્ષત્રોની પંક્તિ સંબંધી જે પ્રમાણે વ્યવસ્થા કરી એ જ પ્રમાણે ગ્રહ વગેરેની પંક્તિવ્યવસ્થા સમજવી. એટલું વિશેષ છે કે, બે ચન્દ્રનો પરિવાર ૧૭૬ ગ્રહોનો હોવાથી ગ્રહોની પંક્તિઓ પણ ૧૭૬ હોય છે અને પ્રત્યેક પંક્તિમાં ૬૬ ગ્રહની સંખ્યા હોય છે. અહીં એ પણ વિશેષ સમજવું કે અચળ એવા ધ્રુવતારાઓની સમીપમાં વર્તતા અન્ય તારાનાં વિમાનો તે ધ્રુવતારાને જ પ્રદક્ષિણા દેતા ફરે છે. ૮રા
વિશેષાર્થ–પ્રથમની ગાથા પ્રમાણે સુગમ છે, તો પણ પ્રાસંગિક કંઈક કહેવામાં આવે છે.
મનુષ્યક્ષેત્રમાં ગ્રહોની પંક્તિઓ ૧૭૬ છે, અને તે પ્રત્યેક પંક્તિઓ જંબૂદ્વીપના પ્રાન્ત ભાગથી પ્રારંભાઈને માનુષોત્તર પર્વત સુધી પહોંચેલી છે, તથા તે પ્રત્યેક પંક્તિમાં પ્રહસંખ્યા તો ૬૬ની જ છે. આ પંક્તિઓ પણ નક્ષત્રપંક્તિઓની માફક સૂર્યનાં કિરણો જેવી દેખાતી હોય તેમ ભાસે છે. એક ચન્દ્રના પરિવારમાં ૮૮ ગ્રહો હોવાથી જંબૂદ્વીપના બે ચન્દ્રની અપેક્ષાએ ૧૭૬ ગ્રહો થાય છે. ૮૮ ગ્રહપંક્તિઓ દક્ષિણદિશામાં હોય છે અને ૮૮ ગ્રહપંક્તિઓ ઉત્તરદિશામાં હોય છે. વળી નક્ષત્રપંક્તિના વિવરણ પ્રસંગે નક્ષત્રપિટકની વ્યવસ્થા પ્રદર્શિત કરી હતી તે પ્રમાણે અહીં ગ્રહપિટકો પણ સમજી લેવાં. તેમજ જે પંક્તિના પ્રારંભમાં જે ગ્રહ હોય છે તે જ નામવાળા ગ્રહોની ૬૬ જેટલી સંખ્યા માનુષોત્તરપર્વત સુધી પહોંચેલી હોય છે. જંબૂદ્વીપમાં બે ચન્દ્રના એક ચન્દ્રપિટકની અપેક્ષાએ એક ગ્રહપિટક (ગ્રહસંખ્યા ૧૭૬), લવણસમુદ્રમાં બે ચન્દ્રપિટકની અપેક્ષાએ બે ગ્રહપિટક (ગ્રહસંખ્યા–૩પ૨,) ધાતકીખંડમાં છ ચન્દ્રપિટકની અપેક્ષાએ છ ગ્રહપિટક, (ગ્રહસંખ્યા ૧૦૫૬) કાલોદધિમાં ૪૨ ચન્દ્રના ૨૧ ચન્દ્રપિટકની અપેક્ષાએ ૨૧ ગ્રહપિટક (ગ્રહસંખ્યા ૩૬૯૬) અને અધપુષ્કરના ૭૨ ચન્દ્રાશ્રયી ૩૬ ચન્દ્રપિટકની અપેક્ષાએ ૩૬ ગ્રહપિટક (કુલ પ્રહસંખ્યા ૬૩૩૬) છે. ૧૯૦. સરખાવો– “છાવત્તરદા તિલ રોડ઼ મgયતોrfભ |
છાવી છાવઠ્ઠીમ, દોડુ ક્ષિધિના પંતી છા' સૂિર્યપ્રજ્ઞપ્તિ) • ૨૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org