________________
ઉદ્દ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
* मनुष्यक्षेत्रमा नक्षत्रपंक्तिनुं स्वरूप * નવતર–પ્રથમની ગાથામાં મનુષ્યક્ષેત્રવર્તી ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ તેમજ પંક્તિગત ચન્દ્રસૂર્યની સંખ્યા અને તે ચન્દ્રસૂર્યની સમશ્રેણીમાં રહેવા સંબંધી વ્યવસ્થા જણાવી. હવે નક્ષત્રપંક્તિઓ કેવી રીતે વ્યવસ્થિત હોય તે જણાવાય છે,
छप्पन्नं पंतीओ, नक्खत्ताणं तु मणुयलोगम्मि । છાવદી છાવદી, ઢોડું શિક્ષિકા વતી IIના [પ્ર. જા સં. ૧૬]
સંસ્કૃત છાયાषट्पञ्चाशत् पङ्क्त्यो, नक्षत्राणां तु मनुष्यलोके । षट्षष्टिः षट्षष्टिर्भवन्ति [नक्षत्राणि] एकैकस्यां पङ्क्तौ ॥१॥
શબ્દાર્થ – મyયોગ્નિ-મનુષ્યલોકમાં | શિક્ષિકાએક એક વાવાર્ય- વિશેષાર્થ પ્રમાણે. I૮૧ાા
વિશેષાર્ય મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રની છપ્પન પંક્તિઓ છે, અને તે પ્રત્યેક પંક્તિઓ મેથી ચારે દિશામાં માનુષોત્તરપર્વત સુધી સૂર્યકિરણોની માફક અથવા કદમ્બપુષ્પની વિકસ્વર પાંખડીઓ માફક ગયેલી છે. તે પ્રત્યેક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો હોય છે. આ પંક્તિઓ ઊર્ધ્વલોકમાંથી જોતાં જંબૂદ્વીપના લગભગ અન્તભાગથી શરૂ થતી હોઈ જંબૂદ્વીપના મધ્યભાગે રહેલા મેરૂપર્વતરૂપી સૂર્યે પોતાની ઋદ્ધિ પ્રગટ કરવા માટે જ જાણે માનુષોત્તરપર્વત સુધી પોતાના કિરણો ફેંક્યા હોય ! તેવી રમણીય લાગે છે. પ્રારંભમાં આ પંક્તિઓ પરસ્પર અલ્પ અંતરવાળી-પાસે પાસે છે. અને આગળ આગળ એક પંક્તિથી બીજી પંક્તિનું અંતર વૃદ્ધિ પામતું જાય છે.
આ અઢીદ્વિીપવર્તી જે ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય છે તેમાં બે ચન્દ્રનું અથવા બે સૂર્યનું એક પિટક કહેવાય છે. અહીં નક્ષત્રાદિ પરિવારનું સ્વામિપણે ચન્દ્રનું હોવાથી વિશેષ વ્યવહાર ચન્દ્રપિટક સાથે લેવાનો છે. મનધ્યક્ષેત્રમાં ચન્દ્રસર્યની સંખ્યા ૧૩૨–૧૩રની હોવાથી તેમજ બે ચન્દ્ર-બે સૂર્યનું એક એક “પિટક’ થતું હોવાથી ૧૩રની સંખ્યાને બે વડે ભાગ આપતાં ૬૬ ચન્દ્રપિટક અને ૬૬ સૂર્યપિટક થાય. વળી એક ચન્દ્રથી બીજા ચન્દ્ર વચ્ચે બંને દિશાનાં મળીને પ૬ નક્ષત્રો હોય, તે ૫૬ નક્ષત્રોનું પણ એક “નક્ષત્રપિટક' કહેવાય. બે ચન્દ્રની અપેક્ષાએ એક નક્ષત્રપિટક થતું હોવાથી ૧૩૨ ચન્દ્રની અપેક્ષાએ ૬૬ નક્ષત્રપિટક થાય. જેમકે લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર હોવાથી બે ચન્દ્રપિટકની અપેક્ષાએ બે નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૧૧૨ની થઈ, ધાતકીખંડમાં ૧૨ ચન્દ્ર હોવાથી છ ચન્દ્રપિટકની અપેક્ષાએ છ નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૩૩૬,કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચન્દ્ર હોવાથી એકવીશચન્દ્રપિટકની અપેક્ષાએ ૨૧ નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૧૧૭૬ અને અર્ધ પુષ્કરવરદ્વીપમાં ૭૨ ચન્દ્ર હોવાથી છત્રીશ ચન્દ્રપિટકની અપેક્ષાએ ૩૬ નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૨૦૧૬ થઈ, એમ સર્વ મળી મનુષ્યક્ષેત્રમાં ૬૬ નક્ષત્રપિટકો હોય અને બધાં મળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org